VIDEO: મુંબઈનું ડાંસ ગ્રૂપ વી-અનબિટેબલ અમેરિકા ગોટ ટેલેન્ટના સેમિફાઈનલમાં પહોંચ્યું

|

Aug 23, 2019 | 2:36 PM

મુંબઈનું ડાંસ ગ્રુપ વી-અનબિટેબલ અમેરિકા ગોટ ટેલેન્ટના સેમિફાઈનલમાં પહોંચી ગયું છે. અમેરિકા ગોટ ટેલેન્ટ શૉના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર આ અંગે જાણકારી આપવામાં આવી છે. એટલે કે મુંબઈના આ ડાંસ ગ્રુપે અમેરિકાના પ્રખ્યાત શૉમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. જેને લઈને તેમના ચાહકોમાં ઉત્સાહનો માહોલ છવાયો છે. વી અનબિટેબલ ગ્રુપે પણ ટ્વિટ કરીને લોકોનો આભાર […]

VIDEO: મુંબઈનું ડાંસ ગ્રૂપ વી-અનબિટેબલ અમેરિકા ગોટ ટેલેન્ટના સેમિફાઈનલમાં પહોંચ્યું

Follow us on

મુંબઈનું ડાંસ ગ્રુપ વી-અનબિટેબલ અમેરિકા ગોટ ટેલેન્ટના સેમિફાઈનલમાં પહોંચી ગયું છે. અમેરિકા ગોટ ટેલેન્ટ શૉના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર આ અંગે જાણકારી આપવામાં આવી છે. એટલે કે મુંબઈના આ ડાંસ ગ્રુપે અમેરિકાના પ્રખ્યાત શૉમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. જેને લઈને તેમના ચાહકોમાં ઉત્સાહનો માહોલ છવાયો છે. વી અનબિટેબલ ગ્રુપે પણ ટ્વિટ કરીને લોકોનો આભાર વ્યક્ત કર્યો.

આ પણ વાંચોઃ કાશ્મીરમાં વાળ કપાવવા અને દાઢી કરાવવા માટે વાણંદની દુકાન બહાર લાંબી લાઈન, જાણો મોટું કારણ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

મહત્વનું છે કે, અમેરિકા ગોટ ટેલેન્ટની આ 14મી સિઝન છે. અને મુંબઈના સ્લમ વિસ્તારમાંથી આવતા આ ગ્રુપે અહીં પોતાનું એક સ્થાન બનાવી લીધું છે. આ ગ્રુપમાં કુલ 29 કલાકારો છે. જેમા 12 વર્ષથી લઈને 27 વર્ષના કલાકાર છે. આ ગ્રુપે શૉના ઓડિશન સમયે રણવીરસિંહના મલ્હારી સોન્ગ પર ડાન્સ કરીને સૌને ચોંકાવી દીધા હતા. ત્યારથી તેઓ વિશ્વભરમાં જાણીતા થયા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મહત્વનું છે કે, અમેરિકાના શૉ સુધી પહોંચનાર આ ડાન્સ ગ્રુપ મુંબઈની એક ઝુપડપટ્ટી વિસ્તારમાંથી આવે છે. પહેલા મુંબઈના એક ડાન્સ શૉ દ્વારા તેઓ લોકોની નજરમાં આવ્યા હતા. જેની સિઝન 4માં તેઓ વિજેતા બન્યા. આ ઉપરાંત પણ તેમણે અન્ય શૉમાં ભાગ લીધો હતો. ત્યારબાદ તેઓ સંઘર્ષ કરતા કરતા આજે અમેરિકા ગોટ ટેલેન્ટમાં સેમિફાઈનલ સુધી પહોંચ્યા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article