Breaking News : ઈરાને અમેરિકા પર કર્યો મોટો હુમલો, તુર્કીયેમાં પરમાણુ મથક પર છોડી મિસાઈલ

મધ્ય પૂર્વમાં તણાવ સતત વધી રહ્યો છે. ઈરાને તુર્કીના ઇન્સિર્લિક એર બેઝ અને USS અબ્રાહમ લિંકન પર હુમલાનો દાવો કર્યો છે. આના જવાબમાં અમેરિકા અને નાટોએ એર ડિફેન્સ સિસ્ટમ તૈનાત કરી અને જવાબી કાર્યવાહી કરી.

Breaking News : ઈરાને અમેરિકા પર કર્યો મોટો હુમલો, તુર્કીયેમાં પરમાણુ મથક પર છોડી મિસાઈલ
| Updated on: Mar 13, 2026 | 5:19 PM

મધ્ય પૂર્વમાં તણાવ સતત વધી રહ્યો છે. ઈરાને અમેરિકન લક્ષ્યોને નિશાન બનાવવાની કામગીરી વધુ તેજ કરી છે. તાજેતરમાં ઈરાને તુર્કીના ઇન્સિર્લિક એર બેઝ તરફ મિસાઈલ છોડ્યાનો દાવો થયો છે. આ એર બેઝ અમેરિકાના મહત્વના સૈન્ય ઠેકાણાઓમાંનું એક છે અને અહીં યુએસના ટેક્ટિકલ પરમાણુ હથિયારો પણ હોવાની માહિતી મળે છે. તુર્કીના સંરક્ષણ મંત્રાલયે હુમલાની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે આ મામલે ઈરાન સાથે સંપર્કમાં રહીને પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

હુમલા બાદ અબ્રાહમ લિંકન પાછળ હટ્યું

અહેવાલો મુજબ, ઈરાને એક અમેરિકન એરક્રાફ્ટ કેરિયર પર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. ઈરાનની ઇસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ દાવો કર્યો છે કે ઓમાનના સમુદ્રમાં મિસાઈલથી યુએસએસ અબ્રાહમ લિંકનને નિશાન બનાવવામાં આવ્યું હતું. IRGC મુજબ આ હુમલા બાદ અબ્રાહમ લિંકન પાછળ હટ્યું હતું. જોકે, અમેરિકાએ આ હુમલાના દાવાને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે.

આ વચ્ચે ઈરાને એકસાથે ત્રણ નાટો ઠેકાણાઓને નિશાન બનાવ્યાના અહેવાલો સામે આવ્યા છે. સાથે જ દુબઈ તરફ પણ હુમલાનો પ્રયાસ થયાની ચર્ચા ચાલી રહી છે. ઈરાનના આ હુમલાઓના જવાબમાં અમેરિકા અને નાટો દેશોએ પોતાની એર ડિફેન્સ સિસ્ટમને યુરોપથી મધ્ય પૂર્વ તરફ ખસેડવાની શરૂઆત કરી છે. નાટોની એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા ભૂમધ્ય સમુદ્ર વિસ્તારમાં એક ઈરાની બેલિસ્ટિક મિસાઈલને નાશ કરવામાં આવી હોવાનું પણ જણાવાયું છે.

અમેરિકાના મહત્વના સૈન્ય ઠેકાણાઓમાંનું એક

ઇન્સિર્લિક એર બેઝ તરફ જઈ રહેલી મિસાઈલને પૂર્વ ભૂમધ્ય સમુદ્ર વિસ્તારમાં જ અટકાવી દેવામાં આવી હતી. આ બેઝ અમેરિકાના મહત્વના સૈન્ય ઠેકાણાઓમાંનું એક હોવાથી સુરક્ષા વ્યવસ્થાઓ વધુ કડક કરવામાં આવી છે. સાથે જ ઈરાન સમર્થિત જૂથોના ઠેકાણાઓ પર પણ હુમલાના અહેવાલો સામે આવ્યા છે. અહેવાલ મુજબ એક અમેરિકન લુકાસ ડ્રોન દ્વારા ઇરાક વિસ્તારમાં હુમલો કરવામાં આવ્યો છે.

આ સમગ્ર પરિસ્થિતિ વચ્ચે નાટો દેશો સંભવિત મોટા સંઘર્ષ માટે તૈયારીઓ શરૂ કરી રહ્યા છે. અમેરિકાએ પણ ઈરાન પર જવાબી હુમલો કર્યો હોવાની માહિતી મળી રહી છે. તેહરાનના વરામિન વિસ્તારમાં ભારે વિસ્ફોટ અને હુમલાના અહેવાલો સામે આવ્યા છે. પૂર્વ તેહરાન કમાન્ડ હેડક્વાર્ટર પર હુમલો થયાની પણ માહિતી મળી રહી છે.

તે સાથે જ યુરોપમાં મોટી લશ્કરી કવાયતો શરૂ કરવામાં આવી છે. જર્મનીએ વિશાળ સૈન્ય કવાયત હાથ ધરી છે જેમાં ઘાયલ સૈનિકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની તૈયારી કરવામાં આવી રહી છે. લિથુઆનિયા થી જર્મની સુધી તબીબી સ્થળાંતર કવાયત ચાલી રહી છે. રશિયા-યુક્રેન યુદ્ધ પછી આ સૌથી મોટી તબીબી કવાયત માનવામાં આવી રહી છે.

એકવાર ફરી સુપ્રીમ લીડરની સીટ પર ‘ઘાયલ’ ખામેનેઈ, જાણો શું છે ઘટના