પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટ કેપ્ટન અને વડાપ્રધાન ઈમરાન ખાને (Imran Khan) પાકિસ્તાનમાં (Pakistan) સત્તા ગુમાવી દીધી છે. વડાપ્રધાન ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ (No confidence Motion) પર શનિવારે રાત્રે થયેલા મતદાનમાં નેશનલ એસેમ્બલીમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. અહીં મતદાનના પરિણામોએ સંયુક્ત વિપક્ષને 342 સભ્યોની નેશનલ એસેમ્બલીમાં(National Assembly) 174 સભ્યોનું સમર્થન આપ્યું હતું, જે 172માંથી વડા પ્રધાનને હટાવવા માટે બહુમતીની જરૂર હતી. આ રીતે ફરી એકવાર પાકિસ્તાનમાં કોઈપણ PM તેમનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરી શક્યા નથી. સત્તા ગુમાવ્યા બાદ હવે ઈમરાન ખાનની મુશ્કેલીઓ વધવા જઈ રહી છે, કારણ કે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે હવે તેમની પાર્ટીમાં ભંગાણ પડી શકે છે.
સૂત્રોનું માનીએ તો અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગમાં હાર બાદ ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના (Tehreek-e-Insaf) કેટલાક વધુ સાંસદો પાર્ટી છોડી શકે છે. આવી સ્થિતિમાં ઈમરાન માટે પાર્ટીને(Imran Khan Party) એકજૂટ રાખવી સૌથી મોટો પડકાર હશે. જણાવી દઈએ કે તેમણે શનિવારે રિવ્યુ પિટિશન દાખલ કરીને વડા પ્રધાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવને નકારી કાઢવાના નિર્ણયને ગેરબંધારણીય જાહેર કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયને પડકાર્યો હતો, પરંતુ તેનો કોઈ ફાયદો થયો નહોતો.
શનિવારે મોડી રાત્રે પાકિસ્તાન નેશનલ એસેમ્બલીમાં વડાપ્રધાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગમાં (Voting)ઈમરાન ખાન હાજર ન હતા. તેમના આ નિર્ણયને કારણે તેમની પાર્ટીના સાંસદોએ પણ સંસદની બહાર રહેવાનો નિર્ણય લીધો હતો. આ હાર સાથે ઈમરાન ખાન દેશના ઈતિહાસમાં પહેલા એવા વડાપ્રધાન બની ગયા છે, જેમને અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા હટાવવામાં આવ્યા છે. ઇમરાનની ગયા અઠવાડિયે પણ સંસદમાં ગેરહાજરા હતી, જ્યારે કાસિમ સુરીએ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનો ઇનકાર કર્યો હતો અને મિનિટોમાં જ બેઠક સ્થગિત કરી દીધી હતી. આ દરમિયાન, પીટીઆઈના સાંસદ ફૈઝલ જાવેદે જણાવ્યું હતું કે, અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન પહેલા જ ઈમરાન ખાને વડા પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાનમાંથી બહાર નીકળી ગયા હતા.
ઈમરાન ખાન વિશ્વાસ મત ગુમાવ્યા બાદ હવે સંયુક્ત વિપક્ષના નેતા શાહબાઝ શરીફ (Shehbaz Sharif) પાકિસ્તાનના આગામી વડાપ્રધાન બની શકે છે. માનવામાં આવે છે કે સોમવારે તેઓ પાકિસ્તાનના 23માં વડાપ્રધાન તરીકે શપથ લઈ શકે છે. જો કે તેની સત્તાવાર જાહેરાત હજુ થવાની બાકી છે. શાહબાઝે શપથ લીધા કે નવી સરકાર વેરની રાજનીતિમાં સામેલ નહીં થાય. વિશ્વાસ મતની જાહેરાત બાદ શાહબાઝે કહ્યું, ‘હું ભૂતકાળની કડવાશમાં પાછા જવા માંગતો નથી. આપણે આ ભૂલીને આગળ વધવું પડશે. અમે કોઈ પ્રતિશોધ કે અન્યાય નહીં કરીએ. અમે કોઈપણ કારણ વગર કોઈને જેલમાં મોકલીશું નહીં.’
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-