અફઘાનિસ્તાન મુદ્દે ભારતમાં NSA સ્તરનું પ્રાદેશિક સંમેલન યોજાશે, રશિયા-ઈરાન સહિત અનેક દેશો થશે સામેલ

|

Nov 05, 2021 | 7:55 PM

સૂત્રો અનુસાર ભારતના આમંત્રણનો જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે. મધ્ય એશિયાના દેશો તેમજ રશિયા અને ઈરાને પણ કોન્ફરન્સમાં તેમની ભાગીદારીની પુષ્ટિ કરી છે. આ પ્રથમ વખત છે જ્યારે મધ્ય એશિયાના તમામ દેશો આ ફોર્મેટમાં ભાગ લઈ રહ્યા છે.

અફઘાનિસ્તાન મુદ્દે ભારતમાં NSA સ્તરનું પ્રાદેશિક સંમેલન યોજાશે, રશિયા-ઈરાન સહિત અનેક દેશો થશે સામેલ
Ajit Doval - National Security Advisor of India

Follow us on

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) સ્તરની પ્રાદેશિક પરિષદ ભારતમાં 10મી નવેમ્બરે યોજાવા જઈ રહી છે. અજીત ડોભાલ (Ajit Doval) બેઠકની અધ્યક્ષતા કરશે. કહેવામાં આવી રહ્યું છે કે અફઘાનિસ્તાનને લઈને આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સૂત્રો અનુસાર ભારતના આમંત્રણનો જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે. મધ્ય એશિયાના દેશો તેમજ રશિયા અને ઈરાને પણ કોન્ફરન્સમાં તેમની ભાગીદારીની પુષ્ટિ કરી છે. આ પ્રથમ વખત છે જ્યારે મધ્ય એશિયાના તમામ દેશો આ ફોર્મેટમાં ભાગ લઈ રહ્યા છે.

પાકિસ્તાન-ચીનને પણ આપવામાં આવ્યું આમંત્રણ

સૂત્રોએ જણાવ્યું કે આ કોન્ફરન્સ માટે ચીન અને પાકિસ્તાનને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે અને ઔપચારિક જવાબની રાહ જોવાઈ રહી છે. જો કે પાકિસ્તાને મીડિયા દ્વારા સંકેત આપ્યા છે કે તે તેમાં સામેલ નહીં થાય. બીજી તરફ તાલિબાને અફઘાનિસ્તાનમાં વિદેશી ચલણના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધની જાહેરાત કરી છે, જેમાં શંકા છે. ઓગસ્ટના મધ્યમાં તાલિબાને સત્તા પર કબજો મેળવ્યા પછી, અફઘાનિસ્તાનની રાષ્ટ્રીય ચલણનું અવમૂલ્યન થવાનું શરૂ થયું અને દેશનો ભંડાર વિદેશમાં ઠલવાતો ગયો.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

તાલિબાનને આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા સરકાર તરીકે માન્યતા આપવામાં આવી નથી

અર્થવ્યવસ્થાના પતનથી પરેશાન, બેંકો પાસે રોકડનો અભાવ છે અને આંતરરાષ્ટ્રીય સમુદાયે અત્યાર સુધી તાલિબાન વહીવટને સરકાર તરીકે માનવાનો ઇનકાર કર્યો છે. દરમિયાન, દેશની અંદર ઘણા વ્યવહારો યુએસ ડોલરમાં કરવામાં આવ્યા હતા અને દક્ષિણ સરહદ વેપાર માર્ગોની નજીકના વિસ્તારોમાં પાકિસ્તાની રૂપિયાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પરંતુ, તેના પર રોક લગાવતા તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે જાહેરાત કરી હતી કે હવેથી જે કોઈ પણ સ્થાનિક વેપાર માટે વિદેશી ચલણનો ઉપયોગ કરશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

અફઘાનિસ્તાનમાં તાલિબાન રાજ આવ્યા બાદ સ્થિતિ ઘણી કફોડી બની ગઈ છે. નાગરિકોને એક ટંકના ભોજન માટે પોતાની સગીર દિકરીઓને વેચવી પડી રહી છે. ત્યારે બે ટંકના ભોજન માટે લોકો 70 વર્ષના વુદ્ધો સાથે પોતાની દિકરીઓના લગ્ન કરાવી રહ્યા છે અને બદલામાં જે પૈસા મળે તેનાથી જીવન નિર્વાહ કરી રહ્યા છે.

 

આ પણ વાંચો: PM Kisan: ખેડૂતો માટે ખુશખબર, આ તારીખથી ખાતામાં આવશે કિસાન સન્માન નિધિના 10 માં હપ્તાના 2,000 રૂપિયા

આ પણ વાંચો: આ ફટાકડાને સળગાવામાં આવે છે ત્યારે ન તો ધુમાડો થાય છે અને ન તો અવાજ આવે છે, પરંતુ ઉગે છે શાકભાજીના છોડ

Next Article