PAKISTAN : ચીન માટે અમેરિકાની સામે થયા વડાપ્રધાન Imran Khan, અમેરિકા પર લગાવ્યો આ આરોપ

|

Jul 01, 2021 | 11:28 PM

CHINA PAKISTAN FRINDSHIP : એક સમયે અમેરિકાની પાછળ રખડતા પાકિસ્તાને હવે ખુલ્લેઆમ ચીનની તરફેણ કરવાનું શરૂ કરી દીધું છે. તે પણ એવા સમયે જ્યારે ચીનનો ભારત સાથેનો વિવાદ વધી રહ્યો છે.

PAKISTAN : ચીન માટે અમેરિકાની સામે થયા વડાપ્રધાન Imran Khan, અમેરિકા પર લગાવ્યો આ આરોપ
FILE PHOTO IMRAN KHAN

Follow us on

CHINA PAKISTAN FRINDSHIP : ચીન અને અમેરિકા વચ્ચે વધી રહેલી દુશ્મનાવટ વચ્ચે પાકિસ્તાનનું વલણ અચાનક બદલાઈ રહ્યું હોય તેવું લાગે છે.એક સમયે અમેરિકાની પાછળ રખડતા પાકિસ્તાને હવે ખુલ્લેઆમ ચીનની તરફેણ કરવાનું શરૂ કરી દીધું છે.તે પણ એવા સમયે જ્યારે ચીનનો ભારત સાથેનો વિવાદ વધી રહ્યો છે. વડા પ્રધાન ઇમરાન ખાને ગુરુવારે કહ્યું હતું કે કોઈ પણ દેશનો પક્ષ લેવાનું દબાણ કરવું એ યોગ્ય નથી. ઈમરાને આ અમેરિકાને કહ્યું હતું.

અમેરિકા પર ઇમરાનના આરોપ
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન(PM Imran Khan)એ અમેરિકા પર આરોપ લગાવ્યો છે કે અમેરિકા પાકિસ્તાનને કોઈપણ એક દેશની તરફેણ કરવાની ફરજ પાડે છે. એટલે કે પાકિસ્તાન ભારત અને ચીનમાંથી કોઈ એકના પક્ષમાં બોલે. આ સાથે જ ઇમરાન ખાને કહ્યું કે ચીન અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો ખૂબઉંડા છે.

ચીન-પાકિસ્તાનનો સંબંધ ક્યારેય નહીં બદલાય : ઇમરાન
ચીની મીડિયા સાથે વાત કરતા ઇમરાન ખાને કહ્યું કે બેઇજિંગ (Beijing) સાથે ઈસ્લામાબાદ (Islamabad) નો સંબંધ ક્યારેય બદલાશે નહીં, ભલે આ માટે પાકિસ્તાન પર ગમે એટલું દબાણ આવે. ઇમરાન ખાને કહ્યું, ‘અમેરિકા અપેક્ષા રાખે છે કે પાકિસ્તાન કોઈપણ એક ને ટેકો આપે. પરંતુ આ યોગ્ય છે. પાકિસ્તાન અને ચીન વચ્ચેના સંબંધો (CHINA PAKISTAN FRINDSHIP) ખુબ ઉંડા છે. આ માત્ર સરકારોનો જ સંબંધ નથી, પરંતુ એક દેશના લોકોનો બીજા દેશના લોકો સાથેનો સંબંધ છે. ગમે તે થાય, ભલે અમેરિકા દબાણ કરે, પણ ચીન-પાકિસ્તાનનો સંબંધ ક્યારેય નહીં બદલાય.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ક્વાડ દેશોની નિંદા, ચીનના વખાણ!
ઇમરાન ખાને અમેરિકા, ભારત, ઓસ્ટ્રેલિયા અને જાપાનના ક્વાડ સમૂહના દેશોનું નામ લઈને પ્રહાર કરતા કહ્યું કે તે (Quad) સત્તાની સ્પર્ધા જેવું છે, જે આ ક્ષેત્રમાં મુશ્કેલી ઉભી કરશે.

ઇમરાન ખાને કહ્યું, “પાકિસ્તાનનું માનવું છે કે અમેરિકા અને અન્ય પશ્ચિમી શક્તિઓ માટે પાકિસ્તાન જેવા દેશોને કોઈ પક્ષ લેવાનું કહેવું તે એકદમ અયોગ્ય છે.આપણે શા માટે કોઈનો પક્ષ લેવો જોઈએ? આપણે દરેક સાથે સારા સંબંધ રાખવો જોઈએ.

ઈમરાને કહ્યું કે જ્યારે પાકિસ્તાન રાજકીય અને આંતરરાષ્ટ્રીય મુશ્કેલીઓમાં ફસાયું હતું, અથવા તેના પડોશીઓ સાથે પ્રાદેશિક સંઘર્ષનો સામનો કરી રહ્યું હતું, ત્યારે ચીન તેની સાથે ઉભું હતું.

Next Article