Pakistanનું ઈજ્જત અને બુધ્ધીનું દેવાળુ,16 કટ સાથેનાં ફાલતુ એડીટીંગ વાળો રિલીઝ કર્યો Abhinandan Varthamanનો વિડિયો
Pakistan Released Propaganda Video Of Abhinandan Varthaman: પાકિસ્તાની સેના (Pakistan Army)નાં ઈન્ટર સર્વિસ રિલેશન્સ યૂનિટ વિંગે કમાન્ડર અભિનંદન વર્ધમાન ( Abhinandan Varthaman) નો પ્રોપેગન્ડા વાળો એક વિડિયો રિલીઝ કર્યો છે.
Pakistan Released Propaganda Video Of Abhinandan Varthaman: પાકિસ્તાની સેના (Pakistan Army)નાં ઈન્ટર સર્વિસ રિલેશન્સ યૂનિટ વિંગે કમાન્ડર અભિનંદન વર્ધમાન ( Abhinandan Varthaman) નો પ્રોપેગન્ડા વાળો એક વિડિયો રિલીઝ કર્યો છે.
અભિનંદન ભારતીય વાયુસેના (Indian Air Force)નાં એ પાયલટ છે કે જેમણે બે વર્ષ પહેલા 27 ફેબ્રુઆરીનાં રોજ ભારતીય સીમામાં ઘુસી આવેલા પાકિસ્તાની વિમાનોને ખદેડી મુક્યા હતા. આ દરમિયાન તે પાકિસ્તાની સીમામાં પહોચી ગયા હતા અને ત્યારબાદ તેા બેદિવસ પછી તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. હવે જે વિડિયો રિલીઝ કર્યો છે તેને લઈને હજુ એ ખરાઈ નથી થઈ શકી કે તે ક્યારનો છે.
માત્ર બે મિનિટનાં આ વિડિયો (Abhinandan Varthaman Video) માં ઓછામાં ઓછા 20 જેટલા એડીટ કટ છે. મીડિયા રીપોર્ટસ પ્રમાણે, આ વિડિયોમાં અભિનંદન કાશ્મીરમાં શાંતિ લાવવાની અને ભારત-પાકિસ્તાન વચ્ચે કોઈ અંતર ન હોવાની વાત કરી રહ્યા છે. પાકિસ્તાની સેના દ્વારા તેની કરાયેલી આગતા સ્વાગતાના પણ વખાણ કરતા મળ્યા છે. જો કે વિડિયોમાં એટલા બધા કટ છે કે જેને લઈને આ વિડિયોની સત્યતા પર સવાલ ઉઠી રહ્યા છે. એવું કહેવાઈ રહ્યું છે કે પાકિસ્તાન વિડિયો શેર કરી ને પોતાની સારી ઈમેજ બતાવવા માટે ધમપછાડા કરી રહ્યું છે.
કાયરતાભરેલી હરકતોથી ધ્યાન ભટકાવવાની કોશિશ
બેશક રીતે પાકિસ્તાન પોતાની આતંકવાદી છાપને ભૂસવા માગે છે અને દેશ દુનિયા સામે સારી છાપ ઉભી કરવા માગે છે. આવું કરીને તે પોતાના સેનિકોની એ કાયરતા ભરેલી હરકતથી લોકોનું ધ્યાન ભટકાવવા માગે છે કે જેનાં માધ્યમથી તે POK અને બલૂચિસ્તાન (Balochistan) નાં લોકો પર અત્યાચાર કરી રહ્યા છે. આ વિડિયોનું એડીટીંગ એટલું ખરાબ અને વાહિયાત છે ખે પાકિસ્તાને તેને રિલીઝ કરીને પોતાના જ પગ અને ઈજ્જત બંનેનું દેવાળુ ફૂંકી દીધુ છે.
પાકિસ્તાનને મળી હતી ઘોર નિષ્ફળતા
પાકિસ્તાને બદલો લેવાની કોશિશ કરી હતી જે સામે ભારતીય લડાકુ વિમાનોએ તેને નિષ્ફળ બનાવી દીધી હતી. ભારતનાં આ એક્શનના અનેક દેશોએ વખાણ કર્યા હતા કેમકે તેનો ઈરાદો માત્ર આતંકવાદીઓનો સફાયો કરવાનો હતો. પહેલા તો પાકિસ્તાને કોઈ પણ પ્રકારની એરસ્ટ્રાઈક થઈ હોવાની વાતને જ નકારી કાઢી હતી જો કે બાદમાં ભારતે પુરાવા આપતા જ પાકિસ્તાન ઘૂંટણિયે પડી ગયું હતું અને તેમે એર સ્ટ્રાઈકનો સ્વીકાર કરી લીધો હતો. પાકિસ્તાની મિડિયાને પણ બાલાકોટ સુધી પહોચવા નોહતું દેવાયું. મિડિયાને 2 મહિના લાગી ગયા હતા ત્યાં પહોચવા માટે જોથી કરીને તે બધુ સાફ સુથરૂ કરી નાખી શકે.