ઈરાન કે ઈઝરાયેલ ના જાય કોઈ ભારતીય, યુદ્ધના ભણકારા વચ્ચે વિદેશ વિભાગે જાહેર કરી એડવાઈઝરી

|

Apr 12, 2024 | 8:10 PM

ભારત સરકારે ઈરાન અને ઈઝરાયેલને લઈને ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે. સરકારે કહ્યું છે કે, આ બન્ને દેશની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, તમામ ભારતીયોને સલાહ આપવામાં આવે છે કે, તેઓ જ્યા સુધી બીજી સુચના ના મળે ત્યાં સુધી ઈરાન કે ઈઝરાયેલમાં ના જાય.

ઈરાન કે ઈઝરાયેલ ના જાય કોઈ ભારતીય, યુદ્ધના ભણકારા વચ્ચે વિદેશ વિભાગે જાહેર કરી એડવાઈઝરી

Follow us on

ભારત સરકારના વિદેશ વિભાગે, ઈરાન અને ઈઝરાયેલને લઈને ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે આ બન્ને દેશની વર્તમાન સ્થિતિને જોતા તમામ ભારતીયોને સલાહ આપવામાં આવે છે કે તેઓ આગામી બીજી સૂચના ના મળે ત્યાં સુધી ઈરાન અથવા ઈઝરાયેલની યાત્રા ના કરે.

આની સાથોસાથ એમ પણ જણાવવામા આવ્યું છે કે, ઈઝરાયેલ અથવા ઈરાનમાં રહેતા લોકોને અપિલ કરવામાં આવી છે કે તેઓ ત્યાંના ભારતીય દૂતાવાસનો સંપર્ક કરે અને પોતાનું રજીસ્ટ્રેશન કરાવે. આ બન્ને દેશમાં વસતા ભારતીયોએ તેમની સલામતી વિશે અત્યંત સાવચેત રહેવું અને તમારી પ્રવૃત્તિઓને મર્યાદિત કરવાનો પ્રયાસ કરવો.

આજનું રાશિફળ તારીખ : 03-01-2025
કોરિયોગ્રાફર રેમો ડિસોઝાએ ખરીદ્યું પોતાનું ડ્રીમ હાઉસ, ગૃહપ્રવેશની તસવીરો આવી સામે
પાકિસ્તાનમાં જમરૂખ વેચનાર સામે 2025નો પહેલો કેસ, જાણો શું હતું કારણ
સુરતના 8 સૌથી અમિર વ્યક્તિઓનું લિસ્ટ, જોઈ લો
વેલણ-પાટલી પણ બનાવી શકે છે તમને અમીર, જાણો વાસ્તુના આ નિયમો
આ છે દુનિયાનું સૌથી નાનું શહેર પરંતુ વિશેષતા ચોંકાવનારી

વર્ષોથી એક બીજાના કટ્ટર દુશ્મન રહેલા ઈરાન અને ઈઝરાયેલ હાલમાં આમને-સામને આવ્યા છે. ઈરાનના દૂતાવાસ પર હુમલા બાદ ઈરાન યુદ્ધ માટે સંપૂર્ણપણે તૈયાર છે. ઈરાન આ હુમલા માટે ઈઝરાયેલને જવાબદાર માની રહ્યું છે, જ્યારે ઈઝરાયેલ આ હુમલાનો ઈન્કાર કરી રહ્યું છે.

માનવામાં આવી રહ્યું છે કે ઈરાન આગામી 24થી 48 કલાકમાં ઈઝરાયેલ પર હુમલો કરી શકે છે. ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ના કમાન્ડર અને તેના કેટલાક સભ્યો 1 એપ્રિલના રોજ દૂતાવાસ પર થયેલા હુમલામાં માર્યા ગયા હતા. જે બાદ બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે.

ઈઝરાયેલના સરહદી વિસ્તારને નિશાન બનાવી શકે છે ઈરાન

વિદેશી મીડિયા વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ અનુસાર, ઈરાન પહેલા ઈઝરાયેલના સરહદી વિસ્તારને નિશાન બનાવી શકે છે. હાલમાં બંને દેશોની સેના સંપૂર્ણ એલર્ટ મોડ પર આવી ગઈ છે. ઈરાન તરફથી હુમલાની શક્યતાને જોતા અમેરિકા પણ એલર્ટ થઈ ગયું છે. ઈરાનના દૂતાવાસ પર જ્યારે હુમલો થયો ત્યારે તેના પ્રમુખ ઈબ્રાહિમ રાઈસીએ કહ્યું હતું કે, તેઓ આ હુમલાનો જવાબ આપશે. આ હુમલામાં ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડના સાત અધિકારીઓ સહિત 13 લોકો માર્યા ગયા હતા. જેમાં વરિષ્ઠ જનરલ મોહમ્મદ રઝા ઝાહેદી અને તેમના નાયબ અધિકારીનો પણ સમાવેશ થાય છે.

નેતન્યાહુએ કહ્યું- અમે જાણીએ છીએ કે કેવી રીતે બચાવ કરવો

ઈરાનના યુદ્ધલક્ષી વલણને જોઈને ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે, અમે જાણીએ છીએ કે કેવી રીતે અમારો બચાવ કરવો અને અમે તે કરીશું. જો કોઈ આપણને નુકસાન પહોંચાડવાની યોજના બનાવે છે, તો અમે તેને પણ નુકસાન પહોંચાડીશું. નેતન્યાહુની આ પ્રતિક્રિયા બાદ બંને દેશો વચ્ચે યુદ્ધના ભણકારા સંભળાઈ રહ્યાં છે.

કોણ કેટલું શક્તિશાળી ?

હથિયારોના મામલે ઈઝરાયેલને ઈરાન કરતા વધુ શક્તિશાળી માનવામાં આવે છે. ઈઝરાયેલ પાસે 600 થી વધુ એરક્રાફ્ટ છે. જ્યારે ઈરાન પાસે 541 એરક્રાફ્ટ છે. ફાઈટર જેટની વાત કરીએ તો અહીં પણ ઈઝરાયેલ ઈરાન કરતા આગળ છે. ઈઝરાયેલ પાસે લગભગ 341 ફાઈટર પ્લેન છે જ્યારે ઈરાન પાસે લગભગ 200 ફાઈટર પ્લેન છે. ઈઝરાયેલ પાસે 48 એટેક હેલિકોપ્ટર છે જ્યારે ઈરાન પાસે માત્ર 12 કોમ્બેટ હેલિકોપ્ટર છે. ટેન્કની વાત કરીએ તો ઈરાન ઈઝરાયેલ કરતા વીસ ગણું આગળ છે. ઈઝરાયેલ પાસે લગભગ 2200 ટેન્ક છે જ્યારે ઈરાન પાસે 4071 ટેન્ક છે.

Next Article