Pakistan News: પાકિસ્તાનમા હવે આ જ બાકી હતું ! 328 લોકોની કીડની કાઢીને વેચી દેવાઈ, 1 કરોડમાં એક કીડની !

|

Oct 03, 2023 | 1:10 PM

પાડોશી દેશ પાકિસ્તાનમાં માનવ અંગોની હેરાફેરી મામલે મોટો ખુલાસો થયો છે. દાણચોરો ગરીબ લોકોની લાચારીનો ફાયદો ઉઠાવીને તેમની કિડની કાઢી નાખતા અને પછી વિદેશમાં રહેતા અમીર લોકોને 30 લાખથી 1 કરોડ રૂપિયામાં વેચી દેતા હતા. લોકોની ગરીબીનો લાભ લઈને તસ્કરો હવે કસાઈ બની ગયા છે. પાકિસ્તાનમાં 328 લોકોની કિડની કાઢી નાખવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.

Pakistan News: પાકિસ્તાનમા હવે આ જ બાકી હતું ! 328 લોકોની કીડની કાઢીને વેચી દેવાઈ, 1 કરોડમાં એક કીડની !
Image Credit source: Tv9 ભારતવર્ષ

Follow us on

Pakistan News: પાડોશી દેશ પાકિસ્તાન આ દિવસોમાં ગરીબી સામે ઝઝૂમી રહ્યું છે. ત્યાંના લોકો ગરીબી અને ભૂખમરાથી પીડાઈ રહ્યા છે. સ્થિતિ એવી છે કે ગરીબીથી કંટાળીને લોકો હવે પોતાની કિડની વેચવા મજબૂર બન્યા છે.

આ પણ વાંચો: Pakistan News: પાકિસ્તાનમાં મોંઘવારીથી હાહાકાર, ગેસ સિલિન્ડર પહોચ્યો 3000 રૂપિયાને પાર

લોકોની ગરીબીનો લાભ લઈને તસ્કરો હવે કસાઈ બની ગયા છે. પાકિસ્તાનમાં 328 લોકોની કિડની કાઢી નાખવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. મોટી વાત એ છે કે એક કિડની એક-એક કરોડમાં વેચાઈ રહી છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

દરેક વખતે તે જામીન મેળવવામાં સફળ રહ્યો હતો

પોલીસે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે ગરીબ લોકોની કિડની કાઢીને 30 લાખથી 1 કરોડ રૂપિયામાં વિદેશમાં વેચવામાં આવી છે. દાણચોરી ટોળકીના લીડર ફવાદ મુખ્તાર પર 300થી વધુ કિડની કાઢી નાખવાનો આરોપ છે. ફવાદ મુખ્તારની અગાઉ 5 વખત ગેરવર્તણૂકના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ દરેક વખતે તે જામીન મેળવવામાં સફળ રહ્યો હતો.

પોલીસે 8 તસ્કરોની ધરપકડ કરી હતી

પાકિસ્તાન પોલીસે આ દાણચોરી ગેંગના 8 સભ્યોની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા પૂછપરછ દરમિયાન આ લોકોએ જણાવ્યું છે કે તેઓ અમીરોને કિડની વેચતા હતા અને બદલામાં તેમની પાસેથી મોટી રકમ વસૂલતા હતા. પૂછપરછ દરમિયાન એવું પણ બહાર આવ્યું છે કે તસ્કરોની આ ટોળકી પૂર્વ પંજાબ પ્રાંત તેમજ PoKમાં સક્રિય છે. મોટી વાત એ છે કે કિડની કાઢી નાખવાના કારણે ત્રણ લોકોના મોત પણ થયા હતા.

ગરીબોને દવાખાનામાં લાલચ આપતા હતા તસ્કરો

આ મામલે પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી મોહસિન નકવીએ કહ્યું કે લોકોના ખાનગી ઘરમાંથી જ કિડની કાઢવામાં આવી હતી. આ લોકોને કિડની કાઢવા અંગેની કોઈ માહિતી પણ આપવામાં આવી ન હતી. આ મામલે કિંગપિન મુખ્તારને કાર મિકેનિકે મદદ કરી હોવાનું પણ બહાર આવ્યું છે. તે હોસ્પિટલોમાં જઈને ગરીબ લોકોને આકર્ષિત કરતો હતો. આ વર્ષે જાન્યુઆરીમાં પંજાબ પોલીસે અંગોની હેરફેર કરતી અન્ય એક ગેંગનો પર્દાફાશ કર્યો હતો. આ ટોળકીએ ગુમ થયેલા 14 વર્ષના બાળકની કિડની કાઢી નાખી હતી.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Article