Ajab gajab : લેબર પેઈન દરમિયાન સાઈકલ ચલાવીને હોસ્પિટલ પહોંચ્યા ન્યૂઝીલેન્ડના સાંસદ, બાળકીને આપ્યો જન્મ

|

Nov 29, 2021 | 1:00 PM

ન્યુઝીલેન્ડની સાંસદ જુલી એન જેન્ટર જબરદસ્ત ચર્ચાનો વિષય બની રહે છે. જુલીએ તેના ફેસબુક પર તેની કેટલીક તસવીરો શેર કરી છે.

Ajab gajab : લેબર પેઈન દરમિયાન સાઈકલ ચલાવીને હોસ્પિટલ પહોંચ્યા ન્યૂઝીલેન્ડના સાંસદ, બાળકીને આપ્યો જન્મ
File photo

Follow us on

ન્યુઝીલેન્ડની (New Zealand) સાંસદ જુલી એન જેન્ટરને (Julie Anne Genter) રાત્રે બે વાગ્યે લેબર પેઇન શરૂ થયું હતું. આ પછી તેણીએ પોતાની સાયકલ ઉપાડી અને હોસ્પિટલ પહોંચી. લગભગ એક કલાક પછી, તેણીએ એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યો. સાંસદે સોશિયલ મીડિયા દ્વારા લોકોને આ માહિતી આપી હતી. તેણે સાઈકલ રાઈડથી લઈને બાળકના જન્મ સુધીની ઘણી તસવીરો ફેસબુક પર શેર કરી છે. કેટલીક તસવીરોમાં તેનો પતિ પણ તેની સાથે જોવા મળી રહ્યો છે.

સાંસદ જુલી એન જેન્ટરે લખ્યું, “આજે સવારે ત્રણ વાગ્યે અમારા પરિવારમાં નવા સભ્યનું સ્વાગત કરવામાં આવ્યું છે. સાઇકલ પર મારા લેબર પેઇન વિશે મેં ક્યારેય વિચાર્યું ન હતું. પરંતુ તે થયું છે. જ્યારે અમે હૉસ્પિટલ જવા નીકળ્યા ત્યારે બહુ તકલીફ ન હતી પણ હૉસ્પિટલનું અંતર કાપવામાં અમને દસ મિનિટનો સમય લાગ્યો અને હવે અમારી પાસે એક સુંદર સ્વસ્થ બાળક તેના પિતાના ખોળામાં સૂઈ રહ્યું છે.

જો કે, તેણે હોસ્પિટલની ટીમનો પણ આભાર માન્યો અને લખ્યું કે હોસ્પિટલ પહોંચ્યા પછી એક મહાન ટીમ મળી, જેના કારણે ડિલિવરી ઝડપથી થઈ શકી. સાંસદ જુલી એન જેન્ટરની આ સ્ટોરી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જુલીની આ પોસ્ટ પર લોકોની જબરદસ્ત કોમેન્ટ્સ આવી રહી છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

આ સમગ્ર મામલો છે
મળતી માહિતી મુજબ ન્યૂઝીલેન્ડની સાંસદ જુલી એન જેન્ટરે રવિવારે ફેસબુક પર એક પોસ્ટ કરી હતી. આ વાંચીને બધા તેની હિંમતને સલામ કરવા લાગ્યા. જુલીએ લખ્યું, ‘આજે સવારે 3.04 વાગ્યે અમારા પરિવારમાં એક નવા મહેમાનનું આગમન થયું. મેં ક્યારેય એવું આયોજન પણ કર્યું ન હતું કે પ્રસૂતિની પીડા દરમિયાન મારે સાયકલ ચલાવવી પડશે. પરંતુ મારે તે કરવું પડ્યું.

જેન્ટરે હૃદય સ્પર્શી વાત લખી
જેન્ટરે ફેસબુક પર લખ્યું, ‘જ્યારે અમે હોસ્પિટલ જવા માટે સવારે 2 વાગે ઘરની બહાર નીકળ્યા ત્યારે મને વધારે દુખાવો નહોતો. તે સમયે 2-3 મિનિટના અંતરે પીડા શરૂ થઇ હતી. પરંતુ થોડા સમય પછી દુખાવો વધવા લાગ્યો. જો કે, હવે અમારી પાસે એક સ્વસ્થ બાળકી છે, જે તેના પિતા પાસે ગઈ છે.

તમને જણાવી દઈએ કે જેન્ટર પાસે ન્યુઝીલેન્ડ અને અમેરિકા બંનેની નાગરિકતા છે. વાસ્તવમાં, તેણીનો જન્મ મિનેસોટા, યુએસએમાં થયો હતો અને 2006 માં ન્યુઝીલેન્ડ રહેવા આવી ગઈ હતી. નોંધનીય છે કે જેન્ટોર પરિવહનની બાબતોમાં તેમના પાર્ટીના પ્રવક્તા છે. તેણે પોતાની ફેસબુક પ્રોફાઈલમાં લખ્યું છે કે તેને સાઈકલ ચલાવવાનો શોખ છે. સ્થાનિક મીડિયા અનુસાર, 2018માં જ્યારે તેણે તેના પહેલા બાળકને જન્મ આપ્યો ત્યારે પણ તે સાઈકલ પર હોસ્પિટલ પહોંચી હતી.

આ પણ વાંચો : Omicron: સિંગાપુરમાં વેક્સીનેટેડ પ્રવાસીઓને આઇસોલેશનમાંથી મુક્તિ આપવાનો નિર્ણય અટકાવ્યો, આ ત્રણ દેશના પ્રવાસીઓને થવાનો હતો ફાયદો

આ પણ વાંચો : Viral : સોનુ સૂદે ‘હેપ્પી ન્યૂ યર’ના દિવસોને યાદ કરતી જૂની તસવીર કરી શેર, શાહરૂખ અને બોમન પણ જોવા મળ્યા

Next Article