Chinaની આડાઈમાં વધુ એક કારનામું, વાંદરાઓના નિકાસ પર મૂક્યો પ્રતિબંધ, અન્ય દેશોની વેક્સીન ટ્રાયલ પર અસર

|

Feb 25, 2021 | 1:21 PM

સમગ્ર વિશ્વ વેક્સિનની રાહ જોઇ રહી છે અને વૈજ્ઞાનિકો ઝડપથી વેક્સિન બનાવવા માટે મહેનત કરી રહ્યા છે...

Chinaની આડાઈમાં વધુ એક કારનામું, વાંદરાઓના નિકાસ પર મૂક્યો પ્રતિબંધ, અન્ય દેશોની વેક્સીન ટ્રાયલ પર અસર

Follow us on

સમગ્ર વિશ્વ વેક્સિનની રાહ જોઇ રહી છે અને વૈજ્ઞાનિકો ઝડપથી વેક્સિન બનાવવા માટે મહેનત કરી રહ્યા છે પરંતુ હવે તેમની સામે એક નવી સમસ્યા ઉભી થઇ ગઇ છે. રિસર્ચ કરવા માટે વૈજ્ઞાનિકોને વાંદરાઓ નથી મળી રહ્યા અને તેની પાછળ પણ ચીનનો હાથ છે. મળતી માહિતી અનુસાર રોકવિલે સ્થિત બાયોક્વૉઝના સીઇઓ માર્ક લુઇસ છેલ્લા કેટલાક સમયથી વાંદરાઓની શોધમાં છે. તેમના પર ઘણી બધી દવા બનાવતી કંપનીઓને રિસર્ચ માટે વાંદરાઓ ઉપલબ્ધ કરાવવાની જવાબદારી છે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

તમને જણાવી દઇએ કે દવાની કંપનીઓ અને વૈજ્ઞાનિકો કોઇ પણ દવા બનાવતા પહેલા પ્રાણીઓ પર રિસર્ચ કરે છે તે દવાનો અસર પ્રાણી પર કઇ રીતનો પડે છે તે ચકાસ્યા બાદ જ તેનો ઉપયોગ માણસ પર કરવામાં આવે છે. આવા પ્રાણીઓમાં સૌથી વધુ વાંદરા અને ઉંદરો પર રિસર્ચ કરવામાં આવે છે. રિસર્ચ માટે મોટે ભાગના પ્રાણીઓ ચીનથી આયાત કરવામાં આવતા હોય છે. ચીને હાલમાં જંગલી જાનવરોના વેચાણ પર બેન મૂકી દીધો છે. એક રિપોર્ટ પ્રમાણે 2019માં અમેરિકાએ 60 ટકા વાંદરાઓ ચીન પાસેથી જ ખરીદ્યા હતા. બાદમાં આ પ્રાણીઓનો ઉપયોગ સૈન્ય પ્રશિક્ષણ માટે થતો હોવાની વાત સામે આવતા નિકાસ રોકી દેવામાં આવી છે. તેવામાં હવે વાંદરાઓની અછતને કારણે રિસર્ચ રોકાઇ ગયુ છે અને વેક્સિનના ઉત્પાદનને અસર પડી છે.

Next Article