યુક્રેન પર રશિયાના (Russia) આક્રમણની સ્થિતિમાં, લોકો દેશની રક્ષા કરવા અને કોઈપણ કિંમતે ‘ગેરિલા યુદ્ધ’ (Guerrilla Warfare) કરવાની યોજના બનાવી રહ્યા છે. ખાર્કિવ શહેર યુક્રેનની સરહદથી માત્ર 40 કિલોમીટર દૂર છે જ્યાં હજારો રશિયન સૈનિકો એકઠા છે. તે યુક્રેનનું બીજું સૌથી મોટું શહેર અને ઔદ્યોગિક કેન્દ્ર પણ છે, જ્યાં પરિસ્થિતિ હાલ તંગ છે. ખાર્કિવ શહેરના લોકોનો અભિપ્રાય વિભાજિત છે, કેટલાક યુક્રેનની તરફેણમાં છે અને કેટલાક રશિયાના પક્ષમાં છે. તેમાંથી કેટલાક રશિયા સાથે મક્કમતાથી લડવાની વાત કરે છે અને કેટલાક શાંતિથી જીવન પસાર કરવાની વાત કરે છે.
10 લાખથી વધુ વસ્તી ધરાવતા આ શહેરમાં કેટલાક લોકોનું કહેવું છે કે જો રશિયા આક્રમણ કરશે તો તેઓ નાગરિક જીવન છોડી દેશે અને રશિયન સૈનિકો સામે ગેરિલા યુદ્ધ કરશે. તે માને છે કે દેશના ઘણા નાગરિકો પણ આવું કરશે. ટીનેજરોને ટેબલ ટેનિસ શીખવનાર કોચ વિક્ટોરિયા બાલેસિના કહે છે, ‘આ શહેરને સુરક્ષિત રાખવું જોઈએ. આપણે કંઈક કરવાની જરૂર છે, ડરવાની અને ઘૂંટણિયે પડવાની જરૂર નથી.
નિષ્ણાતો અને યુએસ ગુપ્તચર અધિકારીઓ કહે છે કે હજારો ભૂગર્ભ આશ્રયસ્થાનો ધરાવતા શહેરમાં દંત ચિકિત્સકો, કોચ, ગૃહિણીઓનું ગેરિલા યુદ્ધ રશિયન લશ્કરી આયોજકો માટે ખરાબ અનુભવ સાબિત થઈ શકે છે. યુક્રેનના લોકોએ ગેરિલા યુદ્ધની પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે. તેઓ કહે છે કે તેઓ રશિયાને કોઈ પણ સંજોગોમાં દેશ પર હુમલો કરવા કે કબજો કરવા દેશે નહીં. અમેરિકા, બ્રિટન અને યુરોપના અન્ય દેશો પણ યુક્રેન સાથે એકતા દર્શાવી રહ્યા છે.
આ મામલામાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મૌન તોડ્યું છે અને તમામ દોષ અમેરિકા પર નાખ્યા છે. તેમણે કહ્યું કે અમેરિકા યુક્રેનના બહાના હેઠળ રશિયાને ઘેરી રહ્યું છે. તે રશિયાની મુખ્ય માંગણીઓની પણ અવગણના કરી રહ્યુ છે. આ માંગણીઓમાં કહેવામાં આવ્યું છે કે નાટો પોતાનો વિસ્તાર નહીં કરે અને તેમાં ભૂતપૂર્વ સોવિયેત દેશોને સામેલ નહીં કરે. આ સાથે પશ્ચિમી દેશો રશિયન સરહદની નજીક હથિયારો તૈનાત નહીં કરે. અમેરિકાએ આ માંગણીઓ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે. આ સાથે રશિયાએ કહ્યું કે તે હુમલો નહીં કરે. તેમણે આશા વ્યક્ત કરી કે આ સમસ્યાનો ઉકેલ ટૂંક સમયમાં મળી જશે.
આ પણ વાંચો –
આ પણ વાંચો –