પાકિસ્તાન- તાલિબાન નામના બે મિત્રો આજે કેમ બની ગયા એકબીજાના જાની દુશ્મન?- વાંચો દોસ્તીથી દુશ્મની સુધીની વાર્તા

કાબુલની હોસ્પિટલમાં પાકિસ્તાનના હવાઈ હુમલાઓ બાદ તાલિબાન ભડકેલુ છે. આ હુમલામાં 400 થી વધુ અફઘાન નાગરિકોના મોત થયા છે. જ્યારે 250 થી વધુ ઘાયલ છે. તાલિબાને તેનો બદલો લેવાની કસમ ખાધી છે. એવામાં સવાલ એ ઉઠે છે કે પાકિસ્તાન અને તાલિબાનના સંબંધો દોસ્તીમાંથી દુશ્મનીમાં કેવી રીતે બદલાઈ ગયા?

પાકિસ્તાન- તાલિબાન નામના બે મિત્રો આજે કેમ બની ગયા એકબીજાના જાની દુશ્મન?- વાંચો દોસ્તીથી દુશ્મની સુધીની વાર્તા
| Updated on: May 15, 2026 | 5:00 PM

અફઘાનિસ્તાનનું સંગઠન તાલિબાન દાયકાઓથી પાકિસ્તાનનું નિકટનું મિત્ર રહ્યુ છે. 1990 ના દાયકાની શરૂઆતમાં તાલિબાનને ઉભા થવામાં પાકિસ્તાને જ મદદ કરી હતી. તેનો આશય ભારત સાથે દુશ્મનીમાં રણનીતિક બઢત મેળવવાનો હતો. પાકિસ્તાનને ઘણા ખરા અંશે તેમા સફળતા પણ મળી અને તેનું સૌથી મોટુ ઉદાહરણ 1999નુ કંધાર પ્લેન હાઈજેક છે. જો કે આ જે એ જ તાલિબાન પાકિસ્તાનનું સૌથી મોટુ દુશ્મન બની ગયુ છે અને ભારતનું મિત્ર. આજે પાકિસ્તાન, અફઘાનિસ્તાનમાં તાલિબાનના ઠેકાણાઓ પર હુમલા કરી રહ્યુ છે અને ભારત તેની સાથે વાતચીત. એવામાં સવાલ એ ઉઠે છે કે આખરે પાકિસ્તાનની રણનીતિમાં ચૂક ક્યા થઈ ગઈ? તાલિબાનનું હમદર્દ રહ્યુ છે પાકિસ્તાન 9/11 ના હુમલા બાદ જ્યારે અમેરિકાએ અલ કાયદાના નેતા ઓસામા બિન લાદેનની શોધમાં અફઘાનિસ્તાન પર હુમલો કર્યો, ત્યારે પણ પાકિસ્તાન તાલિબાનનો હમદર્દ બનીને રહ્યુ. દોગલા પાકિસ્તાને એકતરફ આતંકવાદ સામેની લડાઈમાં અમેરિકા સાથે હાથ મિલાવ્યો અને ખૂબ પૈસા પણ કમાયુ, બીજી તરફ તાલિબાનના લગભગ તમામ મોટા નેતાઓને આશ્રય પણ આપ્યો. ખુદ અમેરિકાની ટોચની સૈન્ય અને...

Published On - 9:36 pm, Tue, 17 March 26

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
Follow Us