NASAએ લાલ મંગળ પર વાદળી રંગની ટેકરીઓની તસવીરો જાહેર કરી

|

Apr 11, 2021 | 1:38 PM

ઓડીસી ઓર્બિટર દ્વારા લેવાયેલ ફોટાઓ, લોકોની વચ્ચે મૂકીને NASAએ મંગળ માટે વધુ જાણવા અનેક લોકોમાં વધુ જીજ્ઞાસા ઊભી કરી

NASAએ લાલ મંગળ પર વાદળી રંગની ટેકરીઓની તસવીરો જાહેર કરી
લાલ મંગળની વાદળી તસવીર

Follow us on

આજકાલ, નાસા દ્વારા સમયાતરે મંગળ ગ્રહની અનેકવિધ તસવીરો લોકો માટે ઉપલબ્ધ કરાતા, મંગળ ગ્રહને લઈને વૈજ્ઞાનિકોમાં ઘણીબધી જીજ્ઞાસા જોવા મળી રહી છે. આથી જ વિશ્વના દરેક દેશ ઝડપથી આ લાલ ગ્રહ ( red Mars) પર પહોંચવા આતુર રહે છે. દરમિયાન ગુરુવારે અમેરિકાની અવકાશ એજન્સી નાસાએ ( NASA) મંગળની સુંદર તસવીર જાહેર કરી છે. આ તસ્વીર જોઈને લોકો ખાસ કરીને મંગળ વિશે જેમને દિલચસ્પી છે તે લોકો વધુ જાણવા માંગશે. ખરેખર, આ તસવીર બ્લુ ડ્યુન્સ ( Blue Dunes ) એટલે કે મંગળ ઉપર, વાદળી રંગના દેખાતા ટેકરાઓની છે.

નાસાની આ તસવીર વાયરલ થઈ
આ ફોટો શેર કરતી વખતે નાસાએ કેપશન લખી હતી કે, “Blue Dunes on the Red Planet” એટલે લાલ ગ્રહ પર વાદળી ટેકરા. આ તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. અને જીજ્ઞાસુઓમાં ધુમ મચાવી રહી છે. નાસાએ કહ્યા મુજબ, આ તસવીર મંગળ ગ્રહના ઉત્તર ધ્રુવથી લેવામાં આવી છે. જે આ લાલ ગ્રહ પર ઝડપથી ફુકાતા પવનના કારણે આકાર પામી છે. મંગળ પરનો આ વિસ્તાર આશરે 30 કિલોમીટર સુધી ફેલાયેલો છે.

વાદળી દેખાવાનું કારણ કઈક આવુ છે
આ ખાસ તસવીર નાસાના મંગળ ઓડિસી ઓર્બિટરના ઇન્ફ્રારેડ કેમેરાથી લેવામાં આવી છે. ઓર્બિટરમાં સ્થિત આ કેમેરાને થર્મલ ઇમિશન ઇમેજિંગ સિસ્ટમ (Themis) કહેવામાં આવે છે. નાસાએ કહ્યું કે આ તસ્વીરમાં જુદા જુદા રંગો ખરેખર લાલ ગ્રહની સપાટી પર વિવિધ તાપમાન દર્શાવે છે. આ ચિત્રમાં જોવા મળતો પીળો અથવા નારંગી રંગ ઉચ્ચ તાપમાન સૂચવે છે, જ્યારે વાદળી રંગ ઠંડા તાપમાનને સૂચવે છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ઓડિસી ( Odyssey) મંગળનું તાપમાન માપી રહ્યું છે
નાસાએ એવી પણ વિગતો આપી છે કે, મંગળ ઓડિસી ઓર્બિટરની થેમિસ સિસ્ટમ મંગળનું તાપમાન દિવસ અને રાત એમ બંનેનું માપે છે. આનાથી વૈજ્ઞાનિકોને નિર્ધારિત કરવામાં મદદ કરે છે કે શું આ ગ્રહ પર ખડક, રેતી અથવા ધૂળ જેવી ભૌગોલિક સ્થિતિમાં અસ્તિત્વ ધરાવે છે. તેનો ડેટા મંગળ ઉપરની ગરમી અને ઠંડી જ નહી અન્ય બાબતોની પણ જાણકારી મળી રહે છે.

Next Article