પાકિસ્તાન આ ભારતીયને આતંકવાદી જાહેર કરવા માગતું હતું, આ 5 દેશોએ તેમની યોજના તોડી

|

Jun 21, 2022 | 9:46 AM

પાકિસ્તાને (Pakistan) ભારતીય નાગરિક ગોવિંદ પટનાયક દુગ્ગીવલાસાને આતંકવાદી જાહેર કરવા માટે સંયુક્ત રાષ્ટ્રમાં પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ભારત, બ્રિટન, અમેરિકા, ફ્રાન્સ અને અલ્બેનિયા સહિત પાંચ દેશોએ આ પ્રસ્તાવને સીધો ફગાવી દીધો હતો.

પાકિસ્તાન આ ભારતીયને આતંકવાદી જાહેર કરવા માગતું હતું, આ 5 દેશોએ તેમની યોજના તોડી
TS Tirumurti

Follow us on

ભારતે એક ભારતીય નાગરિકને આતંકવાદી જાહેર કરવાના પાકિસ્તાનના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા છે. આ કામમાં વધુ ચાર દેશોએ ભારતને સાથ આપ્યો. પાકિસ્તાને ભારતીય નાગરિક ગોવિંદ પટનાયક દુગ્ગીવલાસાને આતંકવાદી જાહેર કરવા માટે સંયુક્ત રાષ્ટ્રમાં પ્રસ્તાવ રજૂ કર્યો હતો.

પાકિસ્તાન: દુગ્ગીવલાસાને આતંકવાદી જાહેર કરવો જોઈએ

પાકિસ્તાન ઈચ્છતું હતું કે-દુગ્ગીવાલસાને UNની આંતરરાષ્ટ્રીય આતંકવાદીઓની યાદીમાં સામેલ કરવામાં આવે, પરંતુ ભારતે તેની યોજનાને પૂર્ણ થવા દીધી ન હતી. પાકિસ્તાનનું કહેવું છે કે-દુગ્ગીવલાસા તેના દેશમાં આતંકવાદી હુમલામાં સામેલ છે. તેથી UN સુરક્ષા પરિષદની 1267 સમિતિએ આ ઠરાવ પસાર કરીને તેને આતંકવાદી જાહેર કરવો જોઈએ.

બ્રિટન, અમેરિકા, ફ્રાન્સ અને અલ્બેનિયાએ ભારતને આપ્યું સમર્થન

પાકિસ્તાનના આ પ્રસ્તાવને નકારવામાં ભારતને સમર્થન આપનારા ચાર દેશોમાં બ્રિટન, અમેરિકા, ફ્રાન્સ અને અલ્બેનિયા છે. આમાંથી ત્રણ દેશો બ્રિટન, અમેરિકા અને ફ્રાન્સ સુરક્ષા પરિષદના કાયમી સભ્ય છે. જ્યારે અલ્બેનિયા આ મહિને સુરક્ષા પરિષદના પ્રમુખ છે. 2020માં પણ ભારત સહિત આ જ પાંચ દેશોએ દુગ્ગીવલાસાને આતંકવાદી જાહેર કરવાના પાકિસ્તાનના પ્રસ્તાવને ફગાવી દીધો હતો.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

દુગ્ગીવલાસાને ફરી એકવાર આંતરરાષ્ટ્રીય આતંકવાદીઓની યાદીમાં સામેલ કરવાના પાકિસ્તાનના પ્રયાસને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સમયની બરબાદી તરીકે જોવામાં આવી રહ્યું છે.

ભારતના રાજદૂત ટીએસ તિરુમૂર્તિએ કહ્યું આવું

તેના પર સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રાજદૂત ટીએસ તિરુમૂર્તિએ (TS Tirumurthy) કહ્યું કે-પાકિસ્તાન આતંકવાદ પર 1267 વિશેષ પ્રક્રિયાને ધાર્મિક રંગ આપીને રાજનીતિ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ વિકાસ એવા સમયે થયો છે. જ્યારે ચીને ગયા અઠવાડિયે લશ્કર-એ-તૈયબાના સેકન્ડ-ઇન-કમાન્ડ અબ્દુલ રહેમાન મક્કીને UNની આતંકવાદી સૂચિમાં સામેલ કરવાના ભારતના પ્રયાસોને અવરોધિત કર્યા હતા.

તાલિબાન બોસ સાથે નજીકના સંબંધો ધરાવે છે

ઠરાવ 1 જૂનના રોજ ભારત અને US દ્વારા સંયુક્ત રીતે રજૂ કરવામાં આવ્યો હતો અને UN સિક્યુરિટી કાઉન્સિલ 1267 કમિટીના સભ્યોને મોકલવામાં આવ્યો હતો.

અમેરિકાએ મક્કી પર બે મિલિયન ડોલરનું ઇનામ રાખ્યું છે. અમેરિકા અને ભારતની સરકારોએ તેને સ્થાનિક નિયમો હેઠળ આતંકવાદી જાહેર કર્યો છે. તે 26/11 હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદનો સંબંધી છે અને અલ-કાયદાના અયમાન અલ-ઝવાહિરી અને તાલિબાન બોસ સાથે નજીકના સંબંધો ધરાવે છે. મક્કીના પક્ષમાં ચીનના આ પગલાને UNમાં પાકિસ્તાનના સમર્થન તરીકે જોવામાં આવી રહ્યું છે.

કોણ છે ગોવિંદ પટનાયક દુગ્ગીદુગ્ગીવલાસા

રિપોર્ટ્સ અનુસાર, ગોવિંદ પટનાયક દુગ્ગીવલાસા કાબુલમાં એક કન્સલ્ટિંગ કંપનીમાં કામ કરતો હતો. ભારતીય સુરક્ષા દળોએ તેને 17 નવેમ્બર 2019ના રોજ કાબુલમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો. કારણ કે એવી આશંકા હતી કે પાકિસ્તાની એજન્સીઓ તેનું અપહરણ કરી શકે છે. ભારતીય સુરક્ષા એજન્સીઓ અનુસાર પાકિસ્તાનની યોજના ચીનની મદદથી દુગ્ગીવલાસાને આતંકવાદી તરીકે રજૂ કરવાની યોજના હતી.

Next Article