Breaking News: અર્થતંત્રની જેમ પાકિસ્તાનની જેલની દિવાલ પડી, , 200 થી વધુ કેદી મોકો જોઈને થયા ફરાર
કરાચીમાં આવેલા ભૂકંપ પછી, માલીર જેલની દિવાલોમાં તિરાડો પડી ગઈ હતી જેના કારણે ઘણા કેદીઓ ભાગી ગયા હતા. સિંધના જેલ મંત્રીએ આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. પરંતુ આ ઘટનામાં, કેદીઓને આ દુર્ઘટનામાં પણ તક મળી છે.

ભૂકંપ લોકો માટે આફત લાવે છે, જેમાં ઘણા ઘર તૂટી પડે છે અને શહેરના માળખાગત સુવિધાઓને મોટું નુકસાન થાય છે. પરંતુ પાકિસ્તાનના કરાચીમાં આવેલા ભૂકંપે કરાચી જેલમાં બંધ કેટલાક કેદીઓ માટે તકો ઉભી કરી હોય એમ લાગી રહ્યું છે . અધિકારીઓના જણાવ્યા અનુસાર, કરાચીમાં આવેલા ભૂકંપ દરમિયાન માલીર જેલની દિવાલો ભુકંપને કારણે પડી ગઈ હતી, જેના કારણે ઘણા કેદીઓ ફરાર થઈ ગયા હતા.
કરાચીના DIG મોહમ્મદ હસન સેહતોએ જણાવ્યું હતું કે ભૂકંપને કારણે ઘણા કેદીઓ તેમના બેરેકમાંથી બહાર આવ્યા, જેલનો દરવાજો તોડી નાખ્યો અને જેલ સ્ટાફ પર હુમલો કર્યો. ઘણા અહેવાલો અનુસાર, કેદીઓએ જેલ અધિકારીઓ પાસેથી હથિયારો છીનવી લીધા હતા, ત્યારબાદ પોલીસ અને કેદીઓ વચ્ચે ગોળીબાર થયો હતો અને ઘણા કેદીઓ જેલમાંથી ભાગી ગયા હતા. જેલ સુપરિન્ટેન્ડેન્ટ અરશદ હુસૈને પુષ્ટિ આપી હતી કે ગોળીબાર દરમિયાન એક કેદી ઘાયલ થયો હતો.
પોલીસ ભાગી ગયેલા કેદીઓની શોધ કરી રહી છે
કરાચીની લાંધી જેલમાંથી ભાગી ગયેલા કેદીઓની શોધ માટે પોલીસે સમગ્ર વિસ્તારમાં ચેકપોઇન્ટ ગોઠવી છે અને શોધખોળ ચાલુ છે. પોલીસે કઝાફી ટાઉન, શાહ લતીફ અને ભૈંસ કોલોની સહિતના વિસ્તારોમાંથી 20 થી વધુ ભાગી ગયેલા કેદીઓને ફરીથી ધરપકડ કરી છે. જેલની બહાર રેન્જર્સ તૈનાત કરવામાં આવ્યા છે અને આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચાલુ છે.
કરાચીમાં ભૂકંપના આંચકા
આ ઘટના કરાચીમાં 24 કલાકમાં દસમા ભૂકંપ સાથે બની હતી, જેની તીવ્રતા 2.4 હતી, જે રાત્રે 11:16 વાગ્યે લાંધી, શેરપાઓ અને કાયદાબાદ જેવા વિસ્તારોમાં નોંધાઈ હતી. હવામાન વિભાગે જણાવ્યું હતું કે કીર્થર ફોલ્ટ લાઇનની નજીક હોવાથી આ વિસ્તારમાં નાના ભૂકંપ સામાન્ય છે.
સિંધના જેલ મંત્રી અલી હસન ઝરદારીએ આ ઘટનાની નોંધ લીધી છે અને જેલ ઇન્સ્પેક્ટર જનરલ અને ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ પાસેથી રિપોર્ટ માંગ્યો છે. તેમણે વિસ્તારને ઘેરી લેવાનો આદેશ આપ્યો છે અને ભાર મૂક્યો છે કે જે પણ કેદી ભાગી જાય છે તેને પકડી લેવામાં આવે. તપાસમાં ખબર પડશે કે આ સમગ્ર મામલામાં કોઈ અધિકારીએ બેદરકારી દાખવી હતી કે નહીં.
પાકિસ્તાનને લગતા નાના-મોટા તમામ મહત્વના સમાચાર જાણવા માટે આપ અમારા પાકિસ્તાનના ટોપિક પર ક્લિક કરો.