AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan Blast: હુમલાખોર જેયુઆઈ-એફના કાર્યકર તરીકે આવ્યો હતો, માનવ અંગો બધે વિખરાયેલા હતા, જાણો 50થી વધારે લોકોની જીવ લેનાર બ્લાસ્ટની ભયાનક વાર્તા

Pakistan Blast New :સમ્મેલનમાં બ્લાસ્ટ (Blast) થતા 100થી વધુ લોકો ઘાયલ થયા છે અને 50થી વધુ લોકોના મોત થયા છે. બાઝૌર વિસ્તારમાં થયેલા આ બ્લાસ્ટ સમય અફરાતફરીનો માહોલ હતો. આજે આ બ્લાસ્ટ અંગેની ચોંકાવનારી હકીકત સામે આવી છે.

Pakistan Blast: હુમલાખોર જેયુઆઈ-એફના કાર્યકર તરીકે આવ્યો હતો, માનવ અંગો બધે વિખરાયેલા હતા, જાણો 50થી વધારે લોકોની જીવ લેનાર બ્લાસ્ટની ભયાનક વાર્તા
Pakistan blastImage Credit source: Google
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2023 | 9:00 AM
Share

Khyber Pakhtunkhwa : 30 જુલાઈની મોડી સાંજે પાકિસ્તાનથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા હતા. પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વામાં રવિવારે સાંજે JUI-F પાર્ટીના કાર્યકર્તાનું સમ્મેલન યોજાયુ હતુ. આ સમ્મેલનમાં બ્લાસ્ટ (Blast) થતા 100થી વધુ લોકો ઘાયલ થયા છે અને 50થી વધુ લોકોના મોત થયા છે. બાઝૌર વિસ્તારમાં થયેલા આ બ્લાસ્ટ સમય અફરાતફરીનો માહોલ હતો. આજે આ બ્લાસ્ટ અંગેની ચોંકાવનારી હકીકત સામે આવી છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, હમણા સુધી કોઈપણ સંગઠને આ બ્લાસ્ટની જવાબદારી લીધી નથી. સોશિયલ મીડિયા પર આ બ્લાસ્ટ સમયના ફોટો અને વીડિયો સતત વાયરલ થઈ રહ્યા છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે બ્લાસ્ટ સમયે 500થી વધારે લોકો હાજર હતા. પાકિસ્તાનમાં ચૂંટણીનો માહોલ જામ્યો હોવાથી અલગ અલગ પાર્ટીઓ પોતાના સંગઠનને મજબૂત બનાવવા માટે આવા સંમેલન કરી રહ્યા છે.

આ પણ વાંચો : Pakistan Bomb Blast: વિસ્ફોટ, ચીસો અને મૃતદેહો… જુઓ પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલાનો ભયાનક Video

પાકિસ્તાનમાં થયેલા બ્લાસ્ટનો વીડિયો

આ પણ વાંચો : Breaking News: પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં જમિયતની બેઠકમાં બોમ્બ બ્લાસ્ટ, 5ના મોત, 35થી વધુ ઘાયલ

ખૈબર પખ્તૂનખ્વાની પોલિસે પોતાના નિવેદનમાં જણાવ્યું કે, આત્મઘાતી વિસ્ફોટ કરનાર હુમલાખોર કાર્યકર્તાના વેશમાં મિટિંગમાં ઘૂસ્યો હતો. સંમેલનમાં એક નેતા મંચ પર ઊભા રહીને ભાષણ આપી રહ્યા હતા. તે જ સમયે સ્ટેજ પાસે બ્લાસ્ટ થયો, જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મીડિયા રિપોર્ટસ અનુસાર, આ ઘટના પાછળ ISISનો હાથ હોઈ શકે છે, જોકે આ વાતની હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી.

આ પણ વાંચો : શું યુક્રેનમાં શાંતિ પુનઃસ્થાપિત થશે ? સાઉદી અરેબિયાએ બોલાવી બેઠક, ભારતને પણ આમંત્રણ આપ્યું

બ્લાસ્ટમાં ઈજાગ્રસ્ત થનાર 24 વર્ષીય સબીબુલ્લાહે જણાવ્યું કે બ્લાસ્ટ બાદ બધા લોકો જમીન પર પડી ગયા, લોકો ગંભીર રીતે ઘાયલ થયા. માનવ અંગો બધે વિખરાયેલા હતા, આ દ્રશ્ય ભયાનક હતુ. બ્લાસ્ટ બાદ સ્થાનીક લોકો તરત મદદ માટે દોડી આવ્યા હતા.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
અટકેલા પ્રોજેક્ટ્સને કારણે નવસારીના વિકાસ પર પ્રશ્નાર્થ
અટકેલા પ્રોજેક્ટ્સને કારણે નવસારીના વિકાસ પર પ્રશ્નાર્થ
અરવલ્લીમાં ઠાકોર યુવાનો દ્વારા OBC અનામત વર્ગીકરણની માંગ
અરવલ્લીમાં ઠાકોર યુવાનો દ્વારા OBC અનામત વર્ગીકરણની માંગ
મહેસાણાના વિસનગરમાં ચંદનના 14 વૃક્ષોની ચોરી ! Video
મહેસાણાના વિસનગરમાં ચંદનના 14 વૃક્ષોની ચોરી ! Video
મહેસાણામાં ST બસના ડ્રાઇવરે નશાની હાલતમાં ચલાવી બસ ! Video
મહેસાણામાં ST બસના ડ્રાઇવરે નશાની હાલતમાં ચલાવી બસ ! Video
Breaking News : અમદાવાદમાં મકાનમાં ધમધમતી ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ
Breaking News : અમદાવાદમાં મકાનમાં ધમધમતી ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ
વડોદરા દારૂકાંડમાં ખળભળાટ, બાપોદના PI-PSI સસ્પેન્ડ ! Video
વડોદરા દારૂકાંડમાં ખળભળાટ, બાપોદના PI-PSI સસ્પેન્ડ ! Video
વનવિભાગનાં કર્મીઓનો સિંહની પજવણી કરતા હોવાનો વીડિયો વાયરલ થયો
વનવિભાગનાં કર્મીઓનો સિંહની પજવણી કરતા હોવાનો વીડિયો વાયરલ થયો
સંત જલારામ બાપાની 227મી જન્મજયંતિ: વીરપુરમાં ભવ્ય ઉજવણીની તૈયારીઓ
સંત જલારામ બાપાની 227મી જન્મજયંતિ: વીરપુરમાં ભવ્ય ઉજવણીની તૈયારીઓ
ઠાકોર સમાજના સ્નેહ મિલનમાં ગેનીબેને આગેવાનોને એક થવા કરી હાકલ
ઠાકોર સમાજના સ્નેહ મિલનમાં ગેનીબેને આગેવાનોને એક થવા કરી હાકલ
ભાવનગરમાં APMCના નામે બનાવટી ખાતા બનાવી ₹2 કરોડનું કૌભાંડ આચરાયુ
ભાવનગરમાં APMCના નામે બનાવટી ખાતા બનાવી ₹2 કરોડનું કૌભાંડ આચરાયુ
g clip-path="url(#clip0_868_265)">