પાકિસ્તાન પર આભ ફાટ્યું! UAE એ ગળું દબાવ્યું: ‘અત્યારે જ પાછા આપો 18,600 કરોડ’, શાહબાઝ સરકારના ઉડ્યા હોશ

મિત્ર દેશે જ મુક્યા મુશ્કેલીમાં! પશ્ચિમ એશિયાના યુદ્ધના માહોલ વચ્ચે UAE એ પાકિસ્તાન પાસે પોતાના 2 અબજ ડોલરની તાત્કાલિક ઉઘરાણી કરી છે. રોલઓવર કરવાની ના પાડતા હવે પાકિસ્તાનની તિજોરી ખાલી થવાના આરે છે. જાણો શું છે આ આખું 'ડિફોલ્ટ' કનેક્શન.

પાકિસ્તાન પર આભ ફાટ્યું! UAE એ ગળું દબાવ્યું: અત્યારે જ પાછા આપો 18,600 કરોડ, શાહબાઝ સરકારના ઉડ્યા હોશ
Image Credit source: AI
| Updated on: Apr 04, 2026 | 6:48 PM

પશ્ચિમ એશિયામાં વધી રહેલા યુદ્ધના તણાવ વચ્ચે પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને અત્યાર સુધીનો સૌથી મોટો ફટકો પડ્યો છે. જે સંયુક્ત આરબ અમીરાત (UAE) અત્યાર સુધી પાકિસ્તાનનું પાલનહાર ગણાતું હતું, તેણે જ હવે પોતાનો હાથ ખેંચી લીધો છે. UAE એ પાકિસ્તાનને આપેલું 2 અબજ ડોલર (આશરે 18,600 કરોડ રૂપિયા) નું દેવું તાત્કાલિક પાછું માંગ્યું છે.

શા માટે UAE એ લીધો આ કડક નિર્ણય?

સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ અને પ્રાદેશિક અસ્થિરતાને જોતા UAE એ પોતાના ફંડને સુરક્ષિત કરવાનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી UAE આ દેવાની મુદ્દત દર વર્ષે વધારી દેતું હતું, પરંતુ આ વખતે 17 એપ્રિલે મુદ્દત પૂરી થતા જ પૈસા પાછા માંગી લીધા છે.

પાકિસ્તાની તિજોરી પર પડશે પહાડ જેવું દબાણ:

પાકિસ્તાન પાસે હાલમાં 21 અબજ ડોલરનો વિદેશી મુદ્રા ભંડાર છે, જેમાંથી આ રકમ ચૂકવવી પડશે. આટલી મોટી રકમ અચાનક બહાર જવાથી સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન પર ભારે દબાણ આવશે. પાકિસ્તાન આ દેવા પર 6 ટકા જેટલું જંગી વ્યાજ પણ ચૂકવી રહ્યું હતું.

હવે ચીન અને સાઉદી પર લટકતી તલવાર:

પાકિસ્તાનનું અર્થતંત્ર મિત્ર દેશોના ‘રોલઓવર’ (દેવું પાછું ખેંચવાને બદલે મુદ્દત વધારવી) પર જ ટકી રહ્યું છે.

  • સાઉદી અરેબિયા: 5 અબજ ડોલર
  • ચીન: 4 અબજ ડોલર
  • UAE: 3 અબજ ડોલર (જેમાંથી 2 અબજ અત્યારે પાછા માંગ્યા છે)

શું પાકિસ્તાન ડિફોલ્ટ થશે?

બજારના નિષ્ણાતોને ડર છે કે જો UAE જેવો ખાસ મિત્ર દેશ પૈસા પાછા માંગે, તો ચીન અને સાઉદી અરેબિયા પણ પોતાની શરતો કડક કરી શકે છે. હવે પાકિસ્તાન પાસે IMF (આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ) પાસે હાથ ફેલાવવા સિવાય બીજો કોઈ રસ્તો બચ્યો નથી. જો IMF મદદ નહીં કરે, તો પાકિસ્તાન આર્થિક રીતે સંપૂર્ણ બરબાદ થઈ શકે છે.

Breaking News: ભારતની તિજોરીમાં મોટું ‘ગાબડું’: માત્ર એક મહિનામાં 40 અબજ ડોલર સ્વાહા! જાણો કેમ ખાલી થઈ રહ્યો છે વિદેશી મુદ્રા ભંડાર?

Follow Us