પુતિન ભારત આવે એ પહેલા નરેન્દ્ર મોદીની 25 વર્ષ જુની આ તસવીર બની ચર્ચાનું કેન્દ્ર…. જાણો શું છે કારણ?

પુતિનની ભારત યાત્રા એવા સમયે થઈ રહી છે જ્યારે અમેરિકા તરફથી ભારતીય વસ્તુઓ પર 50 ટકા ભારે ટેરિફ લગાવવામાં આવ્યો છે અને ભારત અમેરિકાના સંબંધો છેલ્લા 30 વર્ષના તેના સૌથી ખરાબ તૂક્કામાં છે. આ મીટીંગમાં અમેરિકી પ્રતિબંધોની ભારત દ્વારા રશિયા પાસેથી તેલ ખરીદવાના કારણે આવનારી અસરોને લઈને પણ ચર્ચા થવાની શક્યતા છે.

પુતિન ભારત આવે એ પહેલા નરેન્દ્ર મોદીની 25 વર્ષ જુની આ તસવીર બની ચર્ચાનું કેન્દ્ર.... જાણો શું છે કારણ?
| Updated on: Dec 04, 2025 | 6:06 PM

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન થોડી જ વારમાં ભારત આવી પહોંચશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે (4 Dec) રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સન્માનમાં એક પ્રાઈવેટ ડિનરનુ પણ આયોજન કર્યુ છે. બંને રાષ્ટ્રાધ્યક્ષોની આ ડિનર ડિપ્લોમસી પણ ઘણી જ મહત્વની ગણાઈ રહી છે. પુતિનની ભારત મુલાકાત પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક તસવીરની ઘણી ચર્ચા થઈ રહી છે. આ તસવીર એ સમયની છે જ્યારે વર્ષ 2001માં તેઓ રશિયાના પ્રવાસે હતા. 2001માં પુતિન રાષ્ટ્રપતિ હતા અને ભારતના તત્કાલિન પીએમ અટલ બિહારી વાજપેયી સાથે નરેન્દ્ર મોદી રશિયાની મુલાકાતે ગયા હતા. નરેન્દ્ર મોદી એ સમયે ગુજરાતના મુખ્યમંત્રી હતા.

વડાપ્રધાન મોદી 2001ના શિખર સંમેલનને યાદ કરતા અગાઉ પણ કેટલીક તસવીરો શેર કરી ચુક્યા છે. હાલ જે તસવીર છે તેમા તત્કાલિન PM અટલ બિહારી વાજપેયીની બાજુમાં પુતિન બેઠા છે. એક તસવીરમં રાષ્ટ્રપતિ પુતિન અને અટલ બિહારી વાજપેયી સંયુક્ત નિવેદન આપી રહ્યા હતા. એ સમયે વાજપેયીની ચેર પાછળ PM મોદી અને જસવંતસિંહ ઉભા છે. જસવંત સિંહ એ સમયે વિદેશ મંત્રી હતા.

પુતિનની યાત્રા એવા સમયે થઈ રહી છે જ્યારે ભારત અને અમેરિકા વચ્ચે સંબંધોમાં તણાવ છે. રરશિયન રાષ્ટ્રપતિની મુલાકાતનો હેતુ એકંદર દ્વિપક્ષીય વ્યૂહાત્મક અને આર્થિક ભાગીદારીને વિસ્તૃત કરવાનો છે.
મોદી અને પુતિન વચ્ચે શુક્રવારની શિખર બેઠકમાં સંરક્ષણ સહયોગ વધારવા, બાહ્ય દબાણથી દ્વિપક્ષીય વેપારને સુરક્ષિત રાખવા અને નાના મોડ્યુલર રિએક્ટરના ક્ષેત્રમાં સંભવિત સહયોગ પર ધ્યાન કેન્દ્રિત કરવાની અપેક્ષા છે. પશ્ચિમી દેશો આ વાટાઘાટો પર નજીકથી નજર રાખે તેવી અપેક્ષા છે.

ભારત અને રશિયા વચ્ચે 23મી શિખર બેઠક બાદ, બંને પક્ષો વેપાર સહિત અનેક ક્ષેત્રોમાં કરારો કરી શકે છે. યુક્રેનમાં યુદ્ધનો અંત લાવવા માટે અમેરિકાના નવેસરથી પ્રયાસો વચ્ચે રશિયન નેતા ભારતની મુલાકાતે આવી રહ્યા હોવાથી, આ મુદ્દા પર સમિટમાં ચર્ચા થવાની શક્યતા છે. ગયા જુલાઈમાં રશિયાની મુલાકાતે ગયેલા વડાપ્રધાન મોદીનો પણ પુતિને આવો જ આતિથ્ય સત્કાર કર્યો હતો.

ગુજરાત સહિત દેશભરમાં SIR દરમિયાન BLO ના અપમૃત્યુ પર સુપ્રીમ કોર્ટે વ્યક્ત કરી ચિંતા, રાજ્યોને આપ્યા કડક નિર્દેશ

Published On - 6:00 pm, Thu, 4 December 25