Khyber Pakhtunkhwa : 30 જુલાઈની મોડી સાંજે પાકિસ્તાનથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા હતા. પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વામાં રવિવારે સાંજે JUI-F પાર્ટીના કાર્યકર્તાનું સમ્મેલન યોજાયુ હતુ. આ સમ્મેલનમાં બ્લાસ્ટ (Blast) થતા 100થી વધુ લોકો ઘાયલ થયા છે અને 50થી વધુ લોકોના મોત થયા છે. બાઝૌર વિસ્તારમાં થયેલા આ બ્લાસ્ટ સમય અફરાતફરીનો માહોલ હતો. આજે આ બ્લાસ્ટ અંગેની ચોંકાવનારી હકીકત સામે આવી છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, હમણા સુધી કોઈપણ સંગઠને આ બ્લાસ્ટની જવાબદારી લીધી નથી. સોશિયલ મીડિયા પર આ બ્લાસ્ટ સમયના ફોટો અને વીડિયો સતત વાયરલ થઈ રહ્યા છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે બ્લાસ્ટ સમયે 500થી વધારે લોકો હાજર હતા. પાકિસ્તાનમાં ચૂંટણીનો માહોલ જામ્યો હોવાથી અલગ અલગ પાર્ટીઓ પોતાના સંગઠનને મજબૂત બનાવવા માટે આવા સંમેલન કરી રહ્યા છે.
આ પણ વાંચો : Pakistan Bomb Blast: વિસ્ફોટ, ચીસો અને મૃતદેહો… જુઓ પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલાનો ભયાનક Video
An0ther footage of the d£adly bomb blast in Bajaur #Pakistan https://t.co/17IpP2SlPf pic.twitter.com/LAaDxykO5q
— Bharat Ojha🗨 (@Bharatojha03) July 30, 2023
#Bajur Blast in Pakistan caught on Mobile Cam – Moment they started their chant…. Next moment pic.twitter.com/qjtggryGdp
— Mihir Jha (@MihirkJha) July 30, 2023
43 dead, more than 150 Injured due to an explosion during a party convention of JUIF in Bajaur, Khyber Pakhtunkhwa, Pakistan #Pakistan #blast #khyberpakhtunkhwa #JUIF pic.twitter.com/B8m597J7Cz
— pratiksha singh (@uneditedgenius) July 30, 2023
આ પણ વાંચો : Breaking News: પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં જમિયતની બેઠકમાં બોમ્બ બ્લાસ્ટ, 5ના મોત, 35થી વધુ ઘાયલ
ખૈબર પખ્તૂનખ્વાની પોલિસે પોતાના નિવેદનમાં જણાવ્યું કે, આત્મઘાતી વિસ્ફોટ કરનાર હુમલાખોર કાર્યકર્તાના વેશમાં મિટિંગમાં ઘૂસ્યો હતો. સંમેલનમાં એક નેતા મંચ પર ઊભા રહીને ભાષણ આપી રહ્યા હતા. તે જ સમયે સ્ટેજ પાસે બ્લાસ્ટ થયો, જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મીડિયા રિપોર્ટસ અનુસાર, આ ઘટના પાછળ ISISનો હાથ હોઈ શકે છે, જોકે આ વાતની હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી.
આ પણ વાંચો : શું યુક્રેનમાં શાંતિ પુનઃસ્થાપિત થશે ? સાઉદી અરેબિયાએ બોલાવી બેઠક, ભારતને પણ આમંત્રણ આપ્યું
બ્લાસ્ટમાં ઈજાગ્રસ્ત થનાર 24 વર્ષીય સબીબુલ્લાહે જણાવ્યું કે બ્લાસ્ટ બાદ બધા લોકો જમીન પર પડી ગયા, લોકો ગંભીર રીતે ઘાયલ થયા. માનવ અંગો બધે વિખરાયેલા હતા, આ દ્રશ્ય ભયાનક હતુ. બ્લાસ્ટ બાદ સ્થાનીક લોકો તરત મદદ માટે દોડી આવ્યા હતા.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો