Pakistan : ઈમરાનની હકાલપટ્ટીથી ‘ક્યાંક ખૂશી તો ક્યાંક ગમ’નો માહોલ, ફવાદ ચૌધરીએ કહ્યું ” પાકિસ્તાન માટે દુઃખદ દિવસ, લૂંટારાઓની વાપસી”

|

Apr 10, 2022 | 6:51 AM

પાકિસ્તાનમાં (Pakistan) ઈમરાન ખાનની સરકાર (Imran Government) ) પર આવેલા સંકટ બાદ માહિતી અને પ્રસારણ મંત્રી ચૌધરી ફવાદ હુસૈને (Chaudhary Fawad Hussain) કહ્યું, 'પાકિસ્તાન માટે દુઃખદ દિવસ.'

Pakistan : ઈમરાનની હકાલપટ્ટીથી ક્યાંક ખૂશી તો ક્યાંક ગમનો માહોલ, ફવાદ ચૌધરીએ કહ્યું  પાકિસ્તાન માટે દુઃખદ દિવસ, લૂંટારાઓની વાપસી
Choudhary Fawad Hussain (File Photo)

Follow us on

પાકિસ્તાનમાં (Pakistan) ઈમરાન ખાનની હકાલપટ્ટી બાદ માહિતી અને પ્રસારણ મંત્રી ચૌધરી ફવાદ હુસૈને (Chaudhary Fawad Hussain) સમગ્ર ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેણે શનિવારને દુઃખદ દિવસ ગણાવ્યો. સાથે જ હુસૈને ટ્વીટ કરીને લખ્યું, ‘પાકિસ્તાન માટે આ દુઃખદ દિવસ છે. લૂંટારાઓ પાછા આવી રહ્યા છે અને એક સારા માણસને ઘરે મોકલવામાં આવ્યો છે. ફવાદે ઈમરાન ખાનને (Imran Khan) ‘સારા માણસ’ તરીકે સંબોધ્યા છે. પાકિસ્તાનમાં બદલાતા રાજકીય ઘટનાક્રમ વચ્ચે નેશનલ એસેમ્બલીના સ્પીકર અસદ કૈસર અને ડેપ્યુટી સ્પીકર કાસિમ સૂરીએ શનિવારે મોડી રાત્રે રાજીનામું આપી દીધું છે. સ્પીકર અસદ કૈસરના રાજીનામા બાદ PMLN ના અયાઝ સાદીકે સ્પીકરની ખુરશી સંભાળી હતી. તમને જણાવી દઈએ કે, વડાપ્રધાન ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર કુલ 174 વોટ પડ્યા હતા. જે બાદ ઈમરાન ખાનની સરકાર ઔપચારિક રીતે પડી ગઈ.

 અલગ-અલગ કારણોસર ગૃહ ત્રણ વખત સ્થગિત

ઉલ્લેખનીય છે કે, ઈમરાન ખાન પાકિસ્તાનના પહેલા એવા વડાપ્રધાન છે જેમને અવિશ્વાસ પ્રસ્તાવ (No Confidence Motion)  દ્વારા સત્તા પરથી હટાવવામાં આવ્યા છે. લગભગ ત્રણ કલાકની સ્થગિતતા પછી ગૃહની કાર્યવાહી શરૂ થયાની થોડી મિનિટોમાં જ કૈસર અને સૂરીએ રાજીનામું આપ્યું હતું. સવારે 10:30 વાગ્યે નેશનલ એસેમ્બલીનું મહત્ત્વપૂર્ણ સત્ર શરૂ થયા બાદ સ્પીકર કૈસરે અલગ-અલગ કારણોસર ગૃહને ત્રણ વખત સ્થગિત કર્યું.

Black and Red Carrot : કાળા અને લાલ ગાજર વચ્ચેનો શું છે તફાવત
આજનું રાશિફળ તારીખ : 18-12-2024
સંજુ સેમસનને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો
પાકિસ્તાનમાં કેટલા છે હિન્દુ મંદિરો, કોણ રાખે છે તેની સંભાળ ?
ગુજરાતી સિંગર કૈરવી બુચે ડોક્ટર સાથે લગ્ન કર્યા, જુઓ ફોટો
Plant Tips : જાણો છોડને ક્યું ખાતર ક્યારે અને કેટલા દિવસમાં આપવું જોઈએ ?

બે પ્રાંતના ગવર્નરનું રાજીનામું

તેમના રાજીનામાની જાહેરાત બાદ કૈસરે PML-Nના અયાઝ સાદિકને ગૃહની કાર્યવાહીની અધ્યક્ષતા કરવા કહ્યું. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ શાહબાઝ શરીફ પાકિસ્તાનના નવા વડાપ્રધાન (Pakistan Prime minister) બની શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શાહબાઝ શરીફ રવિવારે પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે શપથ લઈ શકે છે. દેશમાં રાજકીય ઉથલપાથલ બાદ પાકિસ્તાનના બે પ્રાંતના ગવર્નરોએ પણ રાજીનામું આપી દીધું છે. જે બે પ્રાંતના ગવર્નરોએ રાજીનામું આપ્યું છે તેમાં કેપી અને સિંધ પ્રાંતનો સમાવેશ થાય છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

 

આ પણ વાંચો : શાહબાઝ શરીફ સંભાળી શકે છે પાકિસ્તાનનું સુકાન, સોમવારે લઈ શકે છે પીએમ પદના શપથ

Next Article