Shocking: રાફેલ બનાવતી કંપનીના માલિક ઓલિવિયર દસોનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત

|

Mar 08, 2021 | 2:28 PM

ફ્રાંસના અબજોપતિ ઉદ્યોગપતિ અને રાફેલ ફાઇટર બનાવતી કંપનીના માલિક ઓલિવિયર દસોનું (Olivier Dassault) એક હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન થયું છે.

Shocking: રાફેલ બનાવતી કંપનીના માલિક ઓલિવિયર દસોનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત
Olivier Dassault

Follow us on

ફ્રાંસના અબજોપતિ ઉદ્યોગપતિ ઓલિવિયર દસોનું (Olivier Dassault) એક હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન થયું છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૈન્યુઅલ મૈક્રોંએ દસોના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. તેમની કંપની રાફેલ ફાઇટર પ્લેન પણ બનાવે છે.

દસો ફ્રાંસના સંસદના સભ્ય પણ હતા. ફ્રેન્ચ ઉદ્યોગપતિ સર્જ દસોના સૌથી મોટા પુત્ર અને ‘દસો’ના સ્થાપક માર્કેલ દસોના પૌત્ર ઓલિવિયર દસો 69 વર્ષના હતા.

જો કે રાજકીય કારણો અને હિતોના સંઘર્ષને ટાળવા માટે, તેમણે દસો બોર્ડમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. 2020 ફોર્બ્સના સૌથી ધનિક લોકોની લિસ્ટમાં દસો તેમના બે ભાઈઓ અને બહેન સાથે 361 મા ક્રમે હતા. અહેવાલો અનુસાર રવિવારે તેઓ રજાઓ માણવા માટે ગયા હતા, ત્યારે તેમનું ખાનગી હેલિકોપ્ટર નોર્મેન્ડી ક્રેશ થયું હતું.

કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન

સાંસદ તરીકે ચૂંટાયા હતા

ઉડ્ડયન કંપની ઉપરાંત દસો ગ્રુપ પાસે લી ફિગારો અખબાર પણ છે. તેઓ 2002 માં ફ્રાંસની રાષ્ટ્રીય વિધાનસભા માટે ચૂંટાયા હતા. ત્યારે તેમણે ફ્રાન્સના ઓઇસ વિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જણાવી દઈએ કે રિપબ્લિકન પાર્ટીના સાંસદ દસો પાસે લગભગ 7.3 અબજ યુએસ ડોલરની સંપત્તિ છે. રિપોર્ટ અનુસાર આ દુર્ઘટનામાં ઓલિવિયર દસો સહીત હેલિકોપ્ટરના પાયલોટનું પણ મૃત્યુ થયું છે.

રાષ્ટ્રપતિ મૈક્રોંએ વ્યથા વ્યક્ત કરી હતી

દસોના મૃત્યુ પર રાષ્ટ્રપતિ મૈક્રોંએ ટ્વિટર પર લખ્યું, “ઓલિવિયર દસો ફ્રાન્સને ચાહતા હતા. તેમણે ઉદ્યોગ, નેતા, એરફોર્સના કમાન્ડર તરીકે દેશની સેવા કરી. તેમના આકસ્મિક અવસાનથી એક મોટી ખોટ પડી છે. તેમના પરિવાર અને પ્રિયજનો પ્રત્યે સંવેદના.”

Next Article