
ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર તેના નિવેદન બદલતા રહે છે. કેટલીયવાર તેની અક્કડ છબી પણ જોવા મળી છે. ત્યાં સુધી કે તેમના દેશનું મીડિયા તેમને મેન- ચાઈલ્ડ કહેવા લાગ્યા છે. મેક અમેરિકા ગ્રેટ અગેઈનનું સૂત્ર લાવી બીજી ટર્મમાં આવેલા ટ્રમ્પ ભારતને લઈને પણ તેમનું સ્ટેન્ડ વારંવાર બદલતા રહ્યા છે. ટ્રમ્પની પહેલા પણ એક અમેરિકી રાષ્ટ્રપતિ હતા જે તેની ગોળ-ગોળ વાતો અને વારંવાર ફેરવી તોળવાની કળામાં ટ્રમ્પથી પણ બે વેંત આગળ હતા. ટ્રમ્પની પલટી મારવાની આદતે અપાવી નિક્સનની યાદ અમેરિકાના 37મા રાષ્ટ્રપતિ રિચર્ડ નિક્સનને આજકાલ અમેરિકન્સ ખૂબ યાદ કરી રહ્યા છે. તેનુ કારણ છે ડોનાલ્ડ ટ્રમ્પની કેટલીક આદતો જે નિક્સન સાથે મળતી આવે છે. નિક્સન વિશે અમેરિકાના મીડિયામાં એવુ કહેવાતુ હતુ કે તેમની એક જ વાત પર ભરોસો કરી શકાય છે અને એ છે કે તેમની કોઈ વાતમાં ભરોસો ન કરી શકાય. પોતાની જ કહેલી વાતનો યુટર્ન લેવામાં માહેર અને સતત જુઠુ બોલતા નિક્સનથી અમેરિકન્સનો એ હદે મોહભંગ થયો કે અમેરિકાના ઈતિહાસમાં પહેલીવાર કોઈ રાષ્ટ્રપ્રમુખે...
Published On - 5:30 pm, Sun, 18 May 25