
અમેરિકા અને ઇઝરાયલે ભેગા મળીને ઈરાનના બુશેહર પરમાણુ વીજ પ્લાન્ટ પર કરેલા હુમલાએ આ પ્રદેશમાં યુદ્ધને હવે ખતરનાક વળાંક પર લાવી દીધુ છે. એક જ મહિનામાં બુશહેરમાં આ ચોથો હુમલો હોવાથી, પરમાણુ વિનાશનો ભય વધી રહ્યો છે. આવી ઘટનામાંથી નીકળતો કિરણોત્સર્ગી પ્રવાહ તેહરાનથી આગળ વધી શકે છે. જે સંભવત ખાડીના દેશો સુધી પહોંચી શકે છે. આ સંઘર્ષ હવે માત્ર વૈશ્વિક તેલ અને ગેસ પુરવઠા અંગે જ નહીં પરંતુ રેડિયોએક્ટિવ લીક થવાની શક્યતા અંગે પણ ચિંતાઓને વેગ આપી રહ્યો છે.
ઈરાનના દક્ષિણ ભાગમાં આવેલા બુશેહર ન્યુક્લિયર વીજ પ્લાન્ટ પર વધુ એકવાર અમેરિકા અને ઈઝરાયલે ભેગા મળીને હુમલો કર્યો છે. જે આ યુદ્ધને અત્યંત જોખમી વળાંક પર ધકેલી દીધુ છે. આ માત્ર એક મહિનાના સમયગાળામાં પરમાણુ સુવિધા પર ચોથો હુમલો છે. જ્યારે યુદ્ધ પહેલાથી જ વૈશ્વિક તેલ અને ગેસ પુરવઠો ખોરવી ચૂક્યું છે, ત્યારે મુખ્ય ભય હવે સંભવિત પરમાણુ અકસ્માત પર કેન્દ્રિત છે – એક એવી આપત્તિ જે કોઈ સરહદ જાણતી નથી. તેના પરિણામો સમગ્ર ખાડીના દેશોમાં અનુભવાશે. ન્યુક્લિયર રેડિયોએક્ટિવ ફક્ત તેહરાન જ નહીં, પરંતુ સમગ્ર ગલ્ફના દેશોને પણ અસર કરશે. ઈરાનના નાયબ વિદેશ પ્રધાન, અબ્બાસ અરાકચીએ કડક ચેતવણી આપી છે કે, જો બુશેહર પર સીધો હુમલો કરાશે, તો પરિણામી કિરણોત્સર્ગી અસર ફક્ત તેહરાન સુધી જ મર્યાદિતનહીં રહે, પરંતુ ગલ્ફ દેશોની રાજધાની સુધી પણ ફેલાઈ શકે છે.
Remember the Western outrage about hostilities near Zaporizhzhia Nuclear Power Plant in Ukraine?
Israel-U.S. have bombed our Bushehr plant four times now. Radioactive fallout will end life in GCC capitals, not Tehran.
Attacks on our petrochemicals also convey real objectives. pic.twitter.com/onGCgkJFjt
— Seyed Abbas Araghchi (@araghchi) April 4, 2026
કિરણોત્સર્ગી લીક થવાની સ્થિતિમાં, પ્રવર્તમાન પવનો અને સમુદ્રી પ્રવાહો દૂષણ ફેલાવી શકે છે, જે સમગ્ર પ્રદેશને અસર કરશે. પર્સિયન ગલ્ફના દરિયાકિનારા પર આવેલ ન્યુક્લિયર એનર્જી પ્લાન્ટ, આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી (IAEA) ની “નિષ્ક્રિયતા” અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. જોકે, IAEA એ આ ઘટનાની પુષ્ટિ કરી છે, પરંતુ તેણે જણાવ્યું છે કે રેડિયેશનના સ્તરમાં અત્યાર સુધી કોઈ વધારો જોવા મળ્યો નથી. એજન્સીના ડિરેક્ટર જનરલ, રાફેલ ગ્રોસીએ સ્પષ્ટપણે જાહેર કર્યું છે કે, લશ્કરી હુમલામાં પરમાણુ સ્થળોને ક્યારેય નિશાન બનાવવું જોઈએ નહીં.
યુદ્ધ દરમિયાન ઘણીવાર પરમાણુ બોમ્બની આસપાસ ચર્ચા અને ધમકીઓ આપવામાં આવે છે, ત્યારે નિષ્ણાતો ચેતવણી આપે છે કે, હાલમાં સૌથી તાત્કાલિક અને નોંધપાત્ર ખતરો પરમાણુ અકસ્માતનું જોખમ છે. જો કોઈ મિસાઈલ, પછી ભલે તે આકસ્મિક રીતે હોય કે વ્યૂહાત્મક રીતે, પરંતુ પરમાણુ પ્લાન્ટના સંવેદનશીલ ઘટક – જેમ કે રિએક્ટર કોર, વપરાયેલ બળતણ પૂલ, અથવા ઠંડક પ્રણાલી પર અથડાય, તો તેના પરિણામો વિનાશક જ હોય છે. આવી ઘટના પ્લાન્ટથી સેંકડો કિલોમીટર દૂર ફેલાયેલા વિસ્તારને કિરણોત્સર્ગી લીક થવાનો ભય રહી શકે છે. લાખો લોકોના જીવનને જોખમમાં મુકાશે, અને દરિયાઈ જીવસૃષ્ટિને પણ ગંભીર પરિણામો ભોગવવા પડશે.