પાકિસ્તાનની નાપાક હરકત: અફઘાનિસ્તાનના ખોસ્ત-કુનાર પ્રાંતમાં પાકિસ્તાનની એરસ્ટ્રાઈક, 30થી વધુ લોકોના મોત

|

Apr 17, 2022 | 9:05 AM

Pakistan Airstrikes: પાકિસ્તાની અહેવાલ મુજબ ખોસ્ત અને કુનાર પ્રાંતમાં સ્થિત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) અને પશ્તુન ઇસ્લામિક આતંકવાદી જૂથોને નિશાન બનાવવામાં આવ્યા છે.

પાકિસ્તાનની નાપાક હરકત: અફઘાનિસ્તાનના ખોસ્ત-કુનાર પ્રાંતમાં પાકિસ્તાનની એરસ્ટ્રાઈક, 30થી વધુ લોકોના મોત
Pakistan Airstrikes

Follow us on

પાકિસ્તાને (Pakistan)અફઘાનિસ્તાનના (Afghanistan) ખોસ્ત અને કુનાર પ્રાંતમાં હવાઈ હુમલા કર્યા (Pakistan Airstrikes) છે. આ હુમલામાં 30થી વધુ લોકોના મોત થયા છે. મૃતકોમાં ચાર બાળકો અને એક મહિલાનો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, અફઘાનિસ્તાનના ખોસ્ત અને કુનાર પ્રાંતના  (Kunar) સ્થાનિક અધિકારીઓએ હુમલાની પુષ્ટિ કરી છે. ખોસ્ત પ્રાંતના અધિકારીઓએ જણાવ્યું હતું કે પાકિસ્તાની વિમાનોએ શુક્રવારે રાત્રે પ્રાંતના પેસા મિલા અને મીર સફર વિસ્તારોમાં બોમ્બમારો કર્યો હતો. બીજી તરફ પ્રાંતના સ્થાનિક રહેવાસીઓનુ માનીએ તો ખોસ્ત પ્રાંતના સ્પેરા જિલ્લામાં પણ હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં બે પરિવારના 33 સભ્યો માર્યા ગયા હતા.

નહીં સુધરે પાકિસ્તાન..!

કુનાર પ્રાંતના શાલ્ટન જિલ્લાના સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં (Airstrikes) પાંચ બાળકો અને એક મહિલાનુ મોત થયુ છે. તમને જણાવી દઈએ કે, પાકિસ્તાનની સરકાર કે અફઘાનિસ્તાનમાં તાલિબાનની આગેવાનીવાળી સરકારે બોમ્બ ધડાકા અંગે કોઈ નિવેદન આપ્યું નથી. પરંતુ પાકિસ્તાની મીડિયાએ કહ્યું છે કે આ પ્રાંતોમાં હાજર તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) અને પશ્તુન ઇસ્લામિક આતંકવાદી જૂથોને નિશાન બનાવવામાં આવ્યા છે. TTP પશ્તુન ઇસ્લામી આતંકવાદી જૂથોનું એક જૂથ છે. આ આતંકવાદી જૂથ પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ આદિવાસી વિસ્તાર ઉત્તર વઝીરિસ્તાનમાં સક્રિય છે. ઉલ્લેખનીય છે કે, ટીટીપી અને પાકિસ્તાન આર્મી વચ્ચે 2007થી અથડામણ ચાલી રહી છે.

પાકિસ્તાને અફઘાનિસ્તાનના પ્રભારી રાજદૂતને બોલાવ્યા

અફઘાનિસ્તાનના નિમરોઝ પ્રાંતના સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું હતું કે પાકિસ્તાની સુરક્ષા દળોએ અફઘાન ડ્રાઇવરો પર ગોળીબાર કર્યો હતો. જેમાં એક ડ્રાઇવરનું મોત થયું હતું. બીજી તરફ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ગુરુવારે ઈસ્લામાબાદમાં અફઘાનિસ્તાનના પ્રભારી રાજદૂતને બોલાવીને સીમાપારથી થયેલા હુમલાનો વિરોધ નોંધાવ્યો હતો. અફઘાન સીમા સુરક્ષા દળો દ્વારા ઉશ્કેરણી વધારવા પર ગંભીર વાંધો વ્યક્ત કરતા, વિદેશ કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પાકિસ્તાન સીમા પાર ગોળીબારની આવી ઘટનાઓની સખત નિંદા કરે છે. તેમજ જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગણી કરી છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

ઉત્તર વઝીરિસ્તાનમાં આઠ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા

પાકિસ્તાને અફઘાનિસ્તાનના પ્રભારી રાજદૂતને સરહદી વિસ્તારોમાં સુરક્ષા પગલાં વધારવા માટે જણાવ્યુ હતુ. તેમજ આવી ઘટનાઓ ટાળવા માટે દ્વિપક્ષીય સંપર્કોને વધુ અસરકારક બનાવવા જોર આપ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના ઉત્તર વજીરિસ્તાનમાં થયેલા બે આતંકી હુમલામાં ઓછામાં ઓછા આઠ જવાનો શહીદ થયા હતા.

 

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : ઈમરાનના ધારાસભ્યોનો ‘આતંક’, પંજાબ વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર મજારી પર ફેંકાયા ‘લોટા’, પછી વાળ ખેંચીને થઈ મારામારી, જુઓ વીડિયો

આ પણ વાંચો : યુક્રેનનો મોટો દાવો : નબળુ પડી રહ્યું છે રશિયા ! યુદ્ધમાં 20 હજાર રશિયન સૈનિકો માર્યા ગયા, 146 હેલિકોપ્ટર નાશ પામ્યા

Next Article