
નેપાળમાં Gen Zનો વિદ્રોહ હજુ શમ્યો નથી. બીજા દિવસે પણ આક્રોશની આગ ભડકી રહી છે અને અનેક શહેરોમાં પ્રદર્શનકારીઓ અને પોલીસના ઘર્ષણની ખબરો આવી રહી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર લગાવેલા બેન ને હટાવ્યા બાજ પણ પ્રદર્શન જારી છે. Gen Zના વિદ્રોહને કારણે અનેક મંત્રીઓએ રાજીનામુ આપી દીધુ છે અને ખબરો એવી પણ આવી રહી છે કે નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી દુબઈ ભાગી શકે છે.
હવે સવાલ એ છે કે આખરે નેપાળમાં અચાનક સરકારની સામે આટલો મોટો બળવો કેવી રીતે થયો કે પ્રદર્શનકર્તાઓ સંસદમાં ઘુસી ગયા. એકસાથે મોટી સંખ્યામાં ધસી આવ્યા અને મંત્રીઓએ ખુરશઈ છોડીને ભાગવુ પડ્યુ. એવામાં આપણે આ Gen Zના દેખાવોની ઈન્ટર્નલ ટાઈમલાઈન પર નજર કરીએ કે આખરે કેવી રીતે આ વિદ્રોહ ભડક્યો.
આ વિદ્રોહનો પહેલી ઈંટ તો 25 ઓગસ્ટે જ રાખી દેવામાં આવી હતી જ્યારે નેપાલ સરકારે વિદેશી સોશિયલ મીડિયા કંપનીને સાત દિવસમાં દેશમાં રજીસ્ટ્રેશન કરવાનું ફરમાન જારી કર્યુ. તેનો ઉદ્દેશ્ય પ્લેટફોર્મ્સ પર કન્ટેન્ટ મોનિટરીંગ અને દેશના નિયમોનું પાલન સુનિશ્ચિત કરવાનો હતો. જો કે મોટા ભાગની સોશિયલ મીડિયા કંપનીઓ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પુરી કરી ન શકી.
જે બાદ સરકારોએ 4 સપ્ટેમ્બર 2025 એ ફેસબુક, X, યુટ્યુબ, ઈન્સ્ટાગ્રામ, વ્હોટ્સએપ સહિત 26 પ્રમુખ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર બેન લગાવી દીધો. સાથે જ ઈન્ટરનેટની સ્પીડ પણ ઘણી ધીમી કરી દીધી. પ્લેટફોર્મ્સ પર બેન લાગ્યા બાદ નેપાની જનતા ખાસ કરીને જનરેશન Z અને યુવા વર્ગમાં નારાજગીનો માહોલ ફેલાઈ ગયો.
હવે સરકાર વિરુદ્ધ આક્રોશ જાહેર કરવા માટે નેપાલના યુવાઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા નેતાઓની આલીશાન જિંદગી પર સવાલ ઉઠાવવાનું શરૂ કર્યુ. નેપાળના ન્યૂઝ પોર્ટલ્સ અનુસાર 5 અને 6 સપ્ટેમ્બરે સોશિયલ મીડિયા પર #NepoKid અને #NepoChild જેવા હેશટેગ ઝડપથી વાયરલ થવા લાગ્યા.
લોકો નેતાઓના બાળકોની મોંઘી કારો, બ્રાન્ડેડ કપડા, વિદેશોમાં વેકેશન સહિતની તસ્વીરો અને વીડિયો પોસ્ટ કરીને ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવવા લાગ્યા. સોશિયલ મીડિયા પર એવી પોસ્ટ થવા લાગી, જેમા નેતાઓના બાળકોની જિંદગી વિશે લખાવા લાગ્યુ, અને તેમની લેવિશ લાઈફસ્ટાઈલનો વિરોધ થવા લાગ્યો
જુઓ Video
Power belongs to the people, not the privileged few politicians. It’s time to kick out politicians who have enjoyed power and the people’s money for the last 30 years. #NepoKid pic.twitter.com/xZ4GGAX3Rj
— Vikram Tripathi (@mr_spy04) September 7, 2025
આ વિરોધને પગલે સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ્સ, ઈન્ફ્લુએન્સર્સ અને કેટલાક વિપક્ષી નેતાઓએ 7 સપ્ટેમ્બરે #NoMoreCorruption અને #WakeUpChallenge હેશટેગ દ્વારા 8 સપ્ટેમ્બરે સંસદની પાસે બાનેશ્વરમાં વિરોધ પ્રદર્શનનું આહ્વાન કર્યુ. તેની એટલી અસર થઈ કે 8 સપ્ટેમ્બરે મોટી સંખ્યામાં લોકો સંસદની પાસે જમા થયા અને સરકાર વિરુદ્ધ પ્રદર્શન શરૂ કર્યુ.
જોતજોતામાં વિરોધ એટલો ઉગ્ર બની ગયો કે તેમા 14 પ્રદર્શનકર્તાઓના મોત થઈ ગયા અને 200 થી વધુ લોકો ઘાયલ થઈ ગયા, જે બાદ સરકારોના અનેક મંત્રીઓએ રાજીનામાં આપ્યા પરંતુ પ્રદર્શન રોકાઈ નથી રહ્યા. વધતા પ્રદર્શનને જોતા નેપાળ સરકારે આગલા દિવસે એટલે કે સપ્ટેમ્બર 2025 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર લગાવવામાં આવેલા પ્રતિબંધને હટાવી લીધો.
રિપોર્ટ્સ અનુસાર, પ્રદર્શનકર્તાઓ સોશિયલ મીડિયા પર બેન લગાવવાના વિરોધની સાથે જ નેતાઓના ભ્રષ્ટાચારનો પણ વિરોધ કરી રહ્યા છે અને હવે તેમનો ઉદ્દેશ્ય સરકારના ભ્રષ્ટાચાર વિરુદ્ધ સતત જવાબદારી ફિક્સ કરવાનો છે. તેમણે નેતાઓના બાળકોની ઐયાશી અને ભ્રષ્ટાચારથી મેળવેલી સંપત્તિને ઉજાગર કરવા માટેનું આંદોલન શરૂ કરી દીધુ હતુ. હવે તેના પર કાર્યવાહીની માગ થઈ રહી છે.