Nirav Modi : યુ.કે. કોર્ટે નીરવ મોદીને ઝટકો આપ્યો, ભારત પ્રત્યાર્પણને રોકવાની અરજી નામંજૂર કરી

|

Jun 23, 2021 | 5:31 PM

Nirav Modi : ભાગેડું હીરાના વેપારી નીરવ મોદી જલ્દીથી ભારત લાવવામાં આવી શકે છે. તેમણે યુકેની કોર્ટમાં પ્રત્યાર્પણ બંધ કરવા અપીલ કરી હતી, જે નામંજૂર થઈ છે.

Nirav Modi :  યુ.કે. કોર્ટે નીરવ મોદીને ઝટકો આપ્યો, ભારત પ્રત્યાર્પણને રોકવાની અરજી નામંજૂર કરી
Nirav Modi

Follow us on

Nirav Modi : હજારો કરોડના પંજાબ નેશનલ બેંક (પીએનબી સ્કેમ કેસ) સાથે છેતરપિંડી કરનાર ભાગેડું હીરાના વેપારી નીરવ મોદીને યુ.કે. કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. જે બાદ તેને ભારત લાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. યુ.કે. હાઈકોર્ટે નીરવ મોદીની અરજીને બુધવારે ફગાવી દીધી હતી. જેમાં ભારતમાં તેમના પ્રત્યાર્પણને રોકવાની અપીલ કરવામાં આવી હતી. હકીકતમાં, આ વર્ષે 15 એપ્રિલના રોજ, યુ.કે.ના ગૃહપ્રધાન પ્રીતિ પટેલે મોદીના ભારત પ્રત્યાર્પણને મંજૂરી આપી હતી.

આ અગાઉ 25 ફેબ્રુઆરીએ બ્રિટનની વેસ્ટમિંસ્ટર કોર્ટના જિલ્લા ન્યાયાધીશે નીરવ મોદીના ભારત પ્રત્યાર્પણ અંગે ચુકાદો આપ્યો હતો. આ નિર્ણયને પડકારવા તેમણે બ્રિટનની હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. જેમાં તેમણે ભારતમાં કોઈ યોગ્ય ચુકાદો નહીં ચાલે તેમ જણાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે રાજકીય કારણોસર તેમને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. પિટિશનમાં ભારતની જેલની સ્થિતિને નબળી ગણાવી હતી અને કહેવામાં આવ્યું છે કે તેની સામે કોઈ મજબૂત પુરાવા નથી.

નીરવ મોદીની 2019માં ધરપકડ કરવામાં આવી હતી
નીરવ મોદીની 20 માર્ચ, 2019 ના રોજ લંડનમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેને વેસ્ટમિંસ્ટર કોર્ટમાં રજૂ કરાયો હતો. જેમાં તેને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. પછી તે જ દિવસે નીરવ મોદીને વેન્ડસવર્થ જેલમાં મોકલવામાં આવ્યા. અહીં તે 29 માર્ચ સુધી રહ્યો હતો. તે જ દિવસે વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટની કોર્ટે પણ તેમની બીજી જામીન અરજી નામંજૂર કરી હતી. જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે નીરવ મોદીએ પોતાને શરણાગતિ ન આપી હોવાના પૂરતા પુરાવા છે. તે અનેક સુનાવણી દરમિયાન વિડિઓ લિંક દ્વારા જોડાયો હતો.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

નીરવ મોદી પર શું આરોપ છે ?
નીરવ મોદી અને તેના કાકા મેહુલ ચોક્સીએ મળીને પંજાબ નેશનલ બેંકને 11 હજાર કરોડથી વધુની છેતરપિંડી કરી છે. બેંકના ઘણા અધિકારીઓ પણ આ કામમાં સંડોવાયેલા છે. છેતરપિંડીનું આ કારસ્તાન કાયદેસરના લેટરપેટ દ્વારા કરવામાં આવ્યું હતું. જે મામલે સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા બેંક કૌભાંડ અને મની લોન્ડરિંગ હેઠળના બે કેસ નોંધાયા હતા. 2018 માં, ઇન્ટરપોલ દ્વારા મની લોન્ડરિંગ કેસમાં નીરવ મોદી વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ ફટકારી હતી. નીરવ મોદી હાલમાં લંડનની જેલમાં બંધ છે.

Published On - 5:28 pm, Wed, 23 June 21

Next Article