પાકિસ્તાનમાં(Pakistan) હાલ રાજકીય સંકટ છે અને ત્યાં ઈમરાન ખાનના (PM Imran Khan) નેતૃત્વવાળી સરકારનુ અસ્તિત્વ સંકટમાં છે. વડા પ્રધાન ઈમરાન ખાને તેમની પાર્ટીના સાંસદોને કહ્યું છે કે, તમામ સભ્યોએ મતદાનથી દૂર રહેવું જોઈએ અથવા આ ઠરાવ પર જે દિવસે મતદાન થશે તે દિવસે નેશનલ એસેમ્બલીની (Pakistan National Assembly) બેઠકમાં હાજરી આપવી ન જોઈએ. જો કે, આ બધાની વચ્ચે PM ઈમરાને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી સાથે વાત કરી અને રશિયા અને યુક્રેન(Russia ukraine War) વચ્ચેના ‘લશ્કરી સંઘર્ષ’નો કાયમી અંત લાવવા અને આ મુદ્દાના રાજદ્વારી ઉકેલની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
વડા પ્રધાન ઇમરાન ખાનને ઝેલેન્સ્કીનો ફોન આવ્યો હતો અને બંને નેતાઓએ યુદ્ધગ્રસ્ત પૂર્વી યુરોપિયન દેશમાં બદલાતી પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી. પાકિસ્તાનના વડા પ્રધાન કાર્યાલય દ્વારા મંગળવારે જાહેર કરાયેલા નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે.PM ઈમરાન ખાને સૈન્ય સંઘર્ષ ચાલુ રાખવા બદલ ખેદ વ્યક્ત કર્યો અને સંઘર્ષના તાત્કાલિક અંત અને વાતચીત અને મુત્સદ્દીગીરી દ્વારા ઉકેલ લાવવાના સમર્થનમાં પાકિસ્તાનના સૈદ્ધાંતિક વલણનો પુનરોચ્ચાર કર્યો.
વાતચીત દરમિયાન વડાપ્રધાન ઈમરાન ખાને યુદ્ધગ્રસ્ત દેશમાંથી પાકિસ્તાની વિદ્યાર્થીઓ અને નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં યુક્રેનિયન સત્તાવાળાઓ દ્વારા આપવામાં આવેલા સહયોગ માટે ઝેલેન્સકીનો આભાર માન્યો હતો.
તમને જણાવી દઈએ કે, યુક્રેન સંકટ ઉપરાંત પાકિસ્તાનમાં રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે.વડાપ્રધાન ઈમરાન ખાનની સરકારના અસ્તિત્વ પર સંકટ મંડરાયેલુ છે. તે પોતાની ખુરશી બચાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. વડા પ્રધાન ઈમરાને મંગળવારે તેમની પાર્ટીના સાંસદોને તેમની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાનના દિવસે ગૃહમાં ગેરહાજર ન રહેવા અથવા તે દિવસે નેશનલ એસેમ્બલીના સત્રમાં હાજર ન રહેવાની કડક સૂચના આપી છે.
અહેવાલો મુજબ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના સાંસદોને લખેલા પત્રમાં વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું કે, “રાષ્ટ્રીય એસેમ્બલીમાં PTI પાર્ટીના તમામ સભ્યોએ મતદાનથી દૂર રહેવું જોઈએ અથવા આ દરખાસ્ત પર મતદાન કરવામાં આવશે ત્યારે નેશનલ એસેમ્બલીની બેઠકમાં હાજરી આપશો નહીં.”
આ પણ વાંચો : Pakistan : ‘ખુરશી’ સંકટમાં જોઈ ઈમરાનના તેવર બદલાયા, પાર્ટીના સાંસદો માટે જાહેર કર્યું ફરમાન