
ભારતમાંથી એક પિતા-પુત્ર પોતાનું ઘર છોડીને પાડોશી દેશ પાકિસ્તાન (Pakistan) ભાગી ગયા હતા. પાકિસ્તાન પહોંચ્યા બાદ બંને ભારત વિરુદ્ધ ઝેર ઓકી રહ્યા છે. તેમણે ભારત પર ધાર્મિક અત્યાચારનો આરોપ લગાવ્યો છે. આ મુશ્કેલીના કારણે બંનેએ ઘરેથી ભાગી જવાનું નક્કી કર્યું. 70 વર્ષીય મોહમ્મદ હસનૈન અને તેનો 31 વર્ષીય પુત્ર ઈશાક અમીર દુબઈ થઈને પાકિસ્તાન ગયા હતા. સીમા હૈદર પાકિસ્તાનથી ભારત આવી ત્યારે તે પણ વાયા દુબઈ થઈને આવી હતી.
પાકિસ્તાનમાં પગ મૂકતા પહેલા દિલ્હીથી મુસ્લિમ પિતા-પુત્ર દુબઈ ગયા હતા. અહીંથી તેણે અફઘાનિસ્તાનના વિઝા લીધા હતા. ત્યારબાદ બંને રોડ માર્ગે કંદહાર પહોંચ્યા અને ત્યાંથી બલૂચિસ્તાન પ્રાંતની ચમન બોર્ડર દ્વારા પાકિસ્તાનમાં પ્રવેશ કર્યો હતો.
આ સેન્ટર પોઈન્ટથી સીમા હૈદર અને દિલ્હીના પિતા-પુત્રએ પોતાનો રસ્તો બદલી નાખ્યો છે. પાકિસ્તાની સીમા હૈદરે પણ આવું જ કંઈક કર્યું હતું. નોઈડાના સચિન સાથે પ્રેમ લગ્ન કરનાર સીમા હૈદર પહેલા પાકિસ્તાનથી ભાગીને દુબઈ પહોંચી હતી. ત્યાંથી નેપાળ થઈને ભારતમાં આવી હતી. હસનૈન અને ઈશાક ભારતમાંથી ભાગીને પહેલા દુબઈ પહોંચ્યા હતા. ત્યારબાદ બંને અફઘાનિસ્તાન થઈને પાકિસ્તાન પહોંચ્યા હતા.
હસનૈન અને ઈશાક હાલ કરાચીમાં ઈધી વેલ્ફેર ટ્રસ્ટના શેલ્ટર હોમમાં છે. બંને લગભગ 14 દિવસ પહેલા જ કરાચી પહોંચ્યા હતા. 5 સપ્ટેમ્બરે બંને નવી દિલ્હીથી દુબઈ જવા નીકળ્યા હતા. ત્યાં તેને અફઘાનિસ્તાનની એમ્બેસીમાંથી વિઝા મળ્યા. ત્યારબાદ તે કાબુલ પહોંચ્યા અને ત્યાંથી પાકિસ્તાન. તેણે કહ્યું કે, અફઘાન એજન્ટોની મદદથી તેઓ સરહદ પાર કરવામાં સફળ રહ્યા હતા.
આ પણ વાંચો : Pakistan News : ઈમરાનની વધી મુશ્કેલી, હવે તેને 10 ઓક્ટોબર સુધી રહેવું પડશે જેલમાં, શાહ મહમૂદ કુરેશીની કસ્ટડી પણ લંબાઈ
હસનૈન અને આમિર નવી દિલ્હીના ગૌતમપુરી વિસ્તારના રહેવાસી છે. પાકિસ્તાન પહોંચ્યા બાદ તેણે ભારત પર આરોપો લગાવ્યા હતા. તેણે કહ્યુ કે, લાંબા સમયથી ત્રાસ અને ધાર્મિક ઉત્પીડનનો સામનો કરવો પડ્યો હતો. તેથી તેણે પાકિસ્તાન ભાગી જવાનું નક્કી કર્યું. હસનૈનનું કહેવું છે કે તે પોતાના પુત્ર સાથે અહીં આશ્રય લેવા માંગે છે. જો તેને જેલમાં નાખવામાં આવે તો પણ તે તેના માટે તૈયાર છે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો