પહેલગામ આતંકી હુમલાના પડઘા જર્મનીના Stuttgartમાં પણ પડ્યાં, હનુમાન ચાલીસા સાથે ભારતીયોએ યોજી કૂચ, જુઓ વીડિયો

પહેલગામના બૈસરનમાં ગત 22મી એપ્રિલના રોજ હિન્દુ પ્રવાસીઓને અલગ કરીને આતંકવાદીએ કરેલ હત્યાનો વિરોધ, જર્મનીમાં પણ ભારતીય સમુદાય કર્યો હતો. સ્ટુટગાર્ટમાં કૂચ દરમિયાન, અહીં હાજર અનેક ભારતીયઓએ હનુમાન ચાલીસા વાંચીને એકતા દર્શાવી હતી. સ્ટુટગાર્ટ પહેલા, ભારતીય સમુદાયે જર્મનીના બર્લિનમાં પણ આવી જ એક વિશાળ માર્ચપાસ્ટ યોજી હતી, જેમાં પણ મોટી સંખ્યામાં ભારતીયોએ ભાગ લીધો હતો.

પહેલગામ આતંકી હુમલાના પડઘા જર્મનીના Stuttgartમાં પણ પડ્યાં, હનુમાન ચાલીસા સાથે ભારતીયોએ યોજી કૂચ, જુઓ વીડિયો
| Edited By: | Updated on: May 05, 2025 | 3:58 PM

એપ્રિલ મહિનાની 22મી તારિખે જમ્મુ અને કાશ્મીરના પહંલગામના બૈસરનમાં, આતંકવાદીએ દેશભરમાંથી આવેલા પ્રવાસીઓમાં હિન્દુ પ્રવાસીઓને અલગ કરીને તેમના પર બર્બરતાપૂર્વક હુમલો કર્યો હતો. આતંકવાદીઓના હિન્દુ ટાર્ગેટ કિંલિગ સ્વરૂપના ક્રૂર હુમલાની વિશ્વભરમાં આકરી નિંદા કરવામાં આવી રહી છે. આતંકી હુમલાનો વિરોધ કરવા અને હુમલાનો ભોગ બનેલા પીડિતો પ્રત્યે એકતા દર્શાવવા માટે વિશ્વભરના ઘણા શહેરોમાં ભારતીયો દ્વારા કૂચ યોજવામાં આવી રહી છે. રવિવારે જર્મનીના સ્ટુટગાર્ટમાં પણ આવી જ એક માર્ચ કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભારતીયોએ ભાગ લીધો હતો.

ભારતીય પરિવાર BW ના બેનર હેઠળ ભારતીય ડાયસ્પોરાએ ગઈકાલ રવિવારે, પહલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા 26 નિર્દોષ લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે સ્ટુટગાર્ટના સ્ક્લોસપ્લાટ્ઝ ખાતે શાંતિપૂર્ણ કૂચ યોજી હતી.

કૂચ પહેલા કપાળે કર્યું તિલક

સ્થાનિક સમય મુજબ સાંજે 5 વાગ્યે કૂચ શરૂ થઈ હતી, જેમાં ભારતીય સમુદાયના લોકોએ હાથમાં ત્રિરંગો લઈને ભાગ લીધો હતો. કૂચ કાઢતા પહેલા લોકોએ કપાળ પર તિલક લગાવ્યું હતું. આ ઔપચારિક સ્વાગત માટે નહીં, પરંતુ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા અને સાંસ્કૃતિક એકતા દર્શાવવા, સૌ ભારતીયો એક હોવાના પ્રતિક સ્વરૂપ માટે કરવામાં આવ્યું હતું.

જર્મનીની શેરીઓમાં યોજાયેલ કૂચ દરમિયાન, ભારતીયોએ હિન્દી અને અંગ્રેજી બંને ભાષાઓમાં સૂત્રો લખીને વિચારો પણ વ્યક્ત કર્યા, ત્યારબાદ શાંતિ પાઠ અને આતંકી હુમલાના પીડિતોની યાદમાં બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું. આ દરમિયાન હનુમાન ચાલીસાનું સામુહિક પઠન પણ કરવામાં આવ્યું. હનુમાન ચાલીસાના સામૂહિક વાંચનમાં ઉપસ્થિત બધા ભારતીયોએ ભાગ લીધો હતો. આ સામૂહિક પઠનથી આધ્યાત્મિક શક્તિનો સંચાર થવા સાથે તમામ લોકોમાં હિંમત, શ્રદ્ધા અને એકતા માટે પણ હાકલ કરવામાં આવી.

‘Hindu Lives Matter’ દ્વારા અપાયો સંદેશ

ત્યારબાદ હાજર લોકોએ એક સ્વરમાં “હમ હોંગે ​​કામયાબ” ગીત ગાયું અને પછી ભારતીય રાષ્ટ્રગીત સાથે પરસ્પર એકતા અને ભાઈચારાની ભાવના જાળવી રાખવામાં આવી. કૂચ કરનારા લોકોનો એક ગ્રુપ ફોટો પણ લેવામાં આવ્યો, ત્યારબાદ સેન્ટ્રલ સ્ટુટગાર્ટમાં લગભગ 1 કિલોમીટર સુધી શાંતિ કૂચ કાઢવામાં આવી. લોકોએ ‘ભારત માતા કી જય’ ના સૂત્રો પોકારતા તેમાં ભાગ લીધો.


આ કૂચ દ્વારા, સ્ટુટગાર્ટમાં રહેતા હિન્દુ સમુદાય દ્વારા એક શક્તિશાળી અને સંયુક્ત સંદેશ આપવામાં આવ્યો, હિન્દુ જીવન મહત્વપૂર્ણ છે. આ સમુદાય આતંકવાદ સામે એક મજબૂત અવાજ તરીકે ઉભો છે અને એક છે.

આ પહેલા 22 એપ્રિલે, જ્યારે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો થયો ત્યારે પણ આ હુમલાની નિંદા કરનારાઓમાં જર્મનીના ભારતીયો સામેલ હતા. સ્ટુટગાર્ટ પહેલા, ભારતીય સમુદાયે બર્લિનમાં પણ આવી જ માર્ચપાસ્ટ કરી હતી. આ કૂચમાં ભારતીય સમુદાયના 500 થી વધુ લોકોએ ભાગ લીધો હતો.

 

જર્મની એ યુરોપનો મુખ્ય અને સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે.  યુરોપની સૌથી મોટી અર્થવ્યવસ્થા પણ જર્મની ધરાવે છે. જર્મનીને લગતા નાના મોટા તમામ મહત્વના સમાચાર જાણવા માટે આપ અમારા ટોપિક પર ક્લિક કરો.