
વર્ષ 2019માં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ખુલીને બ્રાઝીલ અને કેટલાક અન્ય દેશોને ચેતવણી આપી હતી કે ચીન સાથેના વધુ વ્યાપારિક સંબંધો અમેરિકા સાથેના તેના સંબંધોને નુકસાન પહોંચાડી શકે છે. ઉલ્લેખનિય છે કે ટેરિફ થોપવાના નામ પર ભારત સાથે તણાવ વચ્ચે પીએમ મોદીની ચીન યાત્રા સીધો ટ્રમ્પ માટે સંદેશો હશે. એ પણ સમજવાની વાત છે કે પીએમ મોદીની ચીન યાત્રા આ પ્રકારે અચાનક કેમ જાહેર થઈ. આ ટ્રમ્પ માટે એક સ્પષ્ટ સંદેશ છે કે તે ભારતને હળવાશથી ન લે. આ અમેરિકા માટે ખૂબ મોંઘુ સાબિત થઈ શકે છે. ગલવાન સંઘર્ષ પછી, ભારત હજુ પણ ચીનથી એક અંતર જાળવીને ચાલી રહ્યું હતું. જો અચાનક પીએમ મોદીની શાંઘાઈ કોઓપરેશન સમિટમાં જવાનીજાહેરાત કરવામાં આવી છે, તો અમેરિકા માટે તે સમજવા માટે પૂરતું છે. જો પીએમ મોદી SCO સમિટમાં જઈ રહ્યા છે, તો સ્પષ્ટ છે કે તેઓ ભવિષ્યમાં BRICSમાં પણ સક્રિય ભૂમિકા ભજવશે. આ રીતે, ચીનની આ મુલાકાત અમેરિકા માટે એક ખુલ્લો પડકાર છે. અત્યાર સુધી,...
Published On - 4:23 pm, Thu, 7 August 25