પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં મોટો આત્મઘાતી હુમલો, 5 ચીની નાગરિકો સહિત 6ના મોત

|

Mar 26, 2024 | 6:32 PM

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં વિસ્ફોટકોથી ભરેલા વાહને બીજા વાહનને ટક્કર મારી હતી, જે બાદ જોરદાર વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટના કારણે વાહનમાં આગ લાગી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે જે વાહનને નિશાન બનાવવામાં આવ્યું તેમાં ઘણા ચીની નાગરિકો મુસાફરી કરી રહ્યા હતા, જેમાંથી 5 લોકોના મોત થયા છે. તો અન્ય એક નાગરિકનું પણ મોત થયું છે.

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં મોટો આત્મઘાતી હુમલો, 5 ચીની નાગરિકો સહિત 6ના મોત
Pakistan

Follow us on

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં મોટો આત્મઘાતી હુમલો થયો છે. શાંગલા જિલ્લામાં આ હુમલામાં 5 ચીની નાગરિકો સહિત 6 લોકોના મોત થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ આત્મઘાતી હુમલો ચીની નાગરિકોના વાહનોને નિશાન બનાવીને કરવામાં આવ્યો છે. આ આત્મઘાતી હુમલો એવા સમયે થયો છે, જ્યારે થોડા કલાકો પહેલા જ બલૂચિસ્તાન પ્રાંતમાં પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ બેઝ પર આતંકી હુમલો થયો હતો. જેમાં એક જવાનનું મોત થયું હતું. સુરક્ષા દળોએ 4 આતંકીઓને ઠાર કર્યા છે.

મળતી માહિતી મુજબ, ખૈબર પખ્તુનખ્વાના શાંગલાના બિશામમાં વિસ્ફોટકોથી ભરેલા વાહને બીજા વાહનને ટક્કર મારી હતી, જે બાદ જોરદાર વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટના કારણે વાહનમાં આગ લાગી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે જે વાહનને નિશાન બનાવવામાં આવ્યું તેમાં ઘણા ચીની નાગરિકો મુસાફરી કરી રહ્યા હતા, જેમાંથી 5 લોકોના મોત થયા છે. તો અન્ય એક નાગરિકનું પણ મૃત્યુ થયું છે.

પાકિસ્તાનમાં ચીનીઓ પર વધી રહ્યા છે હુમલા

તમને જણાવી દઈએ કે છેલ્લા બે-ત્રણ વર્ષમાં પાકિસ્તાનમાં ચીની નાગરિકો પર હુમલા વધી ગયા છે. અત્યાર સુધીમાં એક ડઝનથી વધુ હુમલા થઈ ચૂક્યા છે. આ હુમલાઓમાં અત્યાર સુધીમાં અનેક ચીની નાગરિકોના મોત થયા છે. મોટાભાગના હુમલા ખૈબર પખ્તુનખ્વા અને બલૂચિસ્તાન વિસ્તારોમાં કરવામાં આવ્યા છે. તાજેતરના હુમલા પર ચીન તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી. અત્યાર સુધી કોઈએ હુમલાની જવાબદારી લીધી નથી.

પેટની સમસ્યા હોય કે ગરમીમાં રાહત મેળવી હોય,આહારમાં સામેલ કરો આ એક શાકભાજી
જાણો કોણ છે સંજીવ ગોયન્કા જે કે.એલ રાહુલ પર ગુસ્સે થયા
મિનિટોમાં કિંમત ડબલ, 78 થી 155 રૂપિયા સુધી પહોંચી ગયો આ શેર, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-05-2024
ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા, જાણો કારણ
Health: સમોસા ખાવાના 7 નુકસાન

હુમલાખોરો માચ જેલમાં પ્રવેશવા માંગતા હતા

બીજી તરફ બલૂચિસ્તાનમાં થયેલા હુમલાની વાત કરીએ તો આ વર્ષનો ત્રીજો મોટો હુમલો હતો. BLAએ હુમલાની જવાબદારી લીધી છે. અગાઉના બંને હુમલાઓને પણ સુરક્ષા દળોએ નિષ્ફળ બનાવ્યા હતા. વર્ષની શરૂઆતમાં માચ શહેરમાં સુરક્ષા દળો પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં 10 લોકો માર્યા ગયા હતા. હુમલાખોરોએ જેલમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો, જેને સુરક્ષા દળોએ નિષ્ફળ બનાવ્યો હતો.

આ પણ વાંચો પાકિસ્તાનના બીજા સૌથી મોટા નૌસેના એરબેઝ પર આતંકી હુમલો, ચાર આતંકીઓ માર્યા ગયા

Next Article