પાકિસ્તાનમાં 40 લાખથી વધુ હિન્દુઓ મનાવી રહ્યા છે દિવાળી, ઘર અને મંદિરોને રંગબેરંગી રોશનીથી સજાવ્યા

|

Nov 04, 2021 | 9:59 PM

પાકિસ્તાનમાં 40 લાખથી વધુ હિન્દુઓએ તેમની ધાર્મિક પરંપરાઓ અનુસાર પ્રકાશના આ તહેવારની ઉજવણી કરી હતી. વિશ્વના વિવિધ ભાગોમાં વસતા હિન્દુ સમુદાયે પણ દિવાળીની ઉજવણી કરી હતી.

પાકિસ્તાનમાં 40 લાખથી વધુ હિન્દુઓ મનાવી રહ્યા છે દિવાળી, ઘર અને મંદિરોને રંગબેરંગી રોશનીથી સજાવ્યા

Follow us on

પાકિસ્તાન (Pakistan)ના વડાપ્રધાન ઈમરાન ખાન (Imran Khan) અને વિપક્ષના કેટલાક નેતાઓએ ગુરુવારે પાકિસ્તાનમાં હિન્દુ સમુદાય(Hindu Community in Pakistan)ને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી. ઈમરાન ખાને ટ્વીટ કર્યું કે, ‘મારા હિન્દુ સમુદાયને દિવાળીની શુભકામનાઓ.’ દીપાવલીએ હિન્દુ સમુદાયના સૌથી મોટા તહેવારોમાંનો એક છે (Imran Khan wishes Diwali). પાકિસ્તાનમાં 40 લાખથી વધુ હિન્દુઓએ તેમની ધાર્મિક પરંપરાઓ અનુસાર પ્રકાશના આ તહેવારની ઉજવણી કરી હતી. વિશ્વના વિવિધ ભાગોમાં વસતા હિન્દુ સમુદાયે પણ દિવાળીની ઉજવણી કરી હતી.

 

પાકિસ્તાનના માહિતી મંત્રી ફવાદ ચૌધરી (Fawad Chaudhry), આયોજન અને વિકાસ મંત્રી અસદ ઉમર અને માનવાધિકાર મંત્રી શિરીન મજારીએ પણ હિન્દુ સમુદાયને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી. પાકિસ્તાની નેશનલ એસેમ્બલીમાં વિરોધ પક્ષના નેતા અને મુખ્ય વિપક્ષ પીએમએલ-એનના વડા શહેબાઝ શરીફે દિવાળીના અવસર પર પાકિસ્તાન અને વિશ્વભરના હિન્દુ સમુદાયને શુભેચ્છા પાઠવી છે. તેમણે ટ્વીટ કર્યું, ‘હું પ્રાર્થના કરું છું કે પ્રકાશનો આ તહેવાર સમગ્ર વિશ્વમાં શાંતિ, પ્રેમ અને ખુશીનો સ્ત્રોત બને.’

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

 

બિલાવલ ભુટ્ટોએ પણ દિવાળીની શુભેચ્છા પાઠવી હતી

પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના વડા બિલાવલ ભુટ્ટો ઝરદારીએ પણ હિન્દુ સમુદાયને દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી. “આપણે દિવાળીના સંદેશને સમજવાની જરૂર છે. તે આપણને શીખવે છે કે દુષ્ટ ગમે તેટલું શક્તિશાળી હોય, તે સતત સંઘર્ષ અને પ્રતિબદ્ધતા દ્વારા હરાવવા માટે બંધાયેલ છે.’ બિલાવલ ભુટ્ટોએ એમ પણ કહ્યું કે તેમની પાર્ટીનો સિદ્ધાંત અંધકાર, અન્યાય અને અસમાનતા સામે લડવાનો છે. પાકિસ્તાની હિંદુઓ સમગ્ર દેશમાં ઉત્સાહ સાથે દિવાળીની ઉજવણી કરી રહ્યા છે. હિન્દુ પરિવારો તેમના ઘરો અને મંદિરોને રંગબેરંગી રોશનીથી સજાવી રહ્યા છે.

 

દેશના વિવિધ ભાગોમાં કાર્યક્રમોનું આયોજન

અહેવાલ મુજબ વિવિધ મંદિરોમાં વિશેષ પૂજા કરવામાં આવી રહી છે, જ્યારે તહેવાર દરમિયાન લોકોમાં મીઠાઈઓ પણ વહેંચવામાં આવી હતી. તેના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે કરાચી, લાહોર અને અન્ય મોટા શહેરો સિવાય મટિયારી, તાંડો અલ્લાહયાર, તાંડો મુહમ્મદ ખાન, જામશોરો, બદીન, સંઘર, હાલા, ટંડો આદમ અને શહદાદપુરમાં દિવાળીના અવસર પર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. પાકિસ્તાનમાં હિન્દુઓ સૌથી મોટો લઘુમતી સમુદાય છે. પાકિસ્તાનની મોટાભાગની હિંદુ વસ્તી સિંધ પ્રાંતમાં સ્થાયી છે જ્યાં તેઓ ત્યાંના મુસ્લિમો સાથે સંસ્કૃતિ, પરંપરાઓ અને ભાષાનો સમન્વય જોવા મળે છે.

 

આ પણ વાંચો: આ ફટાકડાને સળગાવામાં આવે છે ત્યારે ન તો ધુમાડો થાય છે અને ન તો અવાજ આવે છે, પરંતુ ઉગે છે શાકભાજીના છોડ

 

આ પણ વાંચો: Covid-19: બ્રિટને કોરોનાની સારવાર માટે મર્કની મોલ્નુપીરાવીર ટેબ્લેટને આપી મંજૂરી, આવું કરનાર પ્રથમ દેશ

Next Article