Melbourne News: મેલબોર્ન વિક્ટોરિયામાં રોડ અકસ્માતમાં મૃત્યુઆંક 15 વર્ષની ટોચે, આ કારણે ગંભીર અકસ્માતોમાં થયો વધારો

|

Sep 14, 2023 | 8:34 PM

ઓસ્ટ્રેલિયાના સૌથી ફેમસ શહેર મેલબોર્નમાં સતત રોડ અકસ્માતોમાં વધારો નોંધાયો છે, જેને લઈ સરકાર અને પોલીસ દ્વારા અનેક વાર ગાઈડલાઈનો જાહેર કરવામાં આવી હોવા છતાં રોડ અકસ્માતમાં માર્યા ગયેલ લોકોની સંખ્યામાં સતત વધારો નોંધાયો છે. આ આંકડાઓ વર્ષ 2008થી અત્યારસુધીની સરખામણીમાં સૌથી વધુ છે. મેલબોર્નમાં હાઈ વે સાથે જોડતાં માર્ગો ખરાબ જોવા મળે છે જેના કારણે અકસ્માતોની સંખ્યા વધી છે.

Melbourne News: મેલબોર્ન વિક્ટોરિયામાં રોડ અકસ્માતમાં મૃત્યુઆંક 15 વર્ષની ટોચે, આ કારણે ગંભીર અકસ્માતોમાં થયો વધારો
Melbourne

Follow us on

મેલબોર્ન (Melbourne) વિક્ટોરિયામાં રોડ પર મૃત્યુઆંક 15 વર્ષની ટોચે પહોંચી ગયો છે. બુધવારની મધ્યરાત્રિ સુધીમાં સમગ્ર વિક્ટોરિયા (Victoria) માં રોડ અકસ્માતમાં 207 લોકો માર્યા ગયા છે. આ મૃત્યુઆંક ગયા વર્ષ કરતાં 37 વધુ અને વર્ષ 2008 પછી સૌથી વધુ છે. ગંભીર અકસ્માતો (Road Accident) માં વધારો થવા પાછળ ખાડાઓ અને રસ્તાની અન્ય નબળી સ્થિતિ મહત્ત્વનું પરિબળ બન્યા છે.

મેલબોર્ન ઓસ્ટ્રેલિયાનું સૌથી વ્યસ્ત શહેર

મેલબોર્ન એ દક્ષિણપૂર્વીય ઓસ્ટ્રેલિયન રાજ્ય વિક્ટોરિયાની દરિયાકાંઠાની રાજધાની છે. શહેરના સેન્ટરમાં બાર, રેસ્ટોરન્ટ, મોલ, મલ્ટિપ્લેક્સ, ઓફિસો, કોલેજ, ગાર્ડન, ટેનિસ અને ક્રિકેટના ગ્રાઉન્ડ અને અનેક કમર્શિયલ બિઝનેસ અને બેન્કની મુખ્ય ઓફિસો આવેલી છે, જેથી મેલબોર્નમાં લોકોની અવર-જવર અને વધુ ટ્રાફિક રહે છે. મેલબોર્ન અને અન્ય શહેરોને જોડતા માર્ગો પર સતત ટ્રક, બસ અને કારો પસાર થતી હોય છે.

ખાડાઓ – રસ્તાની ખરાબ સ્થિતિ અકસ્માતોનું મુખ્ય કારણ

મેલબોર્ન ખૂબ જ વિકસિત શહેર છે છતાં મેલબોર્નમાં હાઈ વે સાથે જોડતાં માર્ગો ખરાબ જોવા મળે છે જેના કારણે અકસ્માતોની સંખ્યા વધી છે. સાથે જ રોડ અકસ્માતના કારણે અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. બુધવારની મધ્યરાત્રિ સુધીમાં સમગ્ર વિક્ટોરિયામાં ક્રેશમાં 207 લોકો માર્યા ગયા છે.

Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?
Amla juice benefits : રોજ આમળાનો રસ પીવાથી શરીરને થશે 5 ચોંકાવનારા ફાયદા
ગ્લેમરની દુનિયા છોડી આ 5 અભિનેત્રીઓ બની સાધ્વી
મહાકુંભમાં ભૂલ્યા વિના લઈ જજો આ શુભ વસ્તુઓ, સફળ થશે કુંભયાત્રા
Pakistani Actress : હાનિયા નહીં પાકિસ્તાનની આ એક્ટ્રેસની માસૂમિયત પર ફીદા છે ભારતીયો
1 લાખ રૂપિયામાં લોન્ચ થશે આ ઇલેક્ટ્રિક કાર ! મળશે ખાસ ફીચર્સ

આ પણ વાંચો : Sydney News: સિડની એરપોર્ટ પર ઈલેક્ટ્રિક કારની બેટરીમાં બ્લાસ્ટ થયો, બ્લાસ્ટના કારણે 4 કારમાં લાગી આગ

વિક્ટોરિયા પોલીસની પ્રતિક્રિયા

મેલબોર્ન રોડ અકસ્માત અને લોકોના મૃત્યુઆંક અંગે વિક્ટોરિયા પોલીસ દ્વારા ખુલાસો કરવામાં આવ્યા બાદ તેના કારણો અંગે પણ પોલીસ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે, આ અકસ્માતોનું મુખ્ય કારણ નાગરિકોની બેદરકારી છે, આ સિવાય ડ્રાઈવિંગ દરમિયાન નિયમોનું પાલન ન કરવું, બેધ્યાન અને બેફામ ડ્રાઈવિંગ અને સિગ્નલ ફોલો ન કરવા જેવા પરિબળો સામેલ છે, સાથે જ રોડની સ્થિતિ અને રોસ સેફટી પણ એક સમસ્યા બની ગઈ છે.

મેલબોર્ન ‘ક્રેશ હોટસ્પોટ્સ’

મેલબોર્નમાં એક માર્ગ છે જેને સૌથી ખરાબ અને ભયાનક માર્ગ ગણવામાં આવે છે. મેલબોર્નના ઉત્તર પૂર્વમાં એક કુખ્યાત માર્ગને સતત છઠ્ઠા વર્ષે ઓસ્ટ્રેલિયાના સૌથી ખતરનાક ‘ક્રેશ હોટસ્પોટ’ તરીકે નામ આપવામાં આવ્યું છે. આ રોડ શહેરનો સૌથી ખરાબ રસ્તો છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article