Bill Gates and Melinda Gates : છુટાછેડા બાદ દુનિયાની બીજી અમીર મહિલા બની શકે છે મેલિંડા ગેટ્સ

|

May 05, 2021 | 6:28 PM

દુનિયાના ચોથા સૌથી અમીર વ્યક્તિ બિલ ગેટ્સની પત્ની મેલિંડા ગેટ્સ છુટાછેડા બાદ દુનિયાની બીજી અમીર મહિલા બની શકે છે. 73 બિલિયન ડૉલરની સંપત્તિની માલિક બની જશે.

Bill Gates and Melinda Gates : છુટાછેડા બાદ દુનિયાની બીજી અમીર મહિલા બની શકે છે મેલિંડા ગેટ્સ
મેલિંડા અને બિલ ગેટ્સ

Follow us on

દુનિયાના ચોથા સૌથી અમીર વ્યક્તિ બિલ ગેટ્સની પત્ની મેલિંડા ગેટ્સ છુટાછેડા બાદ દુનિયાની બીજી અમીર મહિલા બની શકે છે. 73 બિલિયન ડૉલરની સંપત્તિની માલિક બની જશે. બિલ અને મેલિંડાએ સોમવારે વોશિંગટનના સિએટલ સ્થિત કિંગ કાઉંટી સુપિરિયર કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરવામાં આવી હતી. તેમાં મેલિંડાએ કોર્ટને કહ્યુ કે, તેમના લગ્ન ટૂટી ગયા છે અને 146 બિલિયન ડૉલરની સંપત્તિને અડધી-અડધી વહેંચી દેવામાં આવે.

સંપત્તિની વહેંચણી 50-50 એટલા માટે થશે કારણ કે અરજીમાં લખ્યુ હતુ કે 1994માં લગ્ન કરનારા બિલ અને મેલિંડાએ પ્રીન્યૂપટિલ એગ્રીમેન્ટ પર સહી કરી નહોતી. વોશિંગટન કાયદા પ્રમાણે છૂટાછેડા લેવાવાળા દંપત્તિ પોતાની સંપત્તિને એકસરખી રીતે શેર કરી શકે છે.  પ્રીન્યૂપટિયલ એક રીતનો લેખિત કોન્ટ્રાક્ટ છે જેના પર દંપત્તિ લગ્ન કરતા પહેલા સહી કરે છે. આમાં prenup અંતર્ગત કોઇ એક વ્યક્તિની બધી સંપત્તિ વિશે જણાવવામાં છે અને એ જણાવવામાં આવે છે તે લગ્ન બાદ કોનો સંપત્તિ પર અધિકાર હશે.

જો આ રીતે થશે તો મેલિંડા ગેટ્સ લૉરિયલની માલિક ફ્રાંસવા બેટનકોર્ટ બાદ અમીરીના ક્રમમાં બીજા નંબર પર હશે. જેમની પાસે વારસામાં મળેલી 83 બિલિયન ડૉલરની સંપત્તિ છે. બ્લૂમબર્ગ બિલિનિયર ઇન્ડેક્સ પ્રમાણે બિલ ગેટ્સ અત્યારે દુનિયાના ચોથા અમીર વ્યક્તિ છે. એમની પાસે કુલ 146 બિલિયન ડૉલરની સંપત્તિ છે. જો કે તેઓ આના કરતા પણ ઉંચા ક્રમ પર હોત પણ તેઓએ 40 બિલિયન ડૉલર પરોપકારી કાર્યો માટે પોતાના એક ફાઉન્ડેશનને આપી દીધા.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

ફાઉન્ડેશનનું નામ બિલ એન્ડ મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશન છે. જેને બિલ અને મેલિંડાએ મળીને શરુ કર્યુ છે. તેમના છૂટાછેડા બાદ એક સવાલ એ પણ ઉભો થઇ રહ્યો છે કે, શું આ ફાઉન્ડેશનના કામ પર કોઇ પ્રભાવ પડશે. જો કે દંપત્તિએ કહ્યુ કે, તેઓ આના સહઅધ્યક્ષ બન્યા રહેશે. આ ફાઉન્ડેશનના 1600 કર્મી સિએટલમાં કામ કરે છે. જે અંતર્ગત વર્ષ 2000માં એક ગઠન બાદ 135 દેશોમાં અલગ અલગ પ્રકારના પ્રોજેક્ટ માટે 50 બિલિયન ડૉલર આપવામાં આવ્યા છે. હવે આની કુલ કિંમત 43 બિલિયન ડૉલર છે. જો કે આમાં અન્ય અમીર લોકો પણ દાન કરે છે.

Next Article