શું તમને ખબર છે કેવું લાગે છે ગેલેક્સીનું કેન્દ્ર? NASA એ શેર કરી લાજવાબ તસ્વીર, જુઓ

છેલ્લાં બે દાયકાથી પૃથ્વીની પરિભ્રમણ કરી રહેલા Chandra X-ray Observatory દ્વારા કરવામાં આવેલા 370 અવલોકનોનું આ પરિણામ છે આ એક તસ્વીર. જાણો તેના વિશે.

શું તમને ખબર છે કેવું લાગે છે ગેલેક્સીનું કેન્દ્ર? NASA એ શેર કરી લાજવાબ તસ્વીર, જુઓ
મિલ્કી વે ડાઉનટાઉન

યુએસ સ્પેસ એજન્સી નાસાએ આપણી આકાશગંગાની (Galaxy) એટેલે કે Milky Way ની ખૂબ જ સુંદર અને અવકાશ ઉર્જાથી ભરપુર તસવીર શેર કરી છે. આ ફોટો આકાશગંગા ડાઉનટાઉનનો (Milky Way Downtown) છે. એટલે કે આકાશગંગાનું એ સ્થાન જે તેના બિલકુલ કેન્દ્રમાં છે. આ સ્થાનમાં ઘણી ખગોળીય પ્રવૃત્તિઓ થાય છે. એવું માનવામાં આવે છે કે મોટાભાગની હલચલ અહીં થાય છે.

આ તસવીરને પરથી એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ છેલ્લાં બે દાયકાથી પૃથ્વીની પરિભ્રમણ કરી રહેલા Chandra X-ray Observatory દ્વારા કરવામાં આવેલા 370 અવલોકનોનું આ પરિણામ છે. તેણે મિલ્કી વે સેન્ટર પર અબજો તારાઓ અને બ્લેક હોલ્સની તસવીરો લીધી, જેના પછી આ તસ્વીર સામે આવી છે. દક્ષિણ આફ્રિકાના એક રેડિયો ટેલિસ્કોપે પણ આ તસ્વીર માટે યોગદાન આપ્યું છે.

શું છે મિલ્કી વેના સેન્ટરમાં?

યુનિવર્સિટી ઓફ મેસેચ્યુસેટ્સ એમ્હર્સ્ટના (University of Massachusetts Amherst) ખગોળશાસ્ત્રી ડેનિયલ વાંગે (Daniel Wang) શુક્રવારે કહ્યું હતું કે તેણે રોગચાળા દરમિયાન ઘરે રહીને એક વર્ષ તેના પર કામ કર્યું. વાંગે એક ઇમેઇલમાં જણાવ્યું કે આપણે આ ચિત્રમાં જે જોઇ રહ્યા છીએ તે આપણી ગેલેક્સીના ડાઉનટાઉનમાં થઈ રહેલી એક હિંસક અથવા ઉર્જાસભર ઇકોસિસ્ટમ છે.

ચંદ્ર એક્સ-રે ઓબ્જર્વેટરી 1999 માં શરૂ થયું હતું

ડેનિયલ વાંગે જણાવ્યું હતું કે ગેલેક્સીના કેન્દ્રમાં ઘણા સુપરનોવા અવશેષો, બ્લેક હોલ અને ન્યુટ્રોન તારા છે. દરેક એક્સ-રે પોઇન્ટ અથવા સુવિધા ઉર્જાસભર સ્ત્રોતનું પ્રતિનિધિત્વ કરે છે, જેમાંથી મોટાભાગના કેન્દ્રમાં છે. વાંગનું આ કાર્ય રોયલ એસ્ટ્રોનોમિકલ સોસાયટીની માસિક સૂચના જૂનના અંકમાં પ્રકાશિત થશે. તમને જણાવી દઈએ કે ‘ચંદ્ર એક્સ-રે ઓબ્જર્વેટરી’ ની શરૂઆત 1999 માં કરવામાં આવી હતી, જે હવે પૃથ્વીની પરિક્રમા કરી રહ્યું છે.

આકાશગંગા એ ધૂળ, ગ્રહો, તારાઓ, ઉલ્કાઓનું ઘર છે

તમને જણાવી દઈએ કે અમારી ગેલેક્સીનું નામ મિલ્કી વે છે, જેમાં અબજો તારાઓ અને ગ્રહો હાજર છે. અત્યાર સુધીમાં જેટલા ગ્રહો મળી આવ્યા છે, તે બધા ગેલેક્સીમાં અસ્તિત્વ ધરાવે છે. ગેલેક્સી રહસ્યોથી ભરેલી છે. તેમાં ધૂળ, ગ્રહો, તારાઓ, ઉલ્કાઓ તરતી હોય છે. આકાશગંગા આસપાસ હજારો પ્રકાશ વર્ષોના અંતર સુધી ફેલાયેલી છે, પરંતુ તેની જાડાઈ માત્ર થોડા હજાર પ્રકાશ વર્ષ છે. આ રીતે, તે એ ડિસ્ક જેવી છે, જેમાં ધૂળ, ગ્રહો અને તારાઓ હાજર છે. આપનું સૌરમંડળ ગેલેક્સીના કેન્દ્રથી 26 હજાર પ્રકાશ વર્ષ દૂર છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati