પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં પહેલીવાર મુખ્યમંત્રી બનેલી મરિયમ નવાઝના એક વીડિયોને લઈને હોબાળો શરૂ થઈ ગયો છે અને પાકિસ્તાનની કટ્ટરપંથી જમાત તેને તેના ધર્મ વિશે પૂછી રહી છે. મરિયમ નવાઝનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોવા મળી રહ્યું છે કે મરિયમ નવાઝ તેના પિતા નવાઝ શરીફના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લઈ રહી છે. રિપોર્ટ મુજબ આ વીડિયો તે સમયનો છે જ્યારે મરિયમ નવાઝે પંજાબ એસેમ્બલીમાં મુખ્યમંત્રીની ચૂંટણી જીતી હતી અને ત્યારબાદ તે તેના પિતાને મળવા આવી હતી.
મરિયમ નવાઝનો આ વીડિયો 26 ફેબ્રુઆરીનો છે, જેને પાકિસ્તાનના વરિષ્ઠ પત્રકાર હામિદ મીરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે અને તેને પૂછ્યું છે કે, ‘આ પરંપરા કયા ધર્મમાં છે?’ આ વીડિયોમાં જોવા મળે છે કે મરિયમ નવાઝ નીચે ઝૂકીને તેના પિતા નવાઝ શરીફના ચરણ સ્પર્શ કરી રહી છે અને નવાઝ શરીફ પણ પોતાની પુત્રીની પીઠ થપથપાવીને આશીર્વાદ આપી રહ્યા છે.
یہ رسم کس مذہب میں ہے؟ pic.twitter.com/sRApACcbdW
— Hamid Mir (@Hamidmir01) February 26, 2024
તમને જણાવી દઈએ કે ઈસ્લામમાં પગને સ્પર્શ કરવાની મનાઈ છે અને તેથી જ પાકિસ્તાનમાં હોબાળો મચી ગયો છે. અન્ય એક પાકિસ્તાની પત્રકાર આરઝૂ કાઝમીએ લખ્યું છે, ‘તેને તમીઝ કહેવાય છે.’ અન્ય એક યુઝરે લખ્યું કે, “જ્યારે તમે આખી જીંદગી બોલિવુડની ફિલ્મો જુઓ છો, તો આવા પ્રસંગે આખી ફિલ્મનો સીન સામે આવે છે.” આ સિવાય અન્ય યૂઝરે કહ્યું છે કે, ‘તેને સન્માનનો ધર્મ કહેવામાં આવે છે.’ જ્યારે નવાઝ શરીફની પાર્ટીના નેતા ચૌધકી અહમદ રઝાએ કહ્યું છે કે, શું તમારા માતા-પિતાના પગ સ્પર્શ કરવો ખોટું છે?
મરિયમ નવાઝનો જન્મ 1973માં પાકિસ્તાનના લાહોરમાં થયો હતો. તે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની પુત્રી છે. 012 માં મરિયમે પાકિસ્તાનની રાજનીતિમાં પ્રવેશ કર્યો અને જ્યારે પાર્ટી અધ્યક્ષ તરીકે ચૂંટાયા, ત્યારે પાકિસ્તાનની ચૂંટણીમાં મરિયમે 2013ની પીએમએલ-એનને જીત અપાવી. તે જ વર્ષે તેમને પ્રધાનમંત્રી યુવા કાર્યક્રમના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવી. પરંતુ તેમની નિમણૂકને લાહોર હાઈકોર્ટમાં પડકારવામાં આવતાં તેણે 2014માં રાજીનામું આપી દીધું હતું.
2017 માં પનામા પેપર્સ કૌભાંડનો ખુલાસો થયા પછી પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે મરિયમ નવાઝને જાહેર પદ રાખવા માટે અયોગ્ય ઠેરવ્યા હતા. કોર્ટે ચુકાદો આપ્યો હતો કે મરિયમ મની લોન્ડરિંગમાં સામેલ હતી. પરંતુ પીએમએલ-એનએ તેમના પરના આરોપોને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે તે નિર્દોષ છે. 2017 માં મરિયમને વિશ્વભરની પ્રભાવશાળી મહિલાઓને માન્યતા આપતા BBCની 100 મહિલાઓની યાદીમાં પણ સામેલ કરવામાં આવી હતી. ડિસેમ્બર 2017 માં, મરિયમને 2017 માં વિશ્વભરની 11 શક્તિશાળી મહિલાઓની ધ ન્યૂ યોર્ક ટાઈમ્સના લિસ્ટમાં સામેલ કરવામાં આવી હતી.