Pakistan : ઈમરાન ખાનને ફટકાર ! કોર્ટે ગુમ થયેલા લોકો માટે વડાપ્રધાન અને તેમની કેબિનેટને ગણાવી જવાબદાર

|

Dec 02, 2021 | 7:25 AM

કોર્ટમાં માનવાધિકાર મંત્રી શિરીન મઝારી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર હતા. જસ્ટિસ મિનાલ્લાહે મંત્રીને ફટકાર લગાવતા કહ્યુ કે, સરકાર ગુમ થયેલા લોકોના મુદ્દાનો ઉકેલ કરી રહી નથી.

Pakistan : ઈમરાન ખાનને ફટકાર ! કોર્ટે ગુમ થયેલા લોકો માટે વડાપ્રધાન અને તેમની કેબિનેટને ગણાવી જવાબદાર
PM Imran Khan

Follow us on

Pakistan :  પાકિસ્તાનની એક અદાલતે (Islamabad High Court) બુધવારે ચુકાદો આપ્યો હતો કે, દેશમાં ગુમ થયેલા લોકો માટે વડાપ્રધાન ઈમરાન ખાન (PM Imran Khan) અને તેમની કેબિનેટ જવાબદાર છે. ઉપરાંત તેણે ગુમ થયેલા લોકોને શોધવા  અંગે સરકારના પ્રતિભાવને દયનીય ગણાવ્યો હતો. ઈસ્લામાબાદ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અમહર મિનાલ્લાએ પત્રકાર મુદસ્સર મેહમૂદ નારોની દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરતી વખતે ઈમરાનની ફટકાર લગાવી હતી. તમને જણાવી દઈએ કે, નારો ઓગસ્ટ 2018 થી ગુમ છે. તેના પિતા મહેમૂદ ઇકરામે કોર્ટમાં આ અંગે અરજી દાખલ કરી હતી.

ગુમ થયેલા લોકોને શોધવામાં સરકારનો પ્રતિભાવ દયનીય

ચીફ જસ્ટિસ મિનાલ્લાએ (Chief Justice Minalla)જણાવ્યુ કે, કોઈને બળજબરીથી ગુમ કરવું એ માનવતા વિરુદ્ધ ગુનો છે અને તેના માટે સરકાર જવાબદાર છે. વધુમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાન અને મંત્રીમંડળના સભ્યો દેશના લોકોની સેવા કરવા માટે છે. ગુમ થયેલા લોકોને શોધવામાં સરકારનો પ્રતિભાવ દયનીય છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

ઉપરાંત મુખ્ય ન્યાયાધીશ મિનાલ્લાએ કહ્યું હતુ કે બળજબરીથી ગુમ થયેલા લોકોના કિસ્સામાં જવાબદારી કેન્દ્ર સરકાર એટલે કે વડાપ્રધાન અને કેન્દ્રીય કેબિનેટના સભ્યોની છે. ગુમ થયેલા વ્યક્તિને શોધવાની તેમની બંધારણીય ફરજ જ નથી, પરંતુ ગુમ થયેલા વ્યક્તિના પ્રિયજનોને સંતુષ્ટ કરવાની પણ સરકારની જવાબદારી છે.

સુનાવણી 14 ડિસેમ્બર સુધી સ્થગિત

જસ્ટિસ મિનાલ્લાહે કહ્યું કે, વડાપ્રધાન ઈમરાન ખાને પરિવારને સંતુષ્ટ કરવા જોઈએ અને ગુમ થયેલા વ્યક્તિને શોધવા માટે પગલાં ભરવા જોઈએ. તેમણે એટર્ની જનરલને રૂબરૂ હાજર રહેવા અને મહમૂદને કોર્ટમાં રજૂ કરવામાં ન આવે અથવા તેની જાણ ન થાય તો જવાબદારી નક્કી કરવામાં ફેડરલ સરકારને મદદ કરવાનો આદેશ આપતા, સુનાવણી 14 ડિસેમ્બર સુધી મુલતવી રાખી છે. ઉલ્લેખનીય છે કે, લાહોરનો રહેવાસી નારો પાકિસ્તાનની મનોહર ખીણ કાઘાનની મુલાકાત દરમિયાન વખતે ગુમ થયો હતો. ગુમ થયેલા લોકોનો મુદ્દો પાકિસ્તાનમાં ખૂબ જ સંવેદનશીલ છે કારણ કે માનવાધિકાર જૂથો સતત સરકારો પર આ મહત્વપૂર્ણ મુદ્દાને ઉકેલવામાં નિષ્ફળ જવાનો આરોપ લગાવી રહ્યા છે.

 

આ પણ વાંચો : Germany: મ્યુનિકમાં ડ્રિલિંગ દરમિયાન બીજા વિશ્વયુદ્ધનો બોમ્બ ફૂટ્યો! ચાર ઘાયલ, ટ્રેન સેવા ખોરવાઈ

આ પણ વાંચો : Omicron: અમેરિકામાં આફતે આપી દસ્તક, દેશમાં સામે આવ્યો એમીક્રોનનો પ્રથમ કેસ

Next Article