હમાસના રસ્તે ચાલી રહ્યુ છે પાકિસ્તાન, હવે શું ભારત પણ કરશે ઈઝરાયેલ વાળી?- વાંચો

પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ અસીમ મુનીર ટુ નેશન થિયરીના સિદ્ધાંતને માને છે. આથી તેઓ હિંદુઓ અને મુસલમાનોને અલગ દેશ માને છે. કાશ્મીર કબજે કરવા માટે તેનો આ તર્ક એવો જ છે જેવુ હમાસ ઈઝરાયેલને નષ્ટ કરી દેવા માટે કરે છે.

હમાસના રસ્તે ચાલી રહ્યુ છે પાકિસ્તાન, હવે શું ભારત પણ કરશે ઈઝરાયેલ વાળી?- વાંચો
| Updated on: May 11, 2025 | 8:32 PM

પાકિસ્તાન તેના જન્મથી લઈને આજ સુધી ક્યારેય એક લોકશાહી દેશ બની શક્યો જ નહીં. જે દેશનો જન્મ જ એક ખોટા સિદ્ધાંતને આધારે થયો હોય તેના વિકાસની આશા તો કેવી રીતે રાખી શકાય. પહલગામ હુમલા પહેલા જે રીતે પાકિસ્તાની સેના પ્રમુખ આસીમ મુનીરે હિંદુ-મુ્સ્લિમ કર્યુ. પહલગામ હુમલા બાદ જે પ્રકારે પાકિસ્તાનના મંત્રીઓએ પરમાણુ હુમલાની ધમકી આપી, એ કોઈ કારણ વગર ન હતુ. વાસ્તવમાં પાકિસ્તાન એક જવાબદાર દેશ હોવાની આશા રાખી જ ન શકાય. અમેરિકા જેવા શક્તિશાળી દેશથી પાકિસ્તાન ખૂંખાર આતંકી ઓસામા બિન લાદેનને છુપાવે છે. અમેરિકાએ જણાવ્યા વિના જ એબોટાબાદમાં ઓપરેશન કર્યુ. તેને પહેલેથી જ ખબર હતી કે પાકિસ્તાન પર ભરોસો કરી શકાય તેમ નથી. આજ કારણ છે કે ઓપરેશન સિંદૂર બાદ એ માની લેવુ કે પાકિસ્તાનમાંથી આતંકવાદીઓનો જડમૂળમાંથી ખાત્મો કરી નાખવામાં આવશે એ મોટી ભૂલ ગણાશે. ભારતીય સેનાએ પાકિસ્તાન સાથે બહુ લાંબી લડાઈ લડવા માટે તૈયાર રહેવુ પડશે. પાકિસ્તાન હમાસ બની ચુક્યુ છે. તેની પાછળ એક નહીં અનેક તર્ક આપી શકાય...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો