પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન ફરી રાજકારણમાં પ્રવેશવા જઈ રહ્યા છે. ઈમરાન ખાને તેમના વતન મિયાંવાલીમાં નેશનલ એસેમ્બલી સીટ પરથી ઉમેદવારી નોંધાવી છે. તેઓ આ બેઠક પરથી ચૂંટણી લડશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને 2024ની સામાન્ય ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભર્યું છે.
ઈમરાન ખાને આ નિર્ણય પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલતે દેશના ગુપ્ત દસ્તાવેજો લીક કરવાના કેસમાં ઈમરાન ખાનને જામીન આપ્યા બાદ લીધો છે, જો કે તે સ્પષ્ટ નથી થયું કે ભ્રષ્ટાચારના આરોપમાં ત્રણ વર્ષની સજા ભોગવી રહ્યા હતા તો પછી કેવી રીતે જામીન આપવામાં આવ્યા? ઈમરાન ખાન એપ્રિલ 2022માં વડાપ્રધાન પદ પરથી હટ્યા બાદથી અનેક રાજકીય અને કાનૂની લડાઈમાં ફસાઈ ગયા છે.
કોર્ટના આદેશમાં કહેવામાં આવ્યું છે કે ચૂંટણીના સમયગાળા દરમિયાન ઈમરાન ખાન જામીન પર છૂટવાથી સામાન્ય ચૂંટણીઓ સુનિશ્ચિત થશે અને આ રીતે લોકોને અસરકારક અને અર્થપૂર્ણ રીતે તેમની ઈચ્છા વ્યક્ત કરવાના તેમના અધિકારનો ઉપયોગ કરવામાં સક્ષમ બનાવશે.
તહરીક-એ-ઈન્સાફ (PTI)ના 71 વર્ષીય સ્થાપક ખાનને આ વર્ષે 5 ઓગસ્ટના રોજ તોશાખાના ભ્રષ્ટાચાર કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. જેમાં તેમને પાંચ વર્ષ સુધી કોઈપણ ચૂંટણી લડવા માટે અયોગ્ય જાહેર કરવામાં આવ્યા હતા. ઈમરાન ખાને ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી, જેને કોર્ટે ફગાવી દીધી હતી. ત્યાર બાદ સુપ્રીમ કોર્ટે તેમની જામીન અરજી મંજૂર કરી હતી.
આ પણ વાંચો પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન જેલમાંથી આવશે બાહર ? સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન
ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ખાનને સર્વોચ્ચ અદાલતમાંથી જામીન મળી ગયા હતા, પરંતુ અન્ય બે કેસમાં ધરપકડ થવાને કારણે તે જેલમાં છે. શુક્રવારે, પીટીઆઈ નેતા ઓમર બોડલા ભૂતપૂર્વ વડાપ્રધાન વતી હાજર થયા હતા અને નેશનલ એસેમ્બલીના NA-89 મતવિસ્તાર માટે ખાનના નામાંકન પત્રો સબમિટ કર્યા હતા. પાકિસ્તાનના ચૂંટણી પંચ (ECP) દ્વારા જાહેર કરાયેલ સંશોધિત ચૂંટણી સમયપત્રક અનુસાર, સંભવિત ઉમેદવારો રવિવાર સુધી તેમના નામાંકન પત્રો સબમિટ કરી શકે છે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો