તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબજો કર્યો હોવાથી નવા રાષ્ટ્રપતિના નામ સંબંધિત સ્થિતિ સ્પષ્ટ જણાઈ રહી છે. સૂત્રોને ટાંકીને રજૂ કરાયેલા મીડિયા રીપોર્ટ અનુસાર, તાલિબાનના મુલ્લા અબ્દુલ ગની બરાદારને અફઘાનિસ્તાનના નવા રાષ્ટ્રપતિ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.
લગભગ વીસ વર્ષની લડાઈ બાદ અફઘાનિસ્તાનમાંથી અમેરિકી દળોને પાછો ખેંચ્યાના થોડા દિવસોમાં જ તાલિબાનોએ લગભગ આખા અફઘાનિસ્તાન દેશ પર નિયંત્રણ મેળવી લીધું છે. તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને તાજિકિસ્તાન જતા રહ્યાં હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. આ સિવાય ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહ પણ અફઘાનિસ્તાન છોડીને અન્ય દેશમાં જતા રહ્યાં હોવાના સમાચાર આવી રહ્યાં છે.
Taliban spokesman Zabihullah Mujahid says in order to prevent looting and chaos their forces will enter some parts of Kabul, #Afghanistan & occupy outposts that have been evacuated by security forces. He asks the people to not panic from their entrance into the city: TOLOnews pic.twitter.com/LBevpNQ53h
— ANI (@ANI) August 15, 2021
તાલિબાનોએ રાષ્ટ્રપતિ ભવન પર કબજો કર્યો
તાલિબાન કમાન્ડરોનું કહેવું છે કે તેઓએ રાષ્ટ્રપતિ ભવન પર કબજો કરી લીધો છે. તાલિબાનના નાયબ નેતા મુલ્લા બરાદરનું કહેવું છે કે તેમને ક્યારેય અપેક્ષા નહોતી કે તેઓ આ રીતે જીતી જશે. અફઘાનિસ્તાનના સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ, હવે તાલિબાનને એ રીતે જોવામાં આવશે કે તેઓ રાષ્ટ્રની સુરક્ષા અને પ્રજા કલ્યાણ કેવી રીતે સુનિશ્ચિત કરી શકે છે.
તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે કહ્યું કે તેમના દળો લૂંટ અને અરાજકતાને રોકવા માટે સુરક્ષા દળો દ્વારા ખાલી કરાયેલ કાબુલ, અફઘાનિસ્તાન અને અન્ય ચોકીઓને કબજે કરશે. સાથે જ તેમણે લોકોને કહ્યું છે કે શહેરમાં પ્રવેશતા ડરશો નહીં.
તાલિબાનના લડવૈયાઓ રાષ્ટ્રપતિ ભવનમાં પ્રવેશ્યા
દરમિયાન, આંતરરાષ્ટ્રીય ન્યૂઝ ચેનલે પ્રસારીત કરેલા સમાચારના વીડિયો ફૂટેજમાં રાજધાની કાબુલમાં રાષ્ટ્રપતિ ભવનની અંદર તાલિબાન લડવૈયાઓનું મોટું જૂથ દેખાયું. તાલિબાન રાષ્ટ્રપતિ ભવનથી અફઘાનિસ્તાન પર પોતાના કબજાની જાહેરાત કરે તેવી અપેક્ષા છે અને દેશનું નામ બદલીને સંભવત ‘ઇસ્લામિક અમીરાત ઓફ અફઘાનિસ્તાન’ રાખવામાં આવશે.
આ પણ વાંચોઃIND vs ENG: ટેસ્ટ દરમ્યાન કોહલી અને એન્ડર્સન વચ્ચે ગરમાગરમી, કોહલી એ કહ્યું , ‘તમારા ઘરનો વાડો નથી’
આ પણ વાંચોઃ સંસદમાં હંગામો કરવા બદલ સત્તાવાર ફરિયાદ નોંધાઈ, તપાસ માટે સમિતિની રચના કરાશે: સૂત્રો