Pakistan: આનું નામ ‘ખાડો ખોદે તે પડે’, કરવા ગયા મિસાઈલ પરીક્ષણ, પણ પડી પોતાનાઓ પર, જાણો મામલો

|

Jan 23, 2021 | 9:51 AM

ચીનના દમ પર કુદી રહેલા પાકિસ્તાનની મિસાઈલ નિર્માણ કાર્યક્રમમાં સુરક્ષાની પોલ ખુલી ગઈ છે. મિસાઈલની અધુરી ટેકનીક જગજાહેર થઇ ગઈ છે.

Pakistan: આનું નામ ખાડો ખોદે તે પડે, કરવા ગયા મિસાઈલ પરીક્ષણ, પણ પડી પોતાનાઓ પર, જાણો મામલો
પાકિસ્તાનના પરાક્રમ

Follow us on

Pakistan: ચીનના ખૂંટે કુદી રહેલા પાકિસ્તાનની મિસાઈલ નિર્માણ કાર્યક્રમમાં સુરક્ષાની પોલ ખુલી ગઈ છે. મિસાઈલની અધુરી ટેકનીક જગજાહેર થઇ ગઈ છે. પાકિસ્તાનમાં કોમેડી ફિલ્મમાં બતાવવામાં આવે છે એવા સીન થયા. બેલિસ્ટિક મિસાઇલ પરીક્ષણ દરમિયાન, મિસાઈલ બલુચિસ્તાન પ્રાંતની બલોચ કોલોની પર પડી ગઈ. આ ઘટનાથી ઘણા લોકો ઘાયલ થયા અને અનેક મકાનો નાશ પામ્યા.

પાકિસ્તાને બુધવારે પરમાણુ શસ્ત્રો લઇ જવા માટે સક્ષમ બેલિસ્ટિક મિસાઇલ શાહીન -3 નું પરીક્ષણ કર્યું હતું. વડા પ્રધાન ઇમરાન ખાને પણ વૈજ્ઞાનિકોને તેની સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા. પરંતુ સુરક્ષાની એક ભૂલના કારણે આ મિસાઈલ વિવાદમાં આવી ગઈ હતી. બલુચિસ્તાન રિપબ્લિકન પાર્ટીએ એક ટ્વિટમાં જણાવ્યું છે કે ડેરા ગાજી ખાનના રાખી વિસ્તારથી ચલાવવામાં આવેલ મિસાઇલ ડેરા બગતીના રહેણાંક વિસ્તારમાં પડી હતી. પાર્ટીના પ્રવક્તા શેર મહમદ બગતીએ ટ્વિટમાં કહ્યું કે, ‘પાકિસ્તાનની સેનાએ બલુચિસ્તાનને એક પ્રયોગશાળા બનાવી રાખી છે. આ મિસાઇલ લોકોની હાજરીમાં ચલાવવામાં આવી હતી. જેને કારણે ઘણા લોકો ઘાયલ થયા હતા અને ડઝનેક મકાનો ધરાશાયી થયા હતા.

રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

બલુચિસ્તાનના માનવાધિકાર કાર્યકર ફજીલા બલુચએ એક ટ્વિટમાં કહ્યું, ‘પાકિસ્તાન બલુચિસ્તાનમાં તેના ખતરનાક શસ્ત્રોનું પરીક્ષણ કરતુ રહે છે. આજે તેઓએ શાહીન મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું. જે ડેરા બગતિમાં પડી ગઈ હતી. ફિજલાએ આ ટ્વીટ સાથે કેટલીક તસવીરો પણ શેર કરી હતી, જેના દ્વારા તેણે દાવો કરવામાં આવ્યો છે કે આ લોકો 1998 માં પાકિસ્તાનની પરમાણુ મિસાઇલ પરીક્ષણ દરમિયાન ઘાયલ થયા હતા. જોકે પાકિસ્તાન આર્મીએ કોઈ વસાહત પર મિસાઈલ પડવાની વાત નકારી દીધી છે.

Next Article