North Korea: ICBM ટેસ્ટ બાદ કિમ જોંગ ઉને કહ્યું- ઉત્તર કોરિયા વધુ શક્તિશાળી હથિયારો વિકસાવશે

|

Mar 28, 2022 | 4:47 PM

ઉત્તર કોરિયાએ ચાર વર્ષથી વધુ વર્ષોમાં પ્રથમ વખત ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ લોન્ચ કરી છે. જે બાદ કિમ જોંગ ઉને હુમલાના વધુ શક્તિશાળી માધ્યમો વિકસાવવાની પ્રતિજ્ઞા લીધી હતી.

North Korea: ICBM ટેસ્ટ બાદ કિમ જોંગ ઉને કહ્યું- ઉત્તર કોરિયા વધુ શક્તિશાળી હથિયારો વિકસાવશે
ફાઈલ ફોટો

Follow us on

ઉત્તર કોરિયાએ (North Korea) ચાર વર્ષથી વધુ વર્ષોમાં પ્રથમ વખત ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ (Intercontinental Ballistic Missile) લોન્ચ કરી છે. જે બાદ કિમ જોંગ ઉન દ્વારા હુમલાના વધુ શક્તિશાળી માધ્યમો વિકસાવવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ નિવેદન પરથી એવું લાગે છે કે, ઉત્તર કોરિયા તેના શસ્ત્રાગારને આધુનિક બનાવવા અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનના (US President Joe Biden) વહીવટીતંત્ર પર દબાણ કરવા માટે ટૂંક સમયમાં વધુ હથિયારોનું પરીક્ષણ કરી શકે છે અથવા અન્ય પરમાણુ સંબંધિત પરીક્ષણ કરી શકે છે.

ઉત્તર કોરિયાએ ગુરુવારે સમુદ્રમાં ઇન્ટર-કોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ (ICBM) પરીક્ષણ કર્યું હતું. ઉત્તર કોરિયાની સત્તાવાર સમાચાર સમિતિ, કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી (KCNA)એ અહેવાલ આપ્યો છે કે Hwaseong-17 (ICBM) 6,248 કિલોમીટર (3,880 mi)ની મહત્તમ ઊંચાઈએ પહોંચ્યું હતું અને ઉત્તર કોરિયા અને જાપાન વચ્ચેના સમુદ્રમાં પડતાં પહેલાં 67 મિનિટ વિતાવી હતી. 1,090 કિમી (680 માઇલ)નું અંતર કાપ્યું. નિષ્ણાતોનું કહેવું છે કે, આ મિસાઈલ અમેરિકન મેઈનલેન્ડ સુધી પહોંચી શકે છે.

હુમલો કરવાની ક્ષમતા વધારવાનો સંકલ્પ

તેઓ કહે છે કે, જો મિસાઈલને એક ટનથી ઓછા વજનના વોરહેડ સાથે સામાન્ય માર્ગ પર છોડવામાં આવે તો તે 15,000 કિલોમીટર (9,320 માઈલ) સુધીના લક્ષ્યોને ફટકારી શકે છે. KCNAએ જણાવ્યું હતું કે કિમે Hwasong-17 પરીક્ષણમાં સામેલ વૈજ્ઞાનિકો અને અન્ય લોકો સાથે પોઝ આપતાં ખતરાઓનો સામનો કરવા દેશની હુમલાની ક્ષમતાને વધારવાની પ્રતિજ્ઞા લીધી હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

કિમ જોંગ ઉને શું કહ્યું?

તેમણે કિમને ટાંકતા કહ્યું, “જ્યારે કોઈ પ્રચંડ હુમલાની ક્ષમતા અને લશ્કરી દળથી સજ્જ હોય ​​જેને કોઈ રોકી ન શકે, તો જ તે યુદ્ધને રોકી શકે છે, દેશની સુરક્ષાની ખાતરી આપી શકે છે અને સામ્રાજ્યવાદીઓ તરફથા બ્લેકમેલ અટકાવી શકે, ખતરો રોકવા માટે લડત આપી શકે છે.”

‘ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઈલ’નું કર્યું પરીક્ષણ

મહત્વનું છે કે, યુ.એસ.માં રાષ્ટ્રપતિ જો બાઈડેનના (Joe Biden) વહીવટીતંત્રે કહ્યું કે, ઉત્તર કોરિયા દ્વારા થોડા સમય પહેલા છોડવામાં આવેલી બે મિસાઇલોમાં એક શક્તિશાળી, નવી લાંબા અંતરની ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ (ICBM)નું પરીક્ષણ હતું અને તેઓએ ચેતવણી આપી હતી કે, ટૂંક સમયમાં સંપૂર્ણ ક્ષમતા સાથે પરીક્ષણ કરવામાં આવશે. જણાવવામાં આવી રહ્યું છે કે, એક મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે, જે 2017માં પરિક્ષણ કરવામાં આવેલી ઉત્તર કોરિયાની ICBM મિસાઈલ કરતાં વધુ શક્તિશાળી છે.

આ પણ વાંચો: Israeli PM Naftali Bennett:ઈઝરાયેલના વડાપ્રધાન નફતાલી બેનેટ કોરોના વાયરસથી સંક્રમિત, આવતા મહિને ભારતની મુલાકાત લેવાના હતા

આ પણ વાંચો: Russia Ukraine War: હોલિવૂડને છોડીને હવે રશિયામાં દેખાડવામાં આવશે બોલિવૂડની ફિલ્મો, મોટા પડદા પર ચાલ્યો પ્રભાસનો જાદુ

Next Article