AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફની કબૂલાત, “પાકિસ્તાનમાં સેના જ ચલાવે છે સરકાર”

પાકિસ્તાનની સરકાર ને પડદા પાછળથી સેના ચલાવે છે. ખુદ પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે આ કબૂલ્યુ છે. પાકિસ્તાની સેના જ છે જે વિદેશ નીતિથી લઈને રક્ષા નીતિ સહિત પણ નક્કી કરે છે.

પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફની કબૂલાત, પાકિસ્તાનમાં સેના જ ચલાવે છે સરકાર
| Updated on: Nov 02, 2026 | 7:43 PM
Share

પાકિસ્તાનની શહબાઝ શરીફ સરકાર ભલે ખુદને લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી ગણાવતી હોય અને ભારત પર પાયાવિહોણા આરોપ લગાવતી હોય પરંતુ ખુદ પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે કબૂલ્યુ છે કે સેના પ્રશાસનથી લઈને શહબાઝ સરકારની વિદેશ નીતિ સુધી તે ઉંડો પ્રભાવ રાખે છે. ખ્વાજા આસિફનું આ નિવેદન એવા સમયે આવ્યુ છે જ્યારે અસીમ મુનીર સતત પાકિસ્તાનની રાજનીતિ પર પોતાનું નિયંત્રણ વધુ મજબુત કરી રહ્યા છે. અસીમ મુનીરે તેના ઘોર વિરોધી ઈમરાન ખાનને જેલમાં મોકલી દીધા છે અને પાકિસ્તાનને અનેક ટૂકડાઓમાં વહેંચી શરીફ અને ઝરદારીન રાજનીતિને જ ખતમ કરવાના ઈરાદે સાથે આગળ વધી રહ્યા છે.

ફિલ્ડ માર્શનલ અસીમ મુનીરને પાકિસ્તાનનો અસલી શાસક માનવામાં આવે છે. પાકિસ્તાની પત્રકાર હામિદ મીરે તો ત્યાં સુધી કહ્યુ કે અસીમ મુનીરે હવે તાનાશાહીમાં પરવેઝ મુશર્રફને પણ પાછળ રાખી દીધા છે. આ બધા વચ્ચે હવે ખ્વાજા આસિફે પણ કબૂલ્યુ છે કે શહબાઝ સરકારમાં તમામ મોટા નિર્ણયો સેનાની મંજૂરીથી જ લેવામાં આવે છે. તેના આ નિવેદન બાદ પાકિસ્તાનના હાઈબ્રિડ નિઝામની પોલ ફરી એકવાર ખૂલી ગઈ છે. આ પહેલા ઈમરાન ખાન પણ તત્કાલિન સેના પ્રમુખના ઈશારે કામ કરતા હતા અને તેને ગર્વ સાથે હાઈબ્રિડ નિઝામ ગણાવતા હતા.

ડોનાલ્ડ ટ્રમ્પને એકલા મળ્યા મુનીર

પાકિસ્તાનમાં હાઈબ્રિડ નિઝામમાં સિવિલિયન સરકાર અને સેના પ્રમુખ મળીને સરકાર ચલાવે છે. પાકિસ્તાની સેના દરેક મહત્વપૂર્ણ રાષ્ટ્રીય મુદ્દા પર સરકાર પર પોતાના વિચારો થોપે છે. પાકિસ્તાનમાં સુરક્ષા, પડોશી દેશો જેમા ખાસ કરીને ભારત, અફઘાનિસ્તાન, ચીન અને ઈરાન સાથેના સંબંધો અંગેના નિર્ણયો સેના દ્વારા જ લેવામાં આવે છે. વર્ષ 1947 માં પાકિસ્તાન બન્યુ ત્યારથી અનેક લશ્કરી સરમુખત્યારો શાસન કરી ચુક્યા છે. આસિમ મુનીરે પોતે એકલાએ અમેરિકાની મુલાકાતે ગયા હતા અને ટ્રમ્પ સાથે મુલાકાત પણ કર હતી. આ જ દર્શાવે છે કે પાકિસ્તાનમાં સેનાથી ઉપર સરકાર પણ નથી.

ખ્વાજા આસિફે આનો બચાવ કરતા તેને હાઈબ્રિડ સિસ્ટમ ગણાવતા કહ્યુ કે આ હાઈબ્રિડ સિસ્ટમ છે જેને સૈન્યય શાસન ન કહી શકાય. ખ્વાજા આસિફે આ ખૂલાસો ત્યારે કર્યો જ્યારે હાલમાં જ પૂર્વ આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવા નવેમ્બર 2022માં તેનો કાર્યકાળ વધારવા માગતા હતા. ખ્વાજા આસિફે પહેલા પણ ખૂલાસો કર્યો હતો કે જનરલ બાજવાએ ધમકી આપી હતી કે જો તેનો કાર્યકાળ વધારવામાં નહીં આવે તો તેઓ માર્શલ લો લગાવી દેશે. તો તેમના આ દાવાને પંજાબના પૂર્વ સ્પીકર મલિક મોહમ્મદે ફગાવ્યો છે. પાકિસ્તાનના વર્તમાન સેના પ્રમુખ અસીમ મુનીર સતત શહબાઝના નેતૃત્વવાળી સરકાર પર કેટલાક પ્રાંતોનું વિભાજન કરવા માટેનું દબાણ કરી રહ્યા છે. વધુમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે શાહબાઝ શરીફના સ્થાને મોહસિન નક્વીને પાકિસ્તાનના આગામી વડાપ્રધાન તરીકે બેસાડવા માગે છે.

Tips & Tricks: સોનાના આભૂષણોને ઘરે બેઠા જ નવા જેવા ચમકાવો, સોની પાસે જવાની જરૂર નથી- જાણી લો આ આસાન ટિપ્સ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">