જમ્મૂ-કાશ્મીરમાં ભારતીય વાયુસીમામાં ઘૂસેલા પાકિસ્તાની વિમાનને ભારતે તોડી પાડ્યું

|

Feb 27, 2019 | 6:59 AM

જમ્મૂ-કાશ્મીરમાં ભારતીય વાયુસીમામાં ઘૂસેલા પાકિસ્તાની વિમાનને ભારતે તોડી પાડ્યું છે. મળતા સમાચારો પ્રમાણે, તોડી પડાયેલું પાકિસ્તાની વાયુ સેનાનું વિમાન F-16 છે.  ભારતીય સીમાની 3 કિલોમીટર અંદર આવેલા પાકિસ્તાની વિમાનને તોડી પડાયું. નૌશેરાના લામ વેલી નજીક આ ઘટના થઈ છે. Parachute seen as Pakistan Air Force's F-16 was going down, condition of the pilot is unknown#TV9News […]

જમ્મૂ-કાશ્મીરમાં ભારતીય વાયુસીમામાં ઘૂસેલા પાકિસ્તાની વિમાનને ભારતે તોડી પાડ્યું

Follow us on

જમ્મૂ-કાશ્મીરમાં ભારતીય વાયુસીમામાં ઘૂસેલા પાકિસ્તાની વિમાનને ભારતે તોડી પાડ્યું છે. મળતા સમાચારો પ્રમાણે, તોડી પડાયેલું પાકિસ્તાની વાયુ સેનાનું વિમાન F-16 છે. 

ભારતીય સીમાની 3 કિલોમીટર અંદર આવેલા પાકિસ્તાની વિમાનને તોડી પડાયું. નૌશેરાના લામ વેલી નજીક આ ઘટના થઈ છે.

પાકિસ્તાનના બાલાકોટમાં એરફોર્સના હુમલા બાદ ભારતીય સેના હાઈ એલર્ટ પર છે. ત્યારે હવે ડઘાઈ ગયેલી પાકિસ્તાની સેનાએ પહેલા તો એલઓસીની નજીક આવેલા ઘરોમાં રહેતા લોકોને કવચ બનાવીને સરહદ પણ ગોળીઓ ચલાવી. જેનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો.

જોકે જ્યાં એકબાજુ ભારતીય સેના હાઈ એલર્ટ પર છે ત્યાં ફરી એક વાર પાકિસ્તાની સેનાએ ભારત પર હુમલો કરવાનો એક નિષ્ફળ પ્રયાસ કર્યો છે.

સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ પાકિસ્તાનના લડાયક વિમાનો ભારતીય હવાઈ સીમામાં પ્રવેશ કર્યો પરંતુ ભારતીય સેનાની તાત્કાલિક કાર્યવાહીથી પીઓકે બાજુ આ વિમાનો પરત ફર્યા.

જમ્મૂ કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાની એરફોર્સના વિમાનો ભારતીય સીમામાં ઘૂસ્યા. પરંતુ ભારતીય સેનાએ તેને ખદેડી મૂક્યા. જોકે એવી પણ માહિતી મળી રહી છે કે પૂંછ અને રાજૌરીમાં બૉમ્બ પણ ફેંક્યા છે. જોકે ભારતને કોઈ નુક્સાન થયું હોય તેવા કોઈ સમાચાર નથી.

તો જમ્મૂ-કાશ્મીરના બડગામમાં ભારતીય વાયુ સેનાનું મિગ ફાઈટર પ્લેન ક્રેશ થયું હોવાના સમાચાર પણ આવ્યા છે.ઘટનાસ્થળેથી 2 મૃતદેહો પણ મળ્યા છે.

જમ્મૂ કાશ્મીરના એરપોર્ટ્સ પણ હાલ હાઈ એલર્ટ પર છે. વિમાન સેવાઓને તાત્કાલિક અસરથી બંધ કરી દેવાઈ છે. સુરક્ષાના પગલે હવાઈ સેવાને બંધ કરી દેવાઈ છે.

Next Article