Pakistan: PM ઈમરાન ખાનની વધી મુશ્કેલી, અવિશ્વાસ પ્રસ્તાવ પર નેશનલ એસેમ્બલીની બોલાવાશે બેઠક

ક્રિકેટમાંથી રાજકારણમાં આવેલા ઈમરાન ખાનને હટાવવા માટે 342 સભ્યોની નેશનલ એસેમ્બલીમાં વિપક્ષને 172 વોટની જરૂર છે. ઈમરાન ખાનની પાર્ટીના ગૃહમાં હાલ 155 સભ્યો છે અને સરકારમાં રહેવા માટે ઓછામાં ઓછા 172 સાંસદોની જરૂર છે.

Pakistan: PM ઈમરાન ખાનની વધી મુશ્કેલી, અવિશ્વાસ પ્રસ્તાવ પર નેશનલ એસેમ્બલીની બોલાવાશે બેઠક
PM Imran Khan (File Photo)
| Edited By: | Updated on: Mar 21, 2022 | 7:19 AM

Pakistan : પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન(Pm Imran Khan)  વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા કરવા માટે 25 માર્ચ નેશનલ એસેમ્બલીની (National Assemblyબેઠક બોલાવવામાં આવી છે. 2018માં વડાપ્રધાન પદ સંભાળ્યા બાદ ઈમરાન ખાન માટે આ સૌથી મુશ્કેલ રાજકીય કસોટી હશે. તમને જણાવી દઈએ કે, નેશનલ એસેમ્બલીના અધ્યક્ષ અસદ કૈસરે રવિવારે વડા પ્રધાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ (No Confidence Motion) પર વિચારણા કરવા માટે 25 માર્ચના રોજ ગૃહનું સત્ર બોલાવવાની જાહેરાત કરી હતી.

આર્થિક સંકટ અને મોંઘવારી માટે ઈમરાન સરકરા જવાબદાર

પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના લગભગ 100 સાંસદોએ 8 માર્ચે નેશનલ એસેમ્બલી સચિવાલયમાં અવિશ્વાસ પ્રસ્તાવ આપ્યો હતો. તેણે આરોપ લગાવ્યો છે કે દેશમાં આર્થિક સંકટ અને મોંઘવારી માટે ઈમરાનની આગેવાની હેઠળની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) સરકાર જવાબદાર છે.

નેશનલ એસેમ્બલી સચિવાલયે રવિવારે એક નોટિફિકેશન બહાર પાડીને મહત્વપૂર્ણ સત્રને લઈને સ્થિતિ સ્પષ્ટ કરી છે. વિપક્ષે કાયદાકીય જરૂરિયાતો અનુસાર 21 માર્ચ સુધીમાં સત્ર બોલાવવાની માંગ કરી હતી. સૂચના અનુસાર, સત્ર શુક્રવારે સવારે 11 વાગ્યે શરૂ થશે અને વર્તમાન નેશનલ એસેમ્બલીનું આ 41મું સત્ર હશે. સ્પીકરે પાકિસ્તાનના બંધારણની કલમ 54(3) અને 254 હેઠળ મળેલી સત્તા હેઠળ સત્ર બોલાવ્યું છે. વિપક્ષનું કહેવું છે કે અવિશ્વાસ પ્રસ્તાવ અંગે 14 દિવસની અંદર સત્ર બોલાવવામાં આવે, પરંતુ ગૃહમંત્રી શેખ રશીદે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે ખાસ સંજોગોને કારણે તેમાં વિલંબ થઈ શકે છે.

ઈમરાન ખાનને હટાવવા માટે વિપક્ષને 172 વોટની જરૂર

સરકાર અને વિપક્ષ બંને પરિસ્થિતિને પોતાની તરફેણમાં લાવવાનો પૂરો પ્રયાસ કરી રહ્યા છે. ઈમરાન ખાન ગઠબંધન સરકારનું નેતૃત્વ કરી રહ્યા છે અને જો કેટલાક સાથી પક્ષો પક્ષ બદલવાનું નક્કી કરે તો તેમને પદ છોડવું પડી શકે છે. ક્રિકેટમાંથી રાજકારણમાં આવેલા ઈમરાન ખાનને હટાવવા માટે 342 સભ્યોની નેશનલ એસેમ્બલીમાં વિપક્ષને 172 વોટની જરૂર છે. ઈમરાન ખાનની પાર્ટીના ગૃહમાં 155 સભ્યો છે અને સરકારમાં રહેવા માટે ઓછામાં ઓછા 172 સાંસદોની જરૂર છે. તેમની પાર્ટી બહુમતી માટે ઓછામાં ઓછા છ રાજકીય પક્ષોના 23 સભ્યોનો ટેકો લઈ રહી છે.

આ પણ વાંચો  : Pakistan: રાજકીય ઉથલપાથલ વચ્ચે ઈમરાન ખાને ભારતના વખાણ કર્યા, કહ્યું- ભારતની વિદેશ નીતિ લોકોના હિતમાં છે