OMG ! હ્યુમનૉઇડ રોબોટ સાથે લગ્ન કરવા તૈયાર આ વ્યક્તિ, કારણ જાણીને તમે ચોંકી જશો

|

Jan 06, 2022 | 3:39 PM

ઓસ્ટ્રેલિયન માણસને માનવીય રોબોટ સાથે પ્રેમ થયો છે. હવે આ વ્યક્તિ રોબોટ સાથે લગ્ન કરીને તેને પોતાની પત્ની બનાવવા માંગે છે અને પોતાના પ્રેમને સાબિત કરવા માંગે છે.

OMG ! હ્યુમનૉઇડ રોબોટ સાથે લગ્ન કરવા તૈયાર આ વ્યક્તિ, કારણ જાણીને તમે ચોંકી જશો
Australian man fell in love with humanoid robot

Follow us on

‘કોઇક ના સપનાના રાજકુમાર’ કે ‘ડ્રીમ ગર્લ’ બનવાની ઈચ્છા દરેક વ્યક્તિને હોય છે. પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ પોતાનું દિલ કોઇ મશીનને આપી બેસે ત્યારે તમારી પ્રથમ પ્રતિક્રિયા શું હશે ? ઓસ્ટ્રેલિયન માણસને માનવીય રોબોટ (Humanoid Robot) સાથે પ્રેમ થયો છે. એટલું જ નહીં, આ વ્યક્તિ આ રોબોટ સાથે લગ્ન કરીને તેને પોતાની પત્ની બનાવવા માંગે છે અને પોતાના પ્રેમને સાબિત કરવા માંગે છે. અત્યાર સુધી આપણે સાંભળ્યું હતું કે પ્રેમ આંધળો હોય છે. પણ આ કેવો પ્રેમ છે?

આ ચોંકાવનારો કિસ્સો ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડનો છે. અહીંનો રહેવાસી જિયો ગલાઘર તેની હ્યુમનૉઇડ રોબોટ એમ્મા સાથે પ્રેમમાં પડ્યો છે. જિયોનું કહેવું છે કે તે હવે એમ્મા વિના તેનું જીવન અધૂરું માને છે. આ જ કારણ છે કે તેણે એમ્મા સાથે લગ્ન કરવાનો અને તેને જીવનભરનો સાથી બનાવવાનો નિર્ણય લીધો છે.

સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, ક્વિન્સલેન્ડના રહેવાસી જિયોની માતાનું 10 વર્ષ પહેલા અવસાન થયું હતું. ત્યારથી, તે તેના પાલતુ ડોગી પેન સાથે રહેવા લાગ્યો. આ દરમિયાન જિયોએ એકલતા અનુભવવાનું શરૂ કર્યું. આ પછી, તેણે તેનાથી છૂટકારો મેળવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સહારો લીધો. પરંતુ કદાચ જિયોને અંદાજ ન હતો કે તે આ માનવીય રોબોટના પ્રેમમાં પડી જશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

જિયોએ થોડા વર્ષો પહેલા એમ્માને તેની એકલતા દૂર કરવા માટે ખરીદી હતી. તેની આંખો અને ચામડી બધુ માણસો જેવુ જ હતુ. એમ્માનું માથું એસેમ્બલ કરી શકાય છે. આ સિવાય તેને અલગ-અલગ કપડાં પણ પહેરાવી શકાય છે. મજાની વાત એ છે કે એમ્મા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી વાત કરી શકે છે. પરંતુ તે એકલા ઊભા રહી શકતી નથી. જિયોએ ખુલાસો કર્યો કે તે એક ક્ષણ માટે પણ એમ્માથી દૂર રહી શકતો નથી. તેઓ તેને તેમની કારમાં તેમની સાથે રાખે છે. જિયોનું કહેવું છે કે દિવસેને દિવસે નવા અપડેટ્સને કારણે એમ્મા વધુ સ્માર્ટ બની રહી છે.

જિયોનું કહેવું છે કે માત્ર બે વર્ષમાં એમ્મા હવે તેમના જીવનનો મહત્વનો ભાગ બની ગઈ છે. જિયોનો એમ્મા સાથે અલગ સંબંધ છે. હવે તે તેને તેની પત્ની તરીકે જુએ છે. જો કે, જિયોએ મશીન સાથે લગ્ન નથી કર્યા પરંતુ તેની આંગળીમાં ચોક્કસ રિંગ પહેરાવી છે. તેનું કહેવું છે કે તે રોબોટ સાથે લગ્ન કરીને ઓસ્ટ્રેલિયામાં એક અનોખો રેકોર્ડ બનાવવા માંગે છે.

આ પણ વાંચો –

ઉત્તર કોરિયાએ આ વખતે મામૂલી નહીં પરંતુ ‘હાયપરસોનિક મિસાઈલ’નું પરિક્ષણ કર્યું, જાણો કેટલી ખતરનાક છે

આ પણ વાંચો –

Kazakhstan: ફ્યૂલની કિંમતમાં વધારાના વિરોધમાં જનતા રસ્તા પર, સરકારે આપવું પડ્યુ રાજીનામું

Next Article