AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan News: પાકિસ્તાની પત્રકારે કાઢી તેમની જ સેનાની ઈજ્જત, કહ્યું કે ‘પાકિસ્તાની સેના ભારત સાથે યુદ્ધ કરવા સક્ષમ નથી, ખુલાસાથી ખળભળાટ

મીરે કહ્યું કે બાજવાએ વર્ષ 2021માં ખુલાસો કર્યો હતો કે તેમણે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે ગુપ્ત વાતચીત કરી હતી અને યુદ્ધવિરામની જાહેરાત થયા બાદ તરત જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાકિસ્તાનની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું.

Pakistan News: પાકિસ્તાની પત્રકારે કાઢી તેમની જ સેનાની ઈજ્જત, કહ્યું કે 'પાકિસ્તાની સેના ભારત સાથે યુદ્ધ કરવા સક્ષમ નથી, ખુલાસાથી ખળભળાટ
Former Army Chief General (Retd) Qamar Javed Bajwa (File)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 24, 2023 | 5:45 PM
Share

pakistan: જ્યારે પણ પાકિસ્તાન આર્મી ભારતીય સેના સાથે અથડામણ કરે છે, ત્યારે તેને પરિણામ ભોગવવા પડ્યા છે. વિભાજન પછી પાકિસ્તાન ભારતને માત્ર ગિદડ ધમકી જ આપતું રહ્યું છે. ગિદડ ધમકીનું કારણ કે ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ (નિવૃત્ત) કમર જાવેદ બાજવાએ સત્ય કહ્યું હતું કે પાકિસ્તાન આર્મી ભારતીય સેનાનો સામનો કરવા સક્ષમ નથી.

આ ખુલાસો પાકિસ્તાનના જાણીતા પત્રકાર હામિદ મીરે એક ઈન્ટરવ્યુમાં કર્યો છે. મીરે એ પણ કહ્યું છે કે બાજવાએ ભારત સાથે સંબંધો સુધારવા માટે ભારતના NSA અજીત ડોભાલ સાથે વાત કરી હતી. હામિદ મીરે બ્રિટન સ્થિત પાકિસ્તાની મીડિયા UK44ને આપેલા ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે બાજવાએ બે વરિષ્ઠ પત્રકારોને કહ્યું હતું કે પાકિસ્તાન આર્મી પાસે ભારત સામે લડવા માટે ટેન્ક ભરવા માટે ન તો દારૂગોળો છે કે ન તો ડીઝલ.

તોપોની અવરજવર માટે પણ અમારી પાસે ડીઝલ નથી – બાજવા

તેમણે બાજવાને ટાંકીને કહ્યું કે કમાન્ડરોની બેઠકમાં બાજવાએ કહ્યું હતું કે પાકિસ્તાની સેના ભારતીય સેનાનો મુકાબલો કરી શકે તેમ નથી. તેમણે કહ્યું હતું કે અમારી પાસે તોપોની અવરજવર માટે પણ ડીઝલ નથી. મીરે કહ્યું કે બાજવાએ ભારત સાથે સંબંધો સુધારવાનો પણ પ્રસ્તાવ મૂક્યો હતો. તે કાશ્મીરના ઉકેલ પર પણ કામ કરી રહ્યા હતા.

મીરે કહ્યું કે બાજવાએ વર્ષ 2021માં ખુલાસો કર્યો હતો કે તેમણે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે ગુપ્ત વાતચીત કરી હતી અને યુદ્ધવિરામની જાહેરાત થયા બાદ તરત જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાકિસ્તાનની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. મીરે એવો પણ દાવો કર્યો હતો કે બાજવાએ કાશ્મીરને લઈને એક ડીલ કરી હતી, જેના વિશે તેણે ક્યારેય પાકિસ્તાની લોકોને જણાવ્યું નથી.

ઈમરાનને પીએમ મોદીની મુલાકાતની જાણ નહોતી

મીરે જણાવ્યું કે ભારત સાથે યુદ્ધવિરામ બાદ પીએમ નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનની મુલાકાત લેવી પડી. જ્યારે વિદેશ મંત્રાલયને આ વાતની જાણ થઈ તો તે તત્કાલીન પીએમ ઈમરાન ખાન પાસે ગયા પરંતુ તે પણ આ વાતથી અજાણ હતા. ત્યારે ઈમરાને કહ્યું હતું કે મને ખબર છે કે NSA અજીત ડોભાલ સાથે વાતચીત ચાલી રહી છે, પરંતુ PM મોદીના પાકિસ્તાન પ્રવાસ અંગે કોઈ માહિતી નથી.

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">