યુક્રેન (Ukraine) પર રશિયાના (Russia) હુમલાએ વિશ્વભરના દેશોને ચિંતામાં મૂકી દીધા છે. અમેરિકા અને પશ્ચિમી દેશોએ રશિયાના આ પગલાની સખત નિંદા કરી છે. યુક્રેન પર રશિયાના હુમલા વચ્ચે નાટોના (NATO) મહાસચિવ જેન્સ સ્ટોલ્ટનબર્ગે કહ્યું છે કે જો રશિયા યુક્રેન પર આ જ રીતે હુમલો કરવાનું ચાલુ રાખશે તો તેના હુમલાનો જવાબ આપવા માટે અમે 100થી વધુ ફાઈટર પ્લેનને હાઈ એલર્ટ પર રાખ્યા છે. જેન્સ સ્ટોલ્ટનબર્ગે કહ્યું કે, અમારી પાસે અમારા એરસ્પેસની સુરક્ષા માટે 100થી વધુ ફાઈટર એરક્રાફ્ટ છે અને ભૂમધ્ય સમુદ્ર સુધીના દરિયામાં 120થી વધુ યુદ્ધ જહાજો હાઈ એલર્ટ પર છે. યુક્રેન પર રશિયાના હુમલા બાદ નાટો સાથે જોડાયેલા તમામ દેશો રશિયાને રોકવા માટે જરૂરી પગલાં લે તે જરૂરી બની ગયું છે.
તેમણે કહ્યું કે યુક્રેન પર રશિયન સેનાના હુમલા વચ્ચે આવતીકાલે નાટો નેતાઓની બેઠક થશે. આ બેઠકમાં વ્લાદિમીર પુતિનને રોકવાની રણનીતિ બનાવવામાં આવશે. નાટોના સેક્રેટરી જનરલે રશિયન પ્રમુખને તાત્કાલિક લશ્કરી કાર્યવાહી બંધ કરવા અને યુક્રેનમાંથી ખસી જવા વિનંતી કરતા કહ્યું કે લોકશાહી હંમેશા નિરંકુશતા પર જીતશે.
NATO stands in solidarity with Ukraine. NATO allies are imposing severe costs on Russia for their reckless invasion of Ukraine. NATO allies in close coordination with EU & other partners all over the world are now imposing severe economic sanctions on Russia: NATO Secy-Gen pic.twitter.com/OCNFedQEPY
— ANI (@ANI) February 24, 2022
તેમણે કહ્યું કે યુક્રેનમાં જે પ્રકારની સ્થિતિ પ્રવર્તી રહી છે તે પછી નાટો સંપૂર્ણ તાકાત અને એકતા સાથે યુક્રેનની સાથે છે. નાટોના તમામ સભ્ય દેશોની સાથે યુરોપિયન યુનિયન પણ રશિયા પર કડક પ્રતિબંધો લાદી રહ્યું છે. અમે બધા યુક્રેન સાથે ઉભા છીએ. અમે આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાના આવા ઉલ્લંઘનને ક્યારેય સ્વીકારીશું નહીં.
જણાવી દઈએ કે રશિયન સૈનિકોએ ગુરુવારે યુક્રેન પર હુમલો કર્યો અને એક સાથે 11 શહેરોને નિશાન બનાવ્યા. હુમલા અને પ્રતિબંધોની આંતરરાષ્ટ્રીય નિંદાને અવગણીને, રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને અન્ય દેશોને ચેતવણી આપી હતી કે રશિયન કાર્યવાહીમાં દખલ કરવાના કોઈપણ પ્રયાસના પરિણામો તેઓ પહેલાં ક્યારેય જોયા નથી.
વહેલી સવારે, કિવ, ખાર્કિવ, ઓડેસા અને યુક્રેનના અન્ય શહેરોમાં જોરદાર વિસ્ફોટો સાંભળવામાં આવ્યા હતા. તે જ સમયે, વિશ્વના ઘણા દેશોના નેતાઓએ રશિયન આક્રમણની નિંદા કરી, જેનાથી જીવન અને સંપત્તિનું મોટું નુકસાન થઈ શકે છે અને આ હુમલો યુક્રેનની ચૂંટાયેલી સરકારને ઉથલાવી શકે છે.
આ પણ વાંચો : વિશ્વમાં પરમાણુ યુદ્ધ ફાટી શકે છે ! યુક્રેન પર પુતિનના હુમલાથી ઉભો થયો ખતરો, NATO ના ભૂતપૂર્વ વડાએ આપી ચેતવણી
આ પણ વાંચો : Russia Ukraine Crisis: યુક્રેનની સ્થિતિ વિકટ, અત્યાર સુધીમાં 10 નાગરિકો અને 40થી વઘુ સૈનિકોના મોત