
દેશવાસીઓ 22 એપ્રિલનો એ ગોજારો દિવસ ક્યારેય નહીં ભૂલી શકે. જ્યારે પાકિસ્તાની આતંકવાદીઓએ જમ્મુકાશ્મીરના પહલગામમાં 26 લોકોની ઠંડા કલેજે પોઈન્ટ બ્લેંકથી ધર્મ પૂછી-પૂછીને હત્યા કરી નાખી. જે બાદ ભારતે પાકિસ્તાન સામે ઓપરેશન સિંદૂર ચલાવીને તેને જડબાતોડ જવાબ આપ્યો અને તેના આતંકી ઠેકાણાઓને ધ્વસ્ત કરી નાખ્યા. એટલુ જ નહીં પાકિસ્તાને વળતો પ્રહાર કરવાની હિમાકત કરી તો તેનો પણ જવાબ આપતા પાકિસ્તાનના 9 થી વધુ ઍરબેઝને નેસ્તનેબૂદ કરી નાખ્યા. જેમા પાકિસ્તાનનું મહત્વપૂર્ણ નૂરખાન ઍરબેઝ પણ સામેલ છે. જો કે વાત અહીંથી નથી અટક્તી. પાકિસ્તાન એક એવો દેશ છે જેના પર ક્યારેય ભરોસો કરી ન શકાય. હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષવિરામ (સીઝફાયર) છે પરંતુ પાકિસ્તાન ફરી કોઈ હરકત નહીં કરે તે શક્ય જ નથી. આજથી નહીં વર્ષોથી પાકિસ્તાન તેની જમીન પર આતંકના બીજ વાવતો રહ્યો છે. 1947ના વિભાજન બાદથી જ પાકિસ્તાને કાશ્મીર કબજે કરવાના હથકંડાઓ શરૂ કરી દીધા હતા. 24 ઓક્ટોબર 1948માં કબાલીયોની ઘૂસણખોરીની સાથે જ પાકિસ્તાનના નાપાક ઈરાદાઓ બહાર આવવા લાગ્યા હતા. વાસ્તવમાં...