અમેરીકી રૈપર લિલ ઉજી વર્ટ (American Rapper Lil Uzi Vert) એ હાલમાં જ ખુલાસો કર્યો છે કે તેમના માથા પર લાગેલો ડાયમંડ તેમના એક ફેને કાઢી દીધો હતો. તમને જણાવી દઇએ કે આ રૈપરે પોતાના કપાળ પર એક ડાયમંડ ઇમ્પ્લાન્ટ કરાવ્યો છે. આ ડાયમંડ કોઇ સામાન્ય નથી પરંતુ 24 મિલિયન ડૉલરનો છે. ભારતીય રૂપિયામાં જો કન્વર્ટ કરીએ તો તે 175 કરોડ રૂપિયા થાય છે. તેણે પોતે જણાવ્યુ કે જુલાઇમાં રોલિંગ લાઉડ ફેસ્ટમાં જ્યારે તેણે ફેન્સની વચ્ચે જંપ કર્યો હતો ત્યારે તેમની સાથે આ ઘટના બની હતી.
તેમણે ગત મહિને એક મીડિયા કંપની સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે, હું રોલિંગ લાઉડમાં એક શો કરી રહ્યો હતો અને હુ ચાલુ શોમાં ભીડમાં કૂદી ગયો અને તેમણે મારો ડાયમંડ કાઢી નાખ્યો. તેમણે વધુમાં કહ્યુ કે હું સારુ અનુભવી રહ્યો છુ કારણ કે આ ડાયમંડ હજી પણ મારી પાસે છે. મારા ફેન્સને લાગી રહ્યુ હતુ કે મે આ ડાયમંડ હટાવી દીધો છે કારણ કે તેમણે મને ઘણી વાર આ ડાયમંડ વગર જોયો.
At rapper Lil Uzi Vert, fans tore a diamond from his forehead. During the performance, as the rapper jumped into the crowd from the stage, fans pulled out a $ 24 million jewel inserted into his forehead.
(P.S. stone was returned soon) pic.twitter.com/dFr4pJgu9b
— DARK_KILROY♠️ (@KilroyNikolay) September 6, 2021
રૈપર લિલ ઉજીનું સાચું નામ સિમેરે બાયસિલ વુડ્સ છે તેમણે સૌથી પહેલા જાન્યુઆરીમાં પોતાના સોશિયલ મીડિયા પર આ ડાયમંડ વિશે વાત કરવાનું શરૂ કર્યુ હતુ. તેમણે શેયર કર્યુ કે તેમણે વર્ષો સુધી પૈસા બચાવ્યા જેથી તેઓ પોતાના ફેવરીટ ડિઝાઇનર ઇલિએટ એલિયંસનું જ્વેલરી પીસ ખરીદી શકે.
તેમણે પોતાના ટ્વીટમાં લખ્યુ કે, હું વર્ષોથી ઇલિયટને નેચરલ પિંક ડાયમંડ માટે પૈસા મુકવી રહ્યો છું. આ હીરાની કિંમત એટલી વધુ છે કે તેના માટે હું 2017 થી તેની કિંમત ચુકવી રહ્યો છું
તેમણે આની પહેલા કપાળ પરથી લોહી નીકળતો ફોટો પણ પોસ્ટ કર્યો હતો પરંતુ બાદમાં તેને હટાવી દીધો હતો. એક રિપોર્ટ પ્રમાણે, એક ફેને જ્યારે લિલને તેમના આ હીરા વિશે પુછ્યુ હતો તેણે જવાબ આપ્યો કે આ હીરો લગભગ 11 કેરેટનો છે. તેમણે આ હીરાનો વીમો પણ કરાવ્યો છે.
આ પણ વાંચો –
આ પણ વાંચો –